વર્ષ ૨૦૨૦ ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. કોરોના વાયરસના લીધે વિશ્વમાં લોકોનું જીવન પાટા પરથી ઉતરી ગયું છે. ઉપરથી બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ઈરફાન ખાન દુનિયાને અલવિદા કહી ગયા. ત્યારબાદ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું પણ નિધન થઈ ગયું. તેના થોડા સમય પછી સુશાંત સિંહ રાજપૂતનું પણ અવસાન થયું.
તેવામાં વર્ષ ૨૦૨૦ માં થઈ રહેલી ઘટનાઓને લઈને બોલીવુડના મશહૂર અભિનેતા ઋત્વિક રોશન પણ ખૂબ જ દુઃખી નજરે આવી રહ્યા છે. ઋત્વિક રોશન તરફથી તેના વિશે એક પોસ્ટ સોશીયલ મીડીયામાં શેર કરવામાં આવી છે. તેમણે વર્ષ ૨૦૨૦ માં થયેલી અત્યાર સુધીની બધી જ ઘટનાઓ વિશે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે.
ટ્વિટર પર કર્યું પોસ્ટ
ટ્વીટર પર તેમણે એક પોસ્ટ કરતા લખ્યું છે કે આશાની કોઈપણ કિરણ પર હવે ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં પણ તે ખૂબ જ જરૂરી છે. એક પછી એક ૨૦૨૦ માં વિશ્વમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણે પોતાને ખૂબ જ લાચાર અનુભવી રહ્યો છું.
ઋત્વિક રોશને લખ્યું છે કે એર ઇન્ડિયાની ઘટના બની. બૈરુતમા વિસ્ફોટ થયો. ભૂકંપ આવ્યો. પુર આવ્યું. ઘણા જ પ્રકારની આફતો આવી રહી છે. મોરીશિયસમાં પર્યાવરણ કટોકટી લાદવામાં આવી છે. એન્ટાર્ટિકાનો છેલ્લો આઈશ સેલ્ફ પણ ધરાશાયી થયો છે. ઉપરથી આ કોરોનાની મહામારી એક અલગ પ્રકારથી જીવ લઈ રહી છે. જેની સામે આપણે લડી રહ્યા છીએ.
— Hrithik Roshan (@iHrithik) August 8, 2020
બોલિવૂડના અભિનેતાએ પોતાની આ પોસ્ટમાં લખ્યું છે કે હું તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સાથે જ તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. આ એક ખૂબ જ કપરો સમય છે. જેમાં આપણે એકબીજાને સાથ આપવો પડશે. આ કપરા સમયમાં આપણે લોકોએ ટકી રહેવું પડશે. આ સમય પણ ચાલ્યો જશે. આપણને પ્રકાશ જરૂર મળશે.
જણાવી દઈએ કે કોજીકોડમાં થયેલ વિમાન દુર્ઘટના પછી ઋત્વિક રોશને શુક્રવારે આ પોસ્ટને શેર કરી હતી. નોંધનીય છે કે વિશ્વમાં જે રીતે કોરોના વાયરસ એ પોતાનો પગ જમાવી દીધો છે અને તેના સિવાય પણ પુર, ભૂકંપ ભૂખમરો તેમજ દુર્ઘટનાઓ જેવી આપત્તિઓ સતત સામે આવી રહી છે. આ બધું જોઇને ઋત્વિક રોશન પોતાને ખૂબ જ દુઃખી અનુભવી રહ્યા છે.
આગામી ફિલ્મની રાહ
ઋતિક રોશન છેલ્લે વોર ફિલ્મમાં જોવા મળ્યા હતા. ટાઇગર શ્રોફ અને વાણી કપૂર પણ તેમની સાથે આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. હાલના દિવસોમાં ઋત્વિક રોશન પોતાની હવે પછીની ફિલ્મ ક્રિશ-૪ ને લઈને ચર્ચામાં છે. તેના સિવાય પણ ઋતિક રોશન બીજી એક ફિલ્મને લઈને પણ ચર્ચામાં બનેલ છે.
એવું જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ આનંદ જેમણે ફિલ્મ વોર નું નિર્દેશન કર્યું હતું. તે એક બીજી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ વિશે તેમણે ઋત્વિક રોશન સાથે વાત પણ કરી લીધી છે અને ઋતિક તેમની આ ફિલ્મમાં કામ કરવા માટે પણ રાજી થઈ ગયા છે. જોકે ફિલ્મના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે સિદ્ધાર્થ આનંદ કે પછી ઋતિક રોશન તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વોર ની જેમ જ આ ફિલ્મ પણ એક એક્શન થ્રિલર જ હશે. તેમની શૂટિંગ ખૂબ જ મોટાપાયે શૂટ કરવામાં આવશે. ઋત્વિક રોશનના પ્રશંસક તેમને ખૂબ જ જલ્દી મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે.