જૂનું વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦ અમુક ખાટી-મીઠી યાદોની સાથે ખૂબ જ જલદી ખતમ થવા જઈ રહ્યું છે અને બધા જ લોકો ખૂબ જ આતુરતાથી નવું વર્ષ ૨૦૨૧ ની સ્વાગત કરવાની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એવું જ ઇચ્છે છે કે તેમનું આવનારું વર્ષ હસી-ખુશીથી પસાર થાય. તેમને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો ના પડે. ભલે જુનુ વર્ષ ગમે તેવું પસાર થયું હોય પરંતુ નવા વર્ષમાં લોકોને એવી જ ઈચ્છા રહેતી હોય છે કે ભૌતિક સુખ-સુવિધાઓની કોઈ કમી ના રહે. જ્યોતિષ ગણના અનુસાર અમુક રાશિના લોકો એવા છે જેમનું નવું વર્ષ આર્થિક દ્રષ્ટિએ મજબૂત રહેશે. ગ્રહ નક્ષત્રોના શુભ સંકેતથી આ રાશિવાળા લોકોને આર્થિક સફળતા મળશે. તો ચાલો જાણી લઈએ રાશિ અનુસાર નવા વર્ષમાં તમારો આર્થિક જીવન કેવું રહેશે.
મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોનું નવું વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી પહેલા કરતાં સારું રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હોય તો તે તમને નવા વર્ષમાં પરત મળશે. નોકરીના ક્ષેત્રમાં પણ પ્રગતિ મળવાની સંભાવના છે. તમે પોતાના સારા પ્રદર્શનથી મોટા અધિકારીઓને ખુશ કરી શકશો.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. રોકાયેલું કામ ખૂબ જ ઝડપથી સંપન્ન થશે. પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકશો. તમે નવા વર્ષમાં પોતાનું સપનું પૂરું કરી શકો છો. જમીન સંપત્તિ સંબંધિત મામલાઓમાં ફાયદો મળશે. કોઈ જૂના રોકાણનો ભારે નફો મળશે. શેરબજાર સાથે જોડાયેલા લોકોને ધન પ્રાપ્તિના યોગ નજર આવી રહ્યા છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી સારું રહેશે. જમીન અને ઘર ખરીદવા માટે નવું વર્ષ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી સંપત્તિમાં વધારો થશે. વ્યવસાયમાં ભારે નફો મળવાની સંભાવના છે. ઘણા લાંબા સમયથી અટવાયેલા પૈસા તમને પરત મળશે. સમયની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનતી રહેશે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમારી મહત્વની ભૂમિકા રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક દષ્ટિએ મજબૂત રહેશે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થઇ શકે છે. રોકાણ કરવાથી સારો નફો મળશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકશો. શેરબજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળી શકે છે. આર્થિક સહાયતા પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના નજર આવી રહી છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ખૂબ જ સારી રહેશે. પરિવારના બધા જ લોકો તમને સહાયતા કરશે. જો તમે વ્યવસાયમાં રોકાણ કરવા માંગતા હોય તો તેનું સારું પરિણામ પ્રાપ્ત થઇ શકશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોનું વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી શુભ સંકેત આપી રહ્યું છે. આવકમાં વધારો થશે. વ્યવસાયમાં લાભ મળવાની સંભાવના છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો, જે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. જૂની લેવડ-દેવડથી તમને ધન લાભ થઈ શકે છે. જમીન અને શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં પરિવારના અનુભવી લોકોની સલાહ જરૂર લેવી, તેનાથી તમને ફાયદો મળશે.
ચાલો જાણી લઈએ બાકી રાશિઓની કેવી રહેશે સ્થિતિ
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી સામાન્ય રહેશે. ધન સંબંધિત મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડશે. પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું. ખાસ કરીને જો તમે કોઈને પૈસા ઉધાર આપી રહ્યા હોય તો પહેલા ખૂબ જ સમજી વિચારીને જ આગળ વધવું. આવકના સ્ત્રોતમાં અડચણો આવી શકે છે. ઘર-પરિવારનો પૂરો સહયોગ મળશે. તમને તે સલાહ આપવામાં આવે છે કે તમે પોતાની મહેનતથી કમાણી કરેલા ધનને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧માં બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક પક્ષ કમજોર રહેશે. તમારે પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખર્ચાઓ કરવા પડશે. નવા વર્ષમાં રોકાણ સંબંધિત યોજનાઓથી દૂર રહેવું. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. કોઈ કામને પૂરું કરવા માટે તમારે આર્થિક મદદ લેવી પડી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોનું વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી કમજોર રહેશે. ધન સંબંધિત મામલાઓને લઈને તમે થોડા ચિંતિત નજર આવશો. પૈસા ખર્ચ કરતા સમયે તમારે સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. અચાનક અટવાયેલા પૈસા પરત મળી શકે છે. તમે પોતાના ભવિષ્ય માટે ધન સંચય કરવાના પ્રયત્ન કરશો. માતા-પિતાના આશીર્વાદ મળશે. અચાનક બાળકો તરફથી ઉન્નતિની ખુશખબરી મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી કમજોર રહેશે. ખર્ચાઓમાં વધારો થઈ શકે છે, જેના કારણે તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે. કોઈપણ જગ્યાએ પૈસા રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારી લેવું જોઈએ. પોતાના વાહન પાછળ વધારે ધન ખર્ચ થઈ શકે છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ પૈસાનું રોકાણ કરતાં સમયે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે, નહિતર તમને ભારે નુકસાન થવાની સંભાવના નજર આવી રહી છે.
ધન રાશિ
ધન રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ ધન સંબંધિત મામલાઓમાં કઠિન રહેશે. સંપૂર્ણ વર્ષ તમે પૈસા કમાવવા માટે સખત મહેનત કરશો. ક્યારેક ક્યારેક તમને સફળતા પણ મળી શકે છે. તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારી લેવું. પરિવારની જરૂરિયાતોની પાછળ વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે માનસિક ચિંતા વધારે રહેશે.
મકર રાશિ
મકર રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી ઉતાર-ચઢાવ ભરેલું રહેશે. પહેલાની તુલનામાં વધારે પૈસા ખર્ચ થશે. પૈતૃક સંપત્તિને લઈને વાદ-વિવાદ થવાની સંભાવના નજર આવી રહી છે. આવક માટે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે, ત્યારે તમને નફો મળશે. કોઈપણ મોટું રોકાણ કરવાથી બચવું પડશે નહીતર નુકસાન થઈ શકે છે. તમે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરજ લઈ શકો છો.
મીન રાશિ
મીન રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ આર્થિક રૂપથી મધ્યમ ફળદાયી રહેશે. જો તમે જમીન સંબંધિત રોકાણ કરવા માંગતા હોય તો તમને ફાયદો મળી શકે છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ સતર્ક રહેવું પડશે. અચાનક કોઈ કામમાં વધારે ધન ખર્ચ થવાની સંભાવના નજર આવી રહી છે. ઘરેલુ સુખ-સાધનોમાં વધારે પૈસા ખર્ચ થવાની સંભાવના રહેલી છે. જો તમે ધન સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા હોય તો ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું.