૨૦૨૧ નવા વર્ષમાં આ રાશિઓને મળશે તેમની મહેનતનું ફળ, જ્યારે બાકી રાશિઓએ રહેવું પડશે સંભાળીને

Posted by

જ્યોતિષ ગણના અનુસાર નવું વર્ષ ઘણા શુભ યોગમાં આવી ચૂક્યું છે. જેનો બધી જ ૧૨ રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડશે. આખરે કઇ રાશિવાળા લોકોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે અને કઈ રાશિઓએ નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને તેમના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ ધન અને સન્માન સંબંધિત વિશેષ અવસર લઇને આવશે. તમને પોતાની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમારા ભાગ્યના સિતારાઓ બુલંદ રહેશે. તમને કામકાજમાં સતત સફળતા મળશે. ઘર-પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. તમે પોતાની મધુર વાણીથી લોકોનું દિલ જીતી શકશો. કોઈ જુનો વાદ વિવાદ ખતમ થઈ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકો માટે નવુ વર્ષ ધન, વૃદ્ધિ અને આવકના નવા સ્ત્રોત લઈને આવશે. તમને પોતાની યોજનાઓનો સારો ફાયદો મળશે. કોઈ જગ્યાએ તમારા અટવાયેલા પૈસા નવા વર્ષમાં તમને પરત મળશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થવાની સંભાવના છે. ઘરના વડીલોનો તમને સહયોગ મળશે. વ્યવસાયમાં ભારે નફો મળવાના સંકેત નજર આવી રહ્યા છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો માટે નવુ વર્ષ ઘણી વિશેષતાઓ લઈને આવશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. નવા-નવા સંબંધોથી તમને લાભ મળી શકે છે. પરિવારના લોકોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં પ્રગતિની સાથે આવકમાં પણ વધારો થવાની ખુશખબરી મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોના અધૂરા કામ નવા વર્ષમાં પૂરા થઈ શકે છે. ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ પ્રાપ્ત થશે. વિદેશથી ખુશખબરી મળવાની સંભાવના નજર આવી રહી છે. મિત્રોની સહાયતાથી આર્થિક નફો મળી શકે છે. વાહન-સુખની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ મહત્વપૂર્ણ મામલામાં તમે નિર્ણય લઈ શકો છો, જેમનો તમને સારો લાભ મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો માટે નવુ વર્ષ ભાગ્યશાળી સાબિત થશે. તમને પોતાના પ્રત્યેક કાર્યમાં લાભ મળવાની સંભાવના છે. તમારી મહેનત રંગ લાવશે. વ્યવસાયમાં વધારે માત્રામાં ધન લાભ મળી શકે છે. પરિવારમાં માન-સન્માન મળશે. સામાજિક ક્ષેત્રમાં આગળ આવીને ભાગ લેશો. પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ થઈ શકે છે. વ્યવસાયમાં વિસ્તાર થવાની સંભાવના નજર આવી રહી છે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ વધારે શુભ ફળ આપનારું રહેશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ નિર્મિત થશે. પરિવારના લોકોની સાથે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવા વિશે વિચારી શકો છો. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરી શકશો. સામાજિક ક્ષેત્રમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન લાભ મળવાની સંભાવના છે. નોકરીના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. તમે પોતાની મહેનતથી બધા જ રોકાયેલા કામ પૂરા કરી શકશો.

મકર રાશિ

મકર રાશિવાળા લોકો માટે નવુ વર્ષ પારિવારિક ખુશીઓ લઈને આવશે. પરિવારમાં મંગલ કાર્ય સંપન્ન થઇ શકે છે. તમે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે સંબંધો મધુર બનશે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. ધન પ્રાપ્તિના યોગ નજર આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ખાણી-પીણીમાં રૂચિ વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ માં પ્રગતિ અથવા ધન પ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે. કામકાજમાં કરવામાં આવેલી મહેનતનું ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના નજર આવી રહી છે. ઘરેલું સુખ-સાધનોમાં વધારો થશે. નવું વાહન ખરીદી શકો છો. તમારી મહેનતથી સિતારાઓ બુલંદ થશે. કોર્ટ-કચેરીની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

ચાલો જાણી લઈએ બાકી રાશિઓની કેવી રહેશે સ્થિતિ

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો નવા વર્ષમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. વ્યવસાયમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જળવાઈ રહેશે. નોકરીયાત લોકોએ થોડું સંભાળીને રહેવું પડશે કારણ કે મોટા અધિકારીઓ સાથે કોઇ વાતને લઇને તકરાર થઇ શકે છે. જમીન સંબંધિત કામોમાં સાવધાની રાખવી પડશે. રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ અશુભ સાબિત થશે. કામકાજમાં અડચણો ઉત્પન્ન થવાની સંભાવના નજર આવી રહી છે. આવકના સ્ત્રોત જળવાઈ રહેશે પરંતુ તેના અનુસાર ખર્ચાઓ પણ વધારે રહેશે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જરા પણ બેદરકારી દાખવવી નહી. તમારે પોતાના શત્રુઓથી સતર્ક રહેવાની આવશ્યકતા રહેશે. કોઇ મિત્ર સાથે મામૂલી વાતને લઇને વિવાદ થવાની સંભાવના નજર આવી રહી છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકો માટે નવુ વર્ષ શુભ રહેશે નહી. કામકાજની બાબતમાં વધારે ભાગદોડ કરવી પડશે. કામકાજમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે. અંગત જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થવાની સંભાવના નજર આવી રહી છે. ધર્મ-કર્મના કામોમાં વધારે પૈસા ખર્ચ થશે. સંતાન તરફથી ચિંતા વધારે રહેશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો માટે નવુ વર્ષ સામાન્ય રહેશે. તમારે કામકાજની બાબતમાં વધારે મહેનત કરવી પડી શકે છે. ભૌતિક સુખ સાધનોને વધારવામાં તમે સફળ રહેશો. તમારે કોઈપણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન આપવું નહી. પારિવારિક મતભેદથી બચવું. તમારે પોતાની વાણી પર કંટ્રોલ રાખવું પડશે. ખાણીપીણીમાં સુધારો કરવો જરૂરી રહેશે, નહીતર સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *