૨૦ કરોડમાં બનેલો છે ક્રિકેટર સુરેશ રૈનાનો આ શાનદાર બંગલો, અંદરથી દેખાય છે ફાઈવ સ્ટાર હોટલ જેવો

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેમાં સુરેશ રૈનાનું નામ પણ સામેલ થાય છે. સુરેશ રૈનાએ જેટલી પણ મેચો રમી છે, તેમાંથી મોટાભાગની મેચોમાં તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ફક્ત બેટથી જ નહી પરંતુ બોલ થી પણ તેમણે વિપક્ષી ટીમને ખૂબ જ પરેશાન કરી છે. સુરેશ રૈના એવા ઓલરાઉન્ડર ખેલાડી રહી ચૂક્યા છે, જેમની હાજરી માત્રથી જ મેદાનમાં ભારતીય ટીમનું મનોબળ ઊંચું રહેતું હતું. ફિલ્ડિંગ કરવામાં પણ સુરેશ રૈના નો કોઈ જવાબ નથી.

ભલે સુરેશ રૈના હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમથી દુર છે પરંતુ તેમ છતાં પણ સુરેશ રૈનાની લોકપ્રિયતામાં કોઈપણ પ્રકારની કમી આવી નથી. હજુ પણ સોશિયલ મીડિયામાં તેમના ફેન્સની સંખ્યા જબરદસ્ત જળવાયેલી છે અને તેમની દરેક ગતિવિધિ પર તેમના ફેન્સની નજર રહેલી હોય છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે આટલા વર્ષો ક્રિકેટને આપ્યા બાદ સુરેશ રૈના ખેલ જગતના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક છે. સુરેશ રૈનાની પાસે આજે ખૂબ જ ધન-દોલત છે. આટલા વર્ષોની સખત મહેનત બાદ તે પોતાના પરિવારની સાથે એક આલીશાન જીવન પસાર કરે છે.

સુરેશ રૈના પોતાની રમત માટે તો ફેમસ છે જ પરંતુ તેના સિવાય તે પોતાની શાહી લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતા છે. હાલના દિવસોમાં સુરેશ રૈના પોતાના પરિવારને પોતાનો સંપૂર્ણ સમય આપી રહ્યા છે. સુરેશ રૈનાનો શાનદાર બંગલો હંમેશા ચર્ચામાં રહે છે. આજના આ લેખમાં અમે તમને ક્રિકેટર સુરેશ રૈનાનાં સુંદર બંગલાની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના આ ચર્ચિત ખેલાડીની પાસે એક નહી પરંતુ ત્રણ ઘર છે. સુરેશ રૈનાનો એક બંગલો દિલ્હી, બીજો લખનઉ અને ત્રીજો ગાઝિયાબાદમાં છે. આજે અમે તમને આ ક્રિકેટરના ગાઝિયાબાદ વાળા બંગલાની ઝલક બતાવીશું, જે દિલ્હીથી બિલકુલ નજીક છે.

સુરેશ રૈનાનું આ ઘર ગાઝિયાબાદના એક પોશ વિસ્તારમાં આવેલું છે. બધા જ પ્રકારની સુખ-સુવિધાઓથી સજ્જ આ બંગલામાં સુરેશ રૈના પોતાના માતા-પિતા અને પત્નિ- બાળકોની સાથે રહે છે. સુરેશ રૈનાનાં આ ઘરની કિંમત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

સુરેશ રૈનાનાં આ શાનદાર બંગલાની કિંમત ૧૮ થી ૨૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સુરેશ રૈનાનાં ઘરનો લિવિંગ એરિયા ખુબ જ મોટો અને સુંદર છે. જ્યાં તે પોતાના પરિવારની સાથે મોટાભાગનો સમય પસાર કરે છે. જેમકે તમે તસ્વીરમાં જોઈ શકો છો કે લિવિંગ એરિયામાં સુરેશ દ્વારા જીતેલી ઘણી બધી ટ્રોફીઓ રાખવામાં આવેલી છે.

આ તસ્વીરમાં સુરેશ પોતાની પત્નિ પ્રિયંકાની સાથે પૂજાઘરમાં બેસેલા જોવા મળી રહ્યા છે. સુરેશએ પોતાના ઘરમાં ક્રિકેટની પ્રેક્ટિસ માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે.

આ તસ્વીરમાં સુરેશ પોતાની દિકરી ગ્રાસિયા ની સાથે ઘરના લિવિંગ રૂમમાં રમતા જોવા મળી રહ્યા છે. સુરેશના ઘરની દિવાલો પર ઘરના લોકોની તસ્વીરની સાથે મોટી મોટી ફ્રેમ લગાવવામાં આવેલી છે.

સુરેશ રૈનાના ઘરનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક છે. સુરેશ એ વ્યવસાયે બેન્કર પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. આ કપલ બે બાળકોના માતા-પિતા છે. તેમના દિકરાનું નામ રિયો રૈના છે. આ વર્ષે ૨૦૨૦ માં જ માર્ચના મહિનામાં પ્રિયંકા અને સુરેશ બીજીવાર માતા-પિતા બન્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *