૧૪ વર્ષની ઉમરમાં ૫૫ વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતાં સંબંધ, વિવાદોથી ઘેરાયેલું રહ્યું બોલીવુડનાં આ એક્ટરનું જીવન

અભિનેતા ઓમપુરીનું વર્ષ ૨૦૧૭માં નિધન થઇ ગયું હતું. ૬૬ વર્ષની ઉંમરમાં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું પરંતુ આજે પણ ઓમ પુરીને યાદ કરવામાં આવે છે અને તેમની ફિલ્મોને લોકો ખૂબ જ પસંદ કરે છે. ઓમપુરીનું જીવન સદાય વિવાદોથી ઘેરાયેલું રહ્યું હતું અને તે હંમેશા ચર્ચામાં રહેતા હતા.

પોતાની નોકરાણીને પ્રેમ કરવો તેમના જીવનની સૌથી મોટી કન્ટ્રોવર્સી માનવામાં આવે છે. ઓમ પુરીની પત્નિએ તેમના પર આરોપ લગાવ્યા હતાં કે તેમનો સંબંધ ઘરની નોકરાણી સાથે હતો. જેને ઓમ પુરીએ કબૂલ પણ કર્યો હતો અને કહ્યું હતું કે તે તેમને પ્રેમ કરતા હતા.

નોકરાણી સાથે બનાવ્યા હતાં સંબંધ

ઓમ પુરીની પત્નિ નંદિતાએ તેમના પર એક પુસ્તક લખ્યું હતું. જેમનું નામ “અન લાઈકલી : ઓમપુરી” હતું. આ પુસ્તકમાં નંદીતા એ ખુલાસો કર્યો હતો કે ઓમ પુરીએ પોતાની નોકરાણી સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે ઓમપુરી તે સમયે ૧૪ વર્ષના હતા ત્યારે તેમણે પહેલીવાર કોઈ મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. ઓમ પુરીના મામાજીનાં ઘરમાં ૫૫ વર્ષની નોકરાણી કામ કરતી હતી, જેમની સાથે ઓમ પુરીનાં સંબંધ હતાં. નંદિતા પુરીએ પુસ્તકમાં એ પણ લખ્યું છે કે ઓમપુરીને નાનપણથી જ મોટી ઉંમરની મહિલાઓ પસંદ આવતી હતી, જેના લીધે જ તેમણે ૫૫ વર્ષની નોકરાણી સાથે સંબંધ બનાવ્યા હતાં ત્યારબાદ તેમણે પોતાની બીજી નોકરાણી લક્ષ્મીની સાથે પણ સંબંધ બનાવ્યા હતા.

આરોપો પર ખુલીને કરી હતી વાત

પોતાની પત્નિનાં આરોપો પર ઓમ પુરીએ ખુલીને વાતચીત કરી હતી અને કહ્યું હતું કે જ્યારે હું ૧૪ વર્ષનો હતો ત્યારે મે ૫૫ વર્ષની નોકરાણી સાથે સંબંધ બાંધ્યો હતો. તે સમયે મારી ઉંમર ખૂબ જ નાની હતી. તેમાં તે નોકરાણીની ભુલ નહોતી. વળી ૩૭ વર્ષની ઉંમરમાં ઓમપુરીએ ફરીથી એક નોકરાણી સાથે સંબંધ બનાવ્યો હતો. જેના પર ઓમ પુરીએ સ્પષ્ટ કરતાં જ જણાવ્યું હતું કે લક્ષ્મી તેમના ઘરની નોકરાણી નહોતી. તે તેમના પિતાની સાર-સંભાળ રાખતી હતી. લક્ષ્મી સાથે જ્યારે મેં સંબંધ બનાવ્યા તો હું પરિણીત નહોતો. હું લક્ષ્મીને પ્રેમ કરતો હતો. તેવામાં હું કઈ રીતે ખોટો હોઈ શકું.

કર્યા હતા બે લગ્ન

ઓમપુરી એ બે લગ્ન કર્યા હતાં. તેમની પહેલી પત્નિનું નામ સીમા હતું, જેનાથી છૂટાછેડા લઈને તેમણે નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતાં. નંદિતા અને ઉંમરમાં અંતર વધવા લાગ્યું હતું કારણકે નંદિતા ઓમ પુરીના રહસ્યો બધાને જણાવી દીધી હતી જેના લીધે ઓમ પુરીએ નંદિતાને પણ છોડી દીધી હતી અને તે પોતાની પહેલી પત્નીની સાથે રહેવા લાગ્યા હતાં જોકે બાદમાં બધું જ યોગ્ય થઈ ગયું હતું અને ઓમપુરી ફરીથી નંદિતાની પાસે ચાલ્યા ગયા હતાં.