૨૦૨૧ : કુંભ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા, જાણો કેવુ રહેશે નવુ વર્ષ

Posted by

વર્ષ ૨૦૨૦ ખૂબ જ ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું હતું. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીએ સંપૂર્ણ દુનિયાની સામે સતત મુશ્કેલ પરિસ્થિતિઓ પેદા કરી હતી. તેવામાં નવું વર્ષ એટલે કે ૨૦૨૧ પાસેથી લોકોને ખૂબ જ આશાઓ છે. દરેક લોકો ૨૦૨૦ ને ભુલાવીને ૨૦૨૧માં નવી શરૂઆત કરવા માંગે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર વર્ષ ૨૦૨૧ પાછલું વર્ષ ૨૦૨૦ ની જેમ પડકારજનક હશે નહી, પરંતુ આ વર્ષ પણ કંઈ ખાસ રહેશે નહી. જોકે આજે અમે કુંભ રાશિના વિશે તમને જણાવીશું કે આખરે આ રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧ શું લઈને આવી રહ્યું છે.

કુંભ રાશિના જાતકોને વર્ષ ૨૦૨૧ માં ઘણું બધું નવું જોવા મળશે. આ વર્ષે તમે અમુક નવી યોજનાઓ પર કામ કરશો અને તેને પૂરી કરવા માટે તમે ખૂબ જ તનતોડ મહેનત પણ કરશો. તેવામાં તમારા આ પ્રયાસો નિષ્ફળ જશે નહી અને તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. તમારે નવા વર્ષમાં કોર્ટ-કચેરીના મામલાઓથી બચીને રહેવું પડશે, નહીતર કોઈ મોટી પરેશાનીમાં મુકાઇ શકો છો. તો ચાલો જાણી લઈ આખરે કુંભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય, શિક્ષા, કરિયર અને આર્થિક મોરચા પર કેવું રહેશે.

સામાન્ય

આ વર્ષે તમે પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ગંભીર રહેશો. આ દરમિયાન તમે પોતાના ભવિષ્યની યોજનાઓની આધારશીલા રાખશો. તેવામાં તરત જ લાભનાં મોહમાં ના આવીને ભવિષ્યનાં લાભને લઈને આગળ ચાલવું. આ વર્ષે જો તમે રોકાણ કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા અમુક બગડેલા કાર્યો આ વર્ષે બનશે. નવા વર્ષમાં તમે અમુક અનોખા પ્રયોગ પણ કરી શકો છો. જો કોઈ ન્યાયિક મામલાઓમાં ફસાયેલા છો તો બેદરકારી દાખવવી નહી. નવા વર્ષના મધ્યમાં તમને અમુક સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને આ વર્ષે સફળતા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમારી મુલાકાત નવા લોકો સાથે થશે. ઘરમાં આવનાર મહેમાનોનો આદર કરવો. કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિદેવનાં સાડાસાતીના પહેલુ ચરણ તમને અમુક અપ્રત્યાશિત પરિણામ આપી શકે છે.

નોકરી

નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં દૃઢતાથી પોતાની જગ્યા બનાવી રાખવી પડશે. વર્ષની શરૂઆતમાં તમને પોતાની મહેનતનું ફળ અપેક્ષાકૃત ઓછું મળશે, પરંતુ તેનાથી તમારે નિરાશ થવાની આવશ્યકતા રહેશે નહી, મહેનત ચાલુ રાખશો તો આગળ જતાં સારા પરિણામ અવશ્ય મળશે. નવા વર્ષના અંતમાં ઉત્સાહજનક પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે, જે વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો તમારા માટે નવુ વર્ષ સામાન્ય રહેશે. જો તમે ખાણી-પીણીમાં બેદરકારી દાખવશો તો બિમારીઓની ઝપેટમાં આવી શકો છો. તેવામાં પ્રયત્નો કરવા કે બહારની તળેલી ચીજો ખાવાની જગ્યાએ ઘરમાં સંતુલિત આહાર લેવો. પાચનતંત્રનું ધ્યાન રાખવું, નહીંતર પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેના સિવાય તમારો કોઈ જુનો રોગ ફરી સામે આવી શકે છે. નવા વર્ષના જુલાઇ મહિના બાદ તમારું સ્વાસ્થ્ય સ્થિર રહેશે.

શિક્ષા

શિક્ષણની દ્રષ્ટિએ જોવામાં આવે તો તમારા માટે નવુ વર્ષ શુભ રહેશે. વિદ્યાર્થીઓએ આ વર્ષે વધારે મહેનત કરવી પડશે અને તેમને મન મુજબ સફળતાઓ પણ પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને પણ સફળતા મળી શકે છે. નવા વર્ષમાં તમે પોતાના લક્ષ્યના પ્રત્યે વધારે ગંભીર રહેશો. સાથે જ તમને મિત્રો તરફથી પણ સહયોગ પ્રાપ્ત થશે. કુંભ રાશિના વિદ્યાર્થીઓ ૨૦૨૧માં ઉચ્ચ શિક્ષાની અપેક્ષાએ સ્કૂલી શિક્ષામાં વધારે સારું પ્રદર્શન કરશે.

વ્યવસાય

વ્યવસાયના ક્ષેત્રમાં સક્રિય લોકોએ ધૈર્યથી કામ લેવાની આવશ્યકતા રહેશે. તમારા વ્યવસાયમાં નવા વર્ષમાં અવરોધ જરૂર ઉત્પન્ન થશે પરંતુ તે અવરોધોનો તમારે ખૂબ જ ચતુરાઈપૂર્વક સામનો કરવો પડશે. વર્ષ ૨૦૨૧માં તમારા માટે સફળતાની ટકાવારી કંઈ ખાસ સારી રહેશે નહી. અનાવશ્યક ઉર્જા લગાવવાથી બચવું. જવાબદારીઓને બધામાં વહેંચીને કાર્ય કરતાં રહેવું. નવા વર્ષમાં તમારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. વર્ષના અંત સુધીમાં તમારો વ્યવસાય વધારે અસરદાર અને લાભકારી રહેશે.

પ્રેમજીવન

નવા વર્ષમાં તમારે પ્રેમની બાબતમાં વધારે ઉત્સાહ બતાવવાથી બચવું પડશે. પોતાની ભાવનાઓ પર કાબુ રાખવો અને તમારા પાર્ટનરનું પૂરું સન્માન કરવું, નહીંતર પાર્ટનરની નારાજગી તમારે સહન કરવી પડી શકે છે. પાર્ટનરને એવા વચનો ના આપવા જે તમે પૂરા કરી ના શકો. જો તમે સિંગલ છો અને નવા પાર્ટનરની તલાશ કરી રહ્યા હોય તો નવા વર્ષમાં તમારી તલાશ પૂરી થઈ શકે છે. નવા સંબંધમાં આવ્યા બાદ સ્પષ્ટતા બનાવી રાખવી અને ખોટું બોલવાથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *