૧૩ વર્ષ પહેલા બનેલી ફિલ્મ હવે થશે રીલીઝ, એક્ટ્રેસ બની ચૂકી છે માતા તો અભિનેતા થઈ ચૂક્યા છે રિટાયર

કોઈપણ બોલીવુડ ફિલ્મનાં એલાન બાદ લોકો ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોતા હોય છે અથવા તો એવું કહેવામાં આવે કે ફિલ્મ રિલીઝ થવાની ઉલટી ગણતરીઓ શરૂ થઈ જાય છે. મેકર્સની સામે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમને તે શેડ્યુલ પર ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને તેમને ફિલ્મને તે તારીખ પર રિલીઝ કરવાની હોય છે. એક તરફ જ્યાં અમુક ફિલ્મોને બનવામાં વર્ષો લાગી જાય છે, તો વળી અમુક ફિલ્મો થોડા જ મહિનાઓમાં બનીને તૈયાર થઇ જાય છે.

જોકે અમુક ફિલ્મો એવી હોય છે જે બન્યા બાદ પણ વચ્ચે જ અટકી જાય છે. ક્યારેક ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ તો ક્યારેક પરસ્પર મતભેદના કારણે ફિલ્મો વર્ષો સુધી લટકી રહે છે અને રિલીઝ થઈ શકતી નથી. એવી જ એક ફિલ્મ છે “ઇટ્સ માય લાઇફ”. જે ૧૩ વર્ષ પછી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની કિસ્મત ૧૩ વર્ષ બાદ ચમકી, પરંતુ જણાવી દઈએ કે ફિલ્મને નાના પડદા પર જ રિલીઝ કરવામાં આવશે.

કોરોનાકાળનાં લીધે ફિલ્મ મેકર્સે ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મ ૨૯ નવેમ્બરનાં રોજ ઝી-સિનેમા પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં લીડ રોલમાં હરમન બાવેજા અને જેનેલિયા ડિસૂઝાએ કામ કર્યું છે. હાલમાં બોની કપૂરે ફિલ્મને રિલીઝ કરવાનું એલાન કર્યું હતું, જેના પર એક્ટ્રેસ જેનેલિયા ડિસૂઝાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ફિલ્મ “ઇટ્સ માય લાઈફ” નાં નિર્દેશક અનિસ બઝમી છે. ફિલ્મમાં મશહૂર કોમેડિયન કપિલ શર્મા પણ નજર આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મ આટલા વર્ષો બાદ રિલીઝ થઈ રહી છે અને આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ જેનેલિયા ડિસૂઝા હવે બે બાળકોની માતા છે. પોતાની પહેલી ફિલ્મ “તુજે મેરી કસમ” નાં હીરો રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ જેનેલિયા ફિલ્મોથી દૂર ચાલી રહી છે.

વળી વાત કરવામાં આવે ફિલ્મના લીડ હીરો હરમન બાવેજાની તો તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, જ્યારે તે ફિલ્મોમાં આવ્યા હતા ત્યારે લોકો તેમને અભિનેતા ઋત્વિક રોશનનાં ડુપ્લીકેટ કહેતા હતા. હરમન બાવેજા અમુક ફિલ્મોમાં નજર આવ્યા પરંતુ એક પછી એક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ તેમણે ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે અલવિદા કહી દીધું.

કોમેડીનાં બાદશાહ કપિલ શર્માનો ફિલ્મમાં રોલ પણ ખુબ જ મજેદાર છે. ફિલ્મમાં કપિલ શર્મા પ્યારે નું પાત્ર ભજવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મનું એલાન ૨૦૦૭માં કરવામાં આવ્યું હતું, જ્યારે જેનેલિયા અને હરમન બંને જ ફિલ્મોમાં એક્ટિવ હતા. ફાઇનાન્સિયલ પ્રોબ્લેમના કારણે ફિલ્મ વચ્ચે જ અટકી ગઈ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ તેલુગુ ફિલ્મ “Bommarillu” ની રિમેક છે.