૧૦ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે ૫ અને ૧૦ ના સિક્કા, જો તમારી પાસે છે તો અહીંયા વેચીને બની શકો છો લખપતિ

Posted by

આજકાલ ડિજિટલ જમાનામાં રોકડની લેવડ-દેવડ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને સિક્કાનો ઉપયોગ ખુબ જ ઓછો જોવા મળે છે. આજકાલ બધા જ લોકો ઓનલાઈન ટ્રાન્જેક્સન પર ભાર આપી રહ્યા છે. ખાસ કરીને આ કોરોના મહામારી દરમિયાન લોકો અન્ય લોકોના પૈસાને સ્પર્શ કરવાથી દૂર રહે છે. આ બધાની વચ્ચે માર્કેટમાં એક ખાસ પ્રકારના સિક્કાની ડિમાન્ડ વધી ગઇ છે. જો તમારી પાસે પણ આ સિક્કાઓ ઉપલબ્ધ હોય તો તમે તેને વેચીને લખપતી પણ બની શકો છો.

હકીકતમાં અમે અહીંયા જે સિક્કાની વાત કરી રહ્યા છે તે ૫ અને ૧૦ ના સિક્કા છે. જોકે હવે ૫ અને ૧૦ ના સિક્કા દરેક લોકોની પાસે સરળતાથી મળી જાય છે પરંતુ અહીંયા ૫ અને ૧૦ ના વિશેષ સિક્કાની વાત થઈ રહી છે. આ સિક્કાની ઉપર માતા વૈષ્ણોદેવીની તસવીર બનેલી છે.

માતા વૈષ્ણોદેવીની તસ્વીર વાળા ૫ અને ૧૦ ના સિક્કા વર્ષ ૨૦૦૨માં જારી કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં આ પ્રકારના સિક્કા માર્કેટમાં આવવાના બંધ થઈ ગયા હતા. આ સિક્કા ખૂબ જ ઓછા જોવા મળે છે. તેનું કારણ એ છે કે માં વૈષ્ણોદેવીની તસ્વીર છપાયેલી હોવાના કારણે લોકો તેને પોતાના માટે ભાગ્યશાળી માને છે. તેવામાં જ્યારે તેમની પાસે આ સિક્કા આવે છે તો તે તેને ખર્ચ કરતા નથી પરંતુ “ભાગ્ય” ના રૂપમાં પોતાની પાસે જ રાખી લેતાં હોય છે.

જો કે હવે નવરાત્રિ પણ આવી રહી છે તેવામાં માં વૈષ્ણોદેવીના ફોટાવાળા આ ૫ અને ૧૦ ના સિક્કા ઓનલાઈન સેલમાં પણ ડિમાન્ડમાં રહેલા છે. લોકો તેમને ઓનલાઈન ૧૦ લાખ રૂપિયા સુધી વેચી રહ્યા છે. જો તમારી પાસે પણ આ પ્રકારના કોઈ સિક્કા હોય તો તમે પણ તેને ઇન્ડિયા માર્ટની સાઇટ પર વેચી શકો છો. આ વેબસાઇટ પર ઘણા લોકો આ પ્રકારના સિક્કા સર્ચ કરી રહ્યા છે.

કોરોના મહામારીના આ સમયમાં આમ પણ લોકોની પાસે પૈસા નથી. તેમને તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી જો તમારી પાસે તે સિક્કાઓ હોય તો તેને વેચીને તમે ઝડપથી લખપતિ બની શકો છો. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને જૂની અને અનોખી ચીજોનો શોખ હોય છે. તેવામાં તે આ ચીજોને ઊચી કિંમતો પર ખરીદી લેતા હોય છે. ઇન્ડિયા માર્ટ પણ એક એવી જ વેબસાઈટ છે જ્યાં લોકો આ પ્રકારની જૂની ચીજોને શોધવા આવે છે. તો રાહ શેની જુઓ છો, ફટાફટ પોતાના ગલ્લાને ખંખોળવાનું શરૂ કરી દો અને જોઈ લો કે તેમાં માં વૈષ્ણોદેવીની છબી વાળા ૫ અને ૧૦ ના સિક્કા છે કે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *