૩ બ્લેડ v/s ૪ બ્લેડ : કયો પંખો હોય છે સારો, કોની હવા વધારે આપે છે, જાણો હકીકત

Posted by

ગરમીની સિઝન આવી ગઇ છે. આ ભીષણ ગરમીમાં રાહત મેળવવા માટે પંખા ઘણાં મદદગાર સાબિત થાય છે. ખાસ રીતે સીલીંગ ફેન સંપૂર્ણ રૂમમાં હવા ફેલાવી દે છે. જો તમે એ નોટિસ કર્યું હોય તો ભારતમાં જેટલા પણ સીલીંગ ફેન વેચાય છે, તેમાંથી મોટાભાગે ૩ બ્લેડ વાળા જ હોય છે. તેવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય પંખામાં ૩ બ્લેડ જ કેમ હોય છે ? જ્યારે દુનિયાના બીજા ભાગમાં ૪ અને ૫ બ્લેડ વાળા પંખા પણ યૂઝ કરવામાં આવે છે.

ભારતમાં કેમ ઉપયોગ થાય છે ૩ બ્લેડ વાળા પંખા ?

૩ બ્લેડ વાળા પંખા ભારતમાં ચાલવાનું કારણ શું હોઈ શકે છે ? શું એવું એટલા માટે કે ડિઝાઇન અલગ રાખવાની હતી ? કે કોઈ ભૂલથી ૩ બ્લેડ વાળો પંખો બનાવી દીધો અને એ જ ચાલી પડ્યો ? કે પછી તેનું કોઈ કારણ જ નથી અને બસ આ ચલણ ચાલી રહ્યું છે ? અરે… અરે… ટેન્શન ના લો. અમે તમને કન્ફ્યુઝ કરવા ઇચ્છતાં નથી પરંતુ તેનો સાચો જવાબ આપવા માંગીએ છીએ.

આ છે કારણો

હકિકતમાં એક રૂમમાં ચારેય તરફ સારી હવા ફેકવા માટે ૩ બ્લેડ વાળા સીલીંગ ફેન જ પરફેક્ટ રહે છે. બ્લેડ જેટલી ઓછી હોય છે પંખાનું પરફોર્મન્સ એટલું જ સારું હોય છે. ઓછી બ્લેડ હોવા પર મોટર પર દબાણ પણ ઓછું પડે છે અને તે સારું પરફોર્મન્સ આપે છે. આ સિવાય ઓછી બ્લેડનાં કારણે અવાજ પણ ઓછો આવે છે.

આ કારણથી યુઝ નથી થતી ચાર બ્લેડ

જ્યારે પંખાની બ્લેડ વધારે હોય તો તે હવા સારી રીતે ફેંકી શકતો નથી. વધારે બ્લેડથી મોટર પર પણ દબાણ વધારે પડે છે. વળી ભારતીય ઋતુ ગરમ હોય છે, જેના કારણે પણ અહીં ૩ બ્લેડ પરફેક્ટ હોય છે. જ્યારે ઠંડા દેશો જેવા કે અમેરિકા, કેનેડામાં પંખાનો ઉપયોગ સપ્લિમેન્ટ રીતે કરવામાં આવે છે. ત્યાં AC વધારે ચાલે છે. પંખા માત્ર આ ઠંડી હવાને રૂમમાં ફેલાવવાનું કામ કરે છે.

તેનાથી વિપરીત ભારતમાં દરેક લોકો AC અફોર્ડ કરી શકતા નથી. તેમને ગરમી દૂર કરવા માટે એક માત્ર સાધન પંખો જ હોય છે. આ જ કારણ છે કે તેનું વધારે પર્ફોર્મન્સ આપવાના માટે તેમાં ૩ બ્લેડ લગાવવામાં આવે છે. તેનો એક ફાયદો એ પણ હોય છે કે ૩ બ્લેડ લગાવવાના કારણે તેની કિંમત પણ ઓછી રહે છે. ઉપરથી તે એટલો વધારે અવાજ પણ કરતો નથી. બ્લેડ ઓછી રહે છે તો વીજળી પણ ઓછી જ ખેંચે છે. બસ આ બધા કારણોનાં કારણે ભારતમાં મોટાભાગે ૩ બ્લેડ વાળા પંખા જ બને છે અને વેચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *