૧૫૦ વર્ષ જૂની પેઇન્ટિંગમાં જોવા મળ્યું કઈંક એવું કે ઉડી ગયા બધાના હોશ, વિશ્વાસ ના આવે તો તમે જ ZOOM કરીને જોઈ લો

Posted by

ઘણીવાર અમુક તસ્વીરો એટલી સુંદર આવે છે કે જોવા વાળા જોતા જ રહી જાય છે. તેમને સમજમાં આવતું નથી કે તસ્વીર લેવા વાળાની પ્રશંસા કરવામાં આવે કે જેમની તસ્વીર છે તેમની પ્રશંસા કરે. તેના સિવાય અમુક તસ્વીરો એવી પણ હોય છે જે ખૂબ જ રમુજી હોય છે. તે તસ્વીરો ને જોતાં જ આપણે હસવાનું રોકી શકતા નથી. આપણે સમજી નથી શકતા કે તસ્વીર લેવા વાળા ની ટાઈમિંગ સાચી હતી કે તસ્વીર લેવા વાળાનો ક્રિએટિવ મગજ. સોશિયલ મીડિયા આજકાલ એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે જ્યાં લોકો દરેક પ્રકારની વાત રાખી શકે છે.

તે ઘણા લોકો માટે એક મોટો મંચ બનીને સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની તસ્વીર અને વિડિયો અન્ય લોકોની સાથે શેર કરતા રહે છે. અમુક લોકો તો પોતાના વિચારો પણ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરે છે. તે પોતાની વાત અન્ય લોકો સુધી પહોંચાડવાનો સૌથી સસ્તું અને સરળ માધ્યમ છે.

અહીંયા તમને અનેક એવી વિચિત્ર ચીજ જોવા મળી જશે જેમની કલ્પના તમે સપનામાં પણ નહીં કરી શકો. અમુક પોસ્ટને જોઈને તમે હસવાનું રોકી નહી શકો તો અમુકને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી એવી તસ્વીરો વાયરલ થઈ છે, જે પહેલી નજરમાં બિલકુલ સામાન્ય દેખાય છે પરંતુ તે તસ્વીરોને ઝૂમ કરીને જોવા પર એક અલગ જ હકીકત સામે આવે છે. પરંતુ આજે અમે તમને એક એવી પેઇન્ટિંગ બતાવવા જઈ રહ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આમ તો આ તસ્વીર બિલકુલ નોર્મલ નજર આવશે પરંતુ જ્યારે તમે તેને ઝૂમ કરીને જોશો તો એક અલગ જ હકીકત સામે આવશે.

પેઇન્ટિંગ ઝૂમ કરીને જોવા પર આશ્ચર્યચકિત થયા લોકો

જણાવી દઈએ કે વાયરલ થયેલી આ તસ્વીર ૧૫૦ વર્ષ જૂની છે અને તમે તેમને ઝૂમ કરીને જોશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં આ પેઈન્ટિંગ એક મહિલાની છે અને તમે તેમને ઝૂમ કરશો તો તમને મહિલાના હાથમાં આઇફોન નજર આવશે. હવે સવાલ એ છે કે તસ્વીર ૧૫૦ વર્ષ જૂની છે તો મહિલાના હાથમાં આઇફોન કઈ રીતે આવ્યો. આ સુંદર પેઇન્ટિંગને પેન્ટર જોર્જ વાલ્ડમુલરે બનાવી હતી. મહિલાના હાથમાં આઇફોન છે તે વાતને પહેલીવાર સરકારી અધિકારી પીટર રસેલ એ નોટિસ કર્યું હતું. મ્યુનીખના ન્યુ પિનાકોટેક મ્યુઝિયમમાં આ તસવીર લગાવેલી છે.

રસેલે જણાવ્યું કે આ પેઈન્ટિંગને ૧૮૫૦ ની આસપાસ કે તે સમયમાં જોવા પર કોઈપણ તેને આઇફોન સમજી શક્યું ના હોત. લોકો તેને પુસ્તક કે પછી કોઈ બીજી અન્ય ચીજ જણાવી દેત. પરંતુ આજનાં સમયમાં સ્માર્ટફોન આપણા જીવનમાં એ રીતે સામેલ થઇ ગયો છે કે પહેલીવાર જોવા પર લોકો તેને ફોન જ સમજે છે. અમે તમારા માટે આ વિચિત્ર તસવીર લઈને આવ્યા છીએ. હવે તમે જણાવો કે આખરે મહિલાના હાથમાં તે શું હોઈ શકે છે. ૧૫૦ વર્ષ પહેલા સ્માર્ટફોનનું હોવું અશક્ય હતું તો પછી મહિલાએ પોતાના હાથમાં શું પકડી રાખ્યું છે. અમુક લોકો તેને ભૂતિયા પેઇન્ટિંગ પણ જણાવી રહ્યા છે. વળી અમુક લોકો તેને કોઈ જાદુ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *