૧ રૂપિયાનો આ સિક્કો બનાવી શકે છે તમને અમીર, આ વેબસાઈટ પર વેચીને કમાઈ શકો છો લાખો રૂપિયા

ઘણા લોકોને પોતાનો જૂનો સામાન જમા કરી રાખવાની આદત હોય છે. તેમાંથી અમુક લોકોને જુના સિક્કાઓ જમા કરવાનો શોખ હોય છે. જેના માટે તે કાં તો પોતાની પાસે રાખેલા જુના સિક્કાઓ સંભાળીને રાખે છે અથવા તો જુના સિક્કાઓને મોટી રકમ આપીને ખરીદી લેતા હોય છે. જો કે હવે સમય ખૂબ જ આગળ વધી ચૂક્યો છે. સમયની સાથે સાથે લેવડ-દેવડ કરવા માટે નોટ વાળી કરન્સીની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મ લઈ રહ્યા છે. તેવામાં સિક્કાની લેવડ-દેવડની વાત અર્થહીન લાગે છે. પરંતુ જે સિક્કાઓ હવે આપણા જીવનમાંથી ધીરે-ધીરે ખતમ થઈ રહ્યા છે, તેનાથી મોટી કમાણી પણ કરી શકાય છે.

જુના અને યુનિક સિક્કાઓનો સંગ્રહ કરવા વાળા લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા આપવા માટે પણ તૈયાર રહેતા હોય છે. મોટાભાગના લોકોને આ જુના સિક્કાઓની વેલ્યુ નાં વિશે જાણ હોતી નથી અને તે તેને ભંગાર સમજતાં હોય છે. જ્યારે આ સિક્કાઓને ઓક્શન, વેબસાઈટ કે કવાઈન માર્કેટમાં વેચીને લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ.

૧૯૧૩ નો આ સિક્કો બનાવશે અમીર

જૂના સમયમાં રાજા-મહારાજા સોના કે ચાંદીનાં અશરફિયા અને સિક્કાઓનો ઉપયોગ કરતા હતા. રાજા ઈનામ તરીકે પણ પોતાની પ્રજાને આવા જ સિક્કાઓ આપતા હતાં. જો કે ૧૯૧૩ માં જ્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે પણ સરકારે ૧ રૂપિયાનો એક સિક્કો ચલાવ્યો હતો. આ સિક્કો ખૂબ જ દુર્લભ છે. એન્ટીક સિક્કા સંગ્રહ કરનાર લોકોની વચ્ચે આ સિક્કાની ખૂબ જ ડિમાન્ડ રહેલી છે. આ સિક્કાને ચાંદીથી બનાવવામાં આવ્યો હતો. હવે આ સિક્કાને વિક્ટોરિયન કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ આ સિક્કો હોય તો તેને યોગ્ય જગ્યા પર વહેંચીને તમે ૨૫ લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

ઘરે બેઠા ઓનલાઇન કરો સેલ

જો તમારી પાસે પણ આ પ્રકારનો સિક્કો હોય તો તમે તેને ઓનલાઈન વેબસાઈટ પર વેચી શકો છો. એક રિપોર્ટના અનુસાર ઇન્ડિયા માર્ટની વેબસાઇટ પર આ સિક્કો તમે લાખો રૂપિયામાં વેચી શકો છો. તમને જણાવી દઈએ કે આવા જુના સિક્કાઓ અને અમુક નોટોની કાયદેસર હરરાજી થાય છે. અમુક ઇ-કોમર્સ વેબસાઈટ હરરાજીની સુવિધા આપે છે. જુની નોટો અને સિક્કાઓની ઓનલાઈન હરરાજીની પ્રોસેસ ખૂબ જ સરળ હોય છે. તમારે આ વેબસાઈટ પર જઈને તમારું એકાઉન્ટ બનાવવું પડશે, ત્યારબાદ સેલર નાં રૂપમાં પોતાને રજિસ્ટર કરાવવા પડશે. રજિસ્ટર થયા બાદ તમે પોતાના સિક્કાની તસ્વીરો આ વેબસાઇટ પર મુકી શકો છો.