૧૬ સપ્ટેમ્બરથી બદલશે સૂર્યની ચાલ, આ લોકોને મળશે ખુશખબરી તો આ લોકોને થશે નુકસાન

જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સૂર્ય નવ ગ્રહોના રાજા છે અને બધા જ ગ્રહ તેમની આસપાસ પરિક્રમા કરે છે. તેવામાં જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ એટલે કે ગોચર કરે છે તો તેને સંક્રાંતિ કહે છે. તેથી આવનાર ૧૬ સપ્ટેમ્બર સૂર્ય સિંહ રાશિ માથી નીકળીને કન્યા રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે જેને કન્યા સંક્રાંતિ કહે છે. ૧૬ સપ્ટેમ્બરે કન્યા સંક્રાતિના ઠીક બે દિવસ પછી ૧૮ સપ્ટેમ્બરે અધિક માસ પ્રારંભ થશે. જે ૧૬ ઓક્ટોબર સુધી ચાલશે. જેની અસર આ વર્ષે નવરાત્રિ અને દુર્ગા પૂજા પર પડશે. જોકે આજે અમે નવરાત્રીની નહી પરંતુ સૂર્યના ગોચર થવાના પ્રભાવો વિશે જણાવીશું.

જણાવી દઈએ કે ગ્રહ નક્ષત્રમાં થનાર ઘટનાઓનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડતો હોય છે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી હોય છે કે આખરે કન્યા સંક્રાંતિની તમારી રાશિ પર શું પ્રભાવ પડશે. તો ચાલો જાણી લઈએ કન્યા સંક્રાંતિ કઈ કઈ રાશિઓ માટે શુભ ફળદાયી આપનાર રહેશે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોને સૂર્યના ગોચરનો નિશ્ચિત રૂપથી ફાયદો મળશે. આ દરમિયાન નોકરી કરતા લોકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે. વૃષભ રાશિના લોકો જો સારી રીતે મહેનત કરશે તો તે તેના હરીફોથી આગળ નીકળી શકશે. માન સન્માનમાં વધારો થશે. બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થશે. કન્યા સંક્રાંતિ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને આ આત્મવિશ્વાસ તમને દરેક ક્ષેત્રમાં લાભ અપાવશે. આવનાર દિવસોમાં પરિવારના સદસ્યો તરફથી માનસિક અને આર્થિક સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થશે. સ્વાસ્થ્ય લાભના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સૂર્યનો ગોચર હંમેશા શુભ ફળદાયી હોય છે. કન્યા સંક્રાંતિ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે અને તમને કારકિર્દીમાં સફળતા પણ મળી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા હોય તો અમુક સારી તક પણ મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કમાણીમાં વધારો થશે. પરિવારમાં પાછલા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો ખતમ થશે. સાથે જ મિત્રોની સાથે યાત્રાના યોગ પણ બની રહ્યા છે. જો તમારા પિતૃની સંપત્તિ છે તો તેનાથી લાભ મળવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી રહ્યા છે તેવામાં તમારા માટે આવનાર દિવસોમાં શુભ સંયોગ બની રહ્યા છે. તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રગતિકારક રહેશે. નોકરી સાથે જોડાયેલ લોકો માટે પ્રમોશનનો સંયોગ બની રહ્યો છે. સાથે જ આવકમાં પણ વધારો થઇ શકે છે. નેતૃત્વ ક્ષમતામાં પણ વધારો થશે અને સમાજમાં પ્રેરણાસ્ત્રોત બનીને આગળ આવશો. આ દરમિયાન માતા-પિતાની સેવાનો અવસર પ્રાપ્ત થશે અને તેમના આશીર્વાદથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. રિલેશનશિપના મામલાઓમાં પોતાના પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરશો.

કન્યા રાશિ

સૂર્ય તમારી રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન લોકો સાથે તમારા સંબંધ મજબૂત બનશે. દ્રઢ ઇચ્છાશક્તિના બળ પર કોઈપણ કાર્યોમાં સફળતા મળી શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં રૂચિ વધશે. બીજા લોકોની મદદ કરવા માટે તમે ખુલીને સામે આવશો. તેનાથી તમને સમાજમાં ખ્યાતિ મળશે. જે લોકો રાજકારણમાં સક્રિય છે તેમને પણ ફાયદો મળશે. તમે વ્યસ્ત હોવા છતાં પણ પરિવારને તમારો સમય આપી શકશો. જેનાથી પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે. લાંબા સમયથી અટવાયેલું ધન પરત મળી શકે છે.

તુલા રાશિ

કન્યા સંક્રાંતિનો વિશેષ લાભ તુલા રાશિવાળા જાતકોને વધારે મળશે. વેપારીઓને લાભ મળશે. પારિવારિક સંબંધો મજબૂત બનશે. જીવનસાથી સાથે ચાલી રહેલા ઝગડાનો અંત આવશે અને તેમની ઉન્નતિથી તમને પ્રસન્નતા થશે. રિલેશનશિપ માટે એક સારો સમય છે. આ દિશામાં તમારું આગળનું પગલું સકારાત્મક રહેશે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને તક મળી શકે છે. ઊંચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોના પગારમાં વધારો થશે. કન્યા સંક્રાંતિ દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકો માટે પણ કન્યા સંક્રાંતિ શુભ ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં લાભ મળશે અને તમારા મનની ઇચ્છાઓ પૂરી થશે. સામાજિક સંબંધો મજબૂત બનશે. સાથે જ નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન ભાગ્ય તમને પૂરો સાથ આપશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને માન સન્માનમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. વ્યવસાય ક્ષેત્રમાં સારા પરિણામો મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ વધશે.