૧૩ નંબર શુભ કે અશુભ, જાણી લો આજે તેનું સંપૂર્ણ સત્ય

આપણા સમાજમાં ૧૩ નંબરને લઈને હજુ પણ એક અજીબ ધારણા છે. અનેક એવા અંધવિશ્વાસ છે જેણે સમાજને જકડીને રાખ્યા છે અને તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશની આર્થિક રાજધાની મુંબઈની ઘણી બિલ્ડિંગમાં ૧૩મો ફ્લોર હોતો નથી. ૧૩ નંબર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અનેક વિદેશોમાં પણ અશુભ માનવામાં આવે છે. અમુક રિપોર્ટ અનુસાર ૧૩ તારીખ અને શુક્રવારના સંયોગના કારણે દર વર્ષે અમેરિકામાં લગભગ ૯ અરબ ડોલરની ઉત્પાદન ક્ષમતા પર પ્રભાવ પડે છે. આપણા દેશમાં ઘણા રાજ્યોની હોટલોમાં આ નંબરના રૂમ હોતા નથી. ઘણા લોકો ૧૩ નંબરના રૂમને લેવાનું બિલકુલ પણ પસંદ કરતા નથી.

યુરોપમાં ઘણા લોકો ૧૩ તારીખે આવનાર શુક્રવારને અશુભ માને છે. જ્યારે ગ્રીસમાં શુક્રવારની જગ્યાએ મંગળવારને અશુભ દિવસ માને છે. ફ્રાન્સમાં લોકોનું માનવું છે કે ડાઇનિંગ ટેબલ પર ૧૩ ખુરશીઓ રાખવી સારી નથી. વિદેશોમાં શુક્રવારની ૧૩ તારીખે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવાનું પસંદ કરતા નથી. ત્યાં સુધી કે હોટલોમાં ૧૩ નંબરના રૂમ લગભગ જોવા મળતા નથી. હોસ્ટેલ કે ઘર ખરીદતા સમયે લોકો ૧૩ નંબર લેવાથી ખચકાતા હોય છે. તેમના મનમાં એ વાતનો ડર હોય છે કે ક્યાંક કોઈ અશુભ ઘટના ઘટી ના જાય.

થર્ટિન ડિજિટ ફોબિયા

૧૩ નંબરને લઈને લોકોના મનમાં વિચિત્ર ડર બેસેલો હોય છે. તેથી મનોવિજ્ઞાને ૧૩ અંકના ડરને ટ્રિસ્કાઇડેકાફોબિયા કે થર્ટિન ડિજિટ ફોબિયા નામ આપ્યું છે. ૧૩ અંકને અશુભ પહેલ કોડ ઓફ હમ્મુરાબીથી કહેવામાં આવે છે. આ કોડ બેબીલોનની સંસ્કૃતિમાં લખાયેલા કાયદાઓનો દસ્તાવેજ છે. કારણકે તેમાં ૧૩ નંબર પર કોઈ સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ કારણથી ૧૩ અંકને અશુભ કહેવામાં આવવા લાગ્યો.

શું છે વિદ્વાનોનો મત ?

ઘણા વિદ્વાનોનો મત છે કે ૧૩ નંબર ન્યૂમેરોલોજીના હિસાબે વધારે શુભ માનવામાં આવતું નથી. કારણકે ૧૨ નંબર પૂર્ણતાનું પ્રતીક છે અને એમાં એક વધારે નંબર જોડવો એટલે કે ખરાબ ભાગ્યનું પ્રતીક માની શકાય છે. પશ્ચિમની ઘણી હોટલ્સમાં ૧૩ નંબરનો રૂમ હોતો નથી. ઇટલીના ઘણા ઓપેરા હાઉસમાં ૧૩ નંબરનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ જાણકારોએ હંમેશા તેને લઈને લોકોની વચ્ચે એક ભ્રમ માન્યો છે અને વારંવાર જણાવ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી.

