૨૦ વાર સોનુ સુદને ટેગ કરીને એક વ્યક્તિએ માંગ્યો આઈફોન, આવ્યો એવો જબરદસ્ત જવાબ કે લોકો થયા હસીને લોટપોટ

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને ગરીબ અને નિરાધાર મજૂરો ખોરાકની તલાશમાં હતા ત્યારે બોલિવૂડ અભિનેતા સોનું સુદ તેમના માટે એક ભગવાનની જેમ સામે આવ્યા હતા. સોનું સુદે પ્રવાસી મજૂરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે તેમણે ઘણા મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી. સોશિયલ મીડિયામાં પણ જે લોકો સોનુ સૂદ પાસે મદદ માંગે છે ત્યારે તે તેમની પણ મદદ કરે છે. તેવામાં અમુક લોકો એવા પણ છે જે સોનું સૂદ સાથે મજાક કરવામાં પણ ખચકાતા નથી.

ફેન્સે માંગ્યો આઇફોન

હાલના દિવસોમાં સોનુ સુદની એક પોસ્ટ સોશિઅલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં તેમણે તેમના જ એક ફેન્સને ટ્વિટનો જવાબ આપ્યો છે. આ ટ્વિટમાં તેમના ફેન્સે સોનું પાસેથી એક આઇફોનની ડિમાન્ડ કરી છે. જેનો જવાબ આ અભિનેતાએ ખૂબ જ ફની રીતે આપ્યો છે. સોનુનું આ ટ્વીટ સોશિયલ મીડિયા યૂઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યું છે અને આ ટ્વીટ પર ચુટકી લેવામાં તે પણ પાછળ હટી રહ્યા નથી. ખરેખર એક ફેન્સે સોનુ પાસે મદદ માંગી કે તેમને આઇફોન અપાવવામાં મદદ કરે.

સોનુ એ આપ્યો ખુબ જ ફની જવાબ


ફેન્સે પોતાના ટ્વિટમાં સોનુ સુદને ટેગ કરીને લખ્યું કે સર એપલ આઇફોન જોઈએ છે, તેના માટે મેં ૨૦ વાર ટ્વિટ કર્યું છે. આ ટ્વીટનો રિપ્લાય કરતા સોનુ સુદે લખ્યું કે મારે પણ ફોન જોઈએ છે તેના માટે હું પણ તમને ૨૧ વાર ટ્વિટ કરી શકું છુ. સોનુના રમુજી રીપ્લાય ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નોંધપાત્ર છે કે જ્યારે પણ કોઈ સોનુંને મજાકમાં ટ્વીટ કરે છે તો તે તેનો રીપ્લાય જરૂર આપે છે.

૩૫૦ ખલાસીઓની મદદ

હાલમાં જ સોનું સુદે એકવાર ફરી ઉદારતા દાખવતા વારાણસીના ખલાસીઓની મદદ કરી છે. પૂરના કારણે ખલાસીઓની પાસે ખાવા માટે ભોજન નહોતું. આ મામલા વિશે એક સામાજિક કાર્યકર્તાએ સોનુ સુદને આ જાણકારી આપી હતી. સામાજિક કાર્યકર્તા દિવ્યાંશ ઉપાધ્યાયએ ટ્વીટ કર્યું હતું કે, વારાણસીના ૮૪ ઘાટોમાં ૩૫૦ હોડીઓ ચલાવનાર પરિવાર આજે ભોજનના એક-એક દાણા માટે તરસી રહ્યો છે. આ ૩૫૦ ખલાસીઓના પરિવારોની તમે એક છેલ્લી આશા છો.

આ ટ્વીટના એક કલાકની અંદર જ સોનું સુદનો જવાબ આવી ગયો. સોનુએ એક ટ્વિટમાં લખ્યું કે, વારાણસી ઘાટના આ ૩૫૦ પરિવારનો કોઈપણ સદસ્ય આજ પછી ભૂખ્યો નહી સુવે. ત્યારબાદ સોનુ સૂદની સહયોગી નીતિ ગોયલે ઉપાધ્યાયને બોલાવીને તેમની સાથે વાતચીત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે ૧ કલાક ની અંદર જ તેમને વારાણસીના ખલાસીઓ માટે રેશન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ વિશે જ્યારે ઉપાધ્યાયની ટીમને પૂછવામાં આવ્યું તો તેમના એક સદસ્યએ જણાવ્યું કે, અમને થોડા જ સમયમાં અભિનેતા તરફથી ૩૫૦ રેશનની કીટ મળી ગઈ હતી. પ્રત્યેક કિટમાં ૫ કિલો લોટ, ૫ કિલો ચોખા, ૨ કિલો ચણા, એક મસાલા પેકેટ અને અન્ય ચીજો હતી. ૩૫૦ પરિવારોમાંથી ૧૦૦ કીટ તરત જ પરિવારોને વિતરણ કરી દેવામાં આવી હતી.

લોકડાઉન દરમ્યાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઘણા લોકો તેમના કારણે સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શક્યા હતાં. તેમાંથી એક પ્રવાસી મજૂરે તો ઘરે પહોંચ્યા બાદ પોતાની વેલડિંગની દુકાન પણ સોનુ સૂદના નામ પર ખોલી હતી. પોતાના ઉમદા કર્યો માટે સોનુ સૂદ સતત પ્રશંસા મેળવી રહ્યા છે. સોનુ સૂદ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાં બીજા લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે.