૧૯ વર્ષ બાદ હવે આવો દેખાય છે કાજોલ-શાહરુખનો ઓનસ્ક્રીન દિકરો, દેખાય છે ખૂબ જ સ્માર્ટ

બોલિવૂડના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ સાબિત થયેલી ફિલ્મ “કભી ખુશી કભી ગમ” ની યાદો આજે પણ લોકોના મગજમાં તાજી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલની જબરદસ્ત એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મની અપાર સફળતાએ બંનેના કરિયરને એક અલગ જ સ્તરે પહોંચાડી દીધું હતું. શાહરૂખ અને કાજોલ સિવાય આ ફિલ્મમાં તેમના દિકરાનું પાત્ર ભજવનાર ચાઈલ્ડ એક્ટર જીબરાન ખાને પણ જબરદસ્ત એક્ટિંગ કરીને લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં પોતાની ક્યુટનેસથી બધાને આકર્ષિત કરનાર તે બાળક હવે ખૂબ જ મોટો થઈ ગયો છે. આજકાલ જિબરાન ઇન્સ્ટા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની તસ્વીરો પોસ્ટ કરતા રહે છે. આજે અમે આ આર્ટિકલમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે તે ક્યુટ દેખાતો બાળક હવે કેવો દેખાઈ રહ્યો છે અને શું કરે છે.

જિબરાન ખાન એક્ટિંગથી દુર રહીને કરે છે આ કામ

મહત્વપૂર્ણ છે કે જિબરાન ખાન હવે મોટા થઈ ગયા છે અને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. જોકે હવે તે એક્ટિંગની દુનિયાથી દુર છે અને ફિલ્મ ડાયરેક્ટરના રૂપમાં પોતાનું કરિયર શોધી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જિબરાન આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. જોકે તેમને દિલચસ્પી એક્ટિંગમાં પણ છે અને તે ખૂબ જ જલ્દી કોઈ ફિલ્મમાં નજર આવી શકે છે.

તેના વિશે જિબરાન ખાને એક લીડિંગ એન્ટરટેઇનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે એક સારા રોલની તલાશ કરી રહ્યા છે. જો તેમને મન મુજબ રોલ મળી જાય છે તો તે જરૂર એક્ટિંગ કરશે. જિબરાન જણાવે છે કે તેમને રોલ તો ઓફર થતા રહે છે પરંતુ તે બધા જ તેમના મન મુજબ હોતા નથી.

આ દિગ્ગજ અભિનેતાનાં દિકરા છે જિબરાન

જિબરાન ખાનનાં વિશે વધારે એક દિલચસ્પ વાત એ છે કે તે દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના દિકરા છે. જિબરાન ખાન તે જ ફિરોઝ ખાનનાં દિકરા છે, જેમણે મશહૂર ધારાવાહિક મહાભારતમાં અર્જુનનો રોલ પ્લે કર્યો હતો. એટલું જ નહી પરંતુ તે ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jibraan Khan (@jibraan.khan)

જિબરાન ખાન કહે છે કે તે પોતાના પિતાનું નામ ક્યારેય પણ ફિલ્મોના રોલ માટે ઉપયોગ કરતા નથી અને ના તેમને આગળ કરે છે. તેમનું માનવું છે કે કામ પોતાની આવડત પર કરવું જોઈએ, કોઈના નામનો ઉપયોગ કરીને નહી. જિબરાન ખાન તો ત્યાં સુધી કહે છે કે તે પોતાના પિતાને ક્યારેય પણ કામ અપાવવા માટે કહેતા નથી.

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આ કારણથી ના મળ્યો જિબરાનને કોઈ રોલ

જિબરાન કહે છે કે હું હંમેશા પોતાની આવડત પર કામ કરવા માંગુ છું, કારણકે પોતાના દમ પર કામ મેળવવું ખૂબ જ શાનદાર અનુભવ હોય છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો જિબરાન ખાનને કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યા હતા પરંતુ કરણ જોહરે તેમને એવું કહીને મનાઈ કરી દીધી હતી કે તેમના ચહેરામાં હજુ સુધી મેચ્યોરિટી આવી નથી.

આ જ કારણ છે કે હાલમાં તે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં પડદાની પાછળ રહીને જ કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જિબરાન ખાને માર્શલ આર્ટ્સ, કથક અને ઘોડે સવારીની ટ્રેનિંગ લીધી છે. એટલું જ નહી તેમણે શામકર ડાવરનાં ડાન્સ સ્ટુડિયોમાં ડાન્સ શીખ્યા બાદ તેમણે ટ્રેનરનું કામ પણ કર્યું છે.