પરફેક્ટ નંબર ૧૨ ની પછી આવે છે ૧૩

મોટાભાગના વિજ્ઞાનિક અને ગણિતજ્ઞ ૧૩ ની પહેલા આવનાર ૧૨ અંકને પરફેક્ટ નંબર માને છે. પ્રાચીન સંસ્કૃતિમાં પણ ૧૨ અંકની સાથે ઘણી ગણિતીય વ્યવસ્થા બનાવવામાં આવી હતી. જેમ કે આપણા કેલેન્ડરમાં બાર મહિના અને દિવસને ૧૨/૧૨ કલાકના સમયમાં વહેંચાયેલો છે. પરફેક્ટ અંકનો નજીકનો પડોશી હોવા છતાં પણ ૧૩ અંક અવિભાજ્ય અને અપરિમેય સંખ્યા છે. તેથી એવું કહેવામાં આવે છે કે તેનો ઓછો ઉપયોગ થવાના કારણે જ તેને ધીમે ધીમે અશુભ સમજવામાં આવી રહ્યો હોય.

અટલ બિહારી બાજપેયી અને ૧૩

અટલબિહારી બાજપાઈના જીવન સાથે તેનો ઊંડો સંબંધ રહ્યો છે. પહેલીવાર તેમનું પ્રધાનપદ માત્ર ૧૩ દિવસની રહી હતી તેમ છતાં પણ વાજપેયીએ શપથ ગ્રહણ દરમિયાન તેમણે ૧૩ તારીખને પસંદ કરી હતી તો તેમની સરકાર પણ ૧૩ મહિના ચાલી પરંતુ ફરી વાજપેયીએ ૧૩ મી લોકસભાના રૂપમાં ૧૩ દળોના સહયોગથી ૧૩ તારીખે જ શપથ લીધા હતા. પરંતુ ત્યારબાદ ૧૩ ના રોજ જ તેમને પરાજય જોવો પડ્યો હતો.

હિન્દુ ધર્મના અનુસાર મહત્વપૂર્ણ

હિન્દુ માન્યતા અનુસાર કોઈપણ મહિનાની ૧૩ તારીખ હિન્દુ ધર્મના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડરના અનુસાર ૧૩ મો દિવસ ત્રયોદશીનો હોય છે. જે ભગવાન શિવને અર્પિત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવજીના સન્માનમાં રાખવામાં આવે છે. જે મહિનાના ૧૩માં દિવસે આવે છે. આ દિવસે જે કોઈપણ આ વ્રત રાખે છે તે પૈસા, બાળકો, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. એટલું જ નહીં મહાશિવરાત્રી પણ માગ મહિનાના ૧૩મા દિવસની રાત્રે ઉજવવામાં આવે છે તો પછી આ ૧૩ નંબર અશુભ કઈ રીતે હોઈ શકે ?

શુભ અને અશુભ

જો કોઈ ચંદ્ર પક્ષમાં ૧૩ દિવસ (તિથિ ક્ષયના કારણે) રહી જાય તો તે પક્ષ અશુભ માનવામાં આવે છે. આ જ પ્રકારે કોઇ વર્ષમાં ૧૩ મહિના થઈ જાય એટલે કે અધિક માસ આવી જાય તો અધિક માસને પણ શુભ માનવામાં આવતું નથી પરંતુ જે લોકો આત્મકલ્યાણ એટલે કે મુક્તિ ઈચ્છે છે તેમના માટે આ પુરૂષોત્તમ મહિનો શુભ છે. મહાભારતનું ૧૩ દિવસ સુધીનું યુદ્ધ તો કૌરવોના પક્ષમાં રહ્યું પરંતુ ત્યારબાદ પાંડવોનું પલડું ભારે થવા લાગ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે ૧૩ અંકનો ભય એક બિનજરૂરી હકીકત છે.

તસવીરની બીજી બાજુ

સત્ય તો એ છે કે જો તમે ૧૩ના અંકથી રમવાનું શરૂ કરો અને દ્રઢ નિશ્ચય અને લક્ષ્ય રાખીને અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કરો તો તમારી જીત સુનિશ્ચિત છે. તેથી મોટાભાગના લોકોનું માનવું છે કે તે તથ્યો મિથ્યા છે અને તેમાં કોઈ દમ નથી. ૧૩ નંબરને અશુભ હોવાને લઈને ઘણા લોકોનું કહેવું છે કે તે ફક્ત અંધવિશ્વાસ છે કારણ કે તેનું કોઈપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. મોટાભાગના જાણકારોનું માનવું છે કે ૧૩ તારીખે અમુક લોકોના જીવનમાં ખરાબ ઘટનાઓ ઘટતી હોય છે તો તેને અશુભ માનવા લાગે છે.