૨૦ રૂપિયા સુધી વધી શકે છે પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો ક્યારથી લાગુ થઈ શકે છે નવો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમત ભારતમાં ૨૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે કારણકે રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા તણાવથી ગ્લોબલ ક્રુડ ઓઇલની કિંમત રેકોર્ડ હાઈની નજીક છે. આ વાત એક રિસર્ચ રીપોર્ટમાં કહેવામાં આવી છે. જોકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લગભગ જ કિંમત વધારાનો ભાર ગ્રાહકો પર નાખી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે કેન્દ્ર સરકાર એકસાઈઝ ડયુટીમાં ઘટાડો કરી શકે છે. તેની વચ્ચે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે, “ફ્યુઅલની કિંમત ઓઇલ કંપનીઓ નક્કી કરશે”. તેમણે કહ્યું કે, “દેશમાં ક્રુડ ઓઇલની કોઈ કમી રહેશે નહી”. પુરીએ કહ્યું કે, “સરકાર નાગરિકોનાં હિતમાં નિર્ણય લેશે”.

Advertisement

વર્ષ ૨૦૦૮ બાદ પોતાનાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું ક્રુડ

ઈંટરકોન્ટિનેંટલ એક્સચેંજ (ICE) માં સોમવારે બ્રેંટ ફ્યુચરનો મે મહિનાનો વાયદો (મે કોન્ટ્રાક્ટ) ૧૩૯.૧૩ ડોલરનાં સ્તરને સ્પર્શ કર્યા બાદ ૧૨૩.૨૧ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો, જે વર્ષ ૨૦૦૮ બાદ તેનું ઉચ્ચતમ સ્તર છે. ક્રુડ ઓઇલની કિંમતોમાં આવી તેજી એટલા માટે આવી છે કારણકે હવે તે વાતનો ડર સતત વધી રહ્યો છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન, રશિયામાંથી આયત કરવામાં આવતા ઓઇલ પર સંપુર્ણ રીતે પ્રતિબંધ લગાવી શકે છે. વળી મંગળવારનાં રોજ શરૂઆતનાં ટ્રેન્ડમાં બ્રેન્ટ ફ્યુચરનો મે વાયદો પોતાના બંધ સ્તરની તુલનામાં ૨.૪૯ ટકાની તેજી સાથે ૧૨૬.૨૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે સરકાર

એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ક્રુડ ઓઇલની કિંમતમાં વધારાનાં લીધે પેટ્રોલ-ડીઝલનાં પંપની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. આ વધારો લગભગ ૧૫-૨૦ રૂપિયા પ્રતિ લીટર પણ હોય શકે છે. જોકે એવું પણ બની શકે છે કે ભાવ વધારાનો બોજો ગ્રાહકો પર નાખવામાં ના પણ આવે. અમારું માનવું છે કે સરકાર એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરીને ઓછામાં ઓછા ૫૦% સુધીની રાહત આપી શકે છે. સરકારે નવેમ્બર ૨૦૨૧ માં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ક્રમશઃ ૫ અને ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ક્રુડ ઓઇલની કિમતમાં રેકોર્ડ બ્રેક ઉછાળો

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડની કિંમત ૧૧૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે ક્રુડ માટે લગભગ ૮ વર્ષની ઊંચી સપાટી છે. ડબલ્યુટીઆઈ ક્રુડ પણ ૧૦૯ ડોલર પ્રતિ બેરલની નજીક ટ્રેન્ડ કરી રહ્યો છે. વિશ્વભરમાં સપ્લાયનાં અભાવે અને વધુ શોર્ટેજની શક્યતાનાં લીધે ક્રુડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે આગામી એક મહિનામાં ક્રુડ ઓઇલનાં ભાવમાં વધુ હજુ પણ ૧૦ થી ૧૫ ટકા સુધીની તેજી આવી શકે છે.

Advertisement