૨ માથા અને ૩ આંખ વાળા વાછરડાનો થયો જન્મ, વીડિયો વાયરલ થતાં જ લોકોની ઉમટી પડી ભીડ

ઓડિશાનાં નબરંગપુર જિલ્લામાં બે માથા અને ત્રણ આંખ વાળા વાછરડાનો જન્મ થયો છે. વાછરડાને માતા દુર્ગાનાં અવતારનાં રૂપમાં પુજવામાં આવી રહ્યું છે. આ વાછરડાને જોયા બાદ લોકો ખુબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે અને આ વાછરડાને માતા દુર્ગાનાં આશીર્વાદ બતાવવામાં આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકો આ વાછરડાની પુજા કરવા લાગ્યા છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

૨ માથાવાળા વાછરડાનો થયો જન્મ

વાછરડું નબરંગપુર જિલ્લાનાં કુમુલી પંચાયતનાં બીજાપુર ગામના રહેવાસી ધનીરામ નામના એક ખેડુતની ગાયના ઘરે જન્મ્યું છે. અસામાન્ય વાછરડાને જોઈને ધનીરામ અને તેમનો પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો છે કારણકે વાછરડાને ૨ માથા અને ૩ આંખ છે. ધનીરામે બે વર્ષ પહેલા ગાય ખરીદી હતી. હાલમાં જ જ્યારે ગાયને બાળકને જન્મ આપવામાં થોડી મુશ્કેલી થઈ તો ધનીરામે તેની તપાસ કરાવી અને જોયું કે વાછરડાનો ૨ માથા અને ૩ આંખો સાથે જન્મ થયો હતો.

વાછરડાને પોતાની માતાનું દુર પીવામાં થઈ રહી છે મુશ્કેલી

ધનીરામનાં દિકરાએ કહ્યું કે, વાછરડાને પોતાની માતાનું દુધ પીવામાં મુશ્કેલી થઈ રહી છે એટલા માટે અમારે બહારથી દુધ ખરીદવું પડે છે અને તેને પીવડાવવું પડે છે. હવે લોકો આ વાછરડાને માતા દુર્ગાનો અવતાર માની રહ્યા છે અને તેની પુજા કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વાછરડાનું દક્ષિણની તરફ મોઢું કરીને પુજા કરી રહ્યા છે કારણ કે તેમના માટે આ દિશાને પવિત્ર માનવામાં આવે છે. આ અનોખા વાછરડાને જોવા માટે દુરદુરથી લોકો આવી રહ્યા છે.

પહેલા પણ સામે આવ્યા છે આવા વિષય


આ પહેલા છત્તીસગઢ માંથી રાજનાંદ ગામનાં પનેગા ગામમાંથી એક ગાય એ બે માથાવાળા વાછરડાને જન્મ આપ્યો હતો. બે માથાવાળા વાછરડાની જન્મની ખબર ગામમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી અને વાછરડાને જોવા માટે ત્યાં ભીડ ભેગી થવાની શરૂ થઈ ગઈ હતી. વાછરડાનાં દર્શન કરવા માટે પનેગા ગામ સિવાય આસપાસનાં અન્ય ગામમાંથી લોકો પહોંચવા લાગ્યા હતાં. ગયા વર્ષે ઉત્તરી આયર્લૅન્ડમાં “એંજલ વિંગ્સ” ની જેમ એક વાછરડું પોતાના ખભા પર લટકેલા બે વધારાનાં પગ સાથે જન્મ્યું હતું.