૨૫ વર્ષ બાદ આટલી બદલાઈ ચૂકી છે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મની છૂટકી, જાણો હવે ક્યાં છે

શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” તે ફિલ્મોમાંથી એક છે જેમણે સિલ્વર સ્ક્રીન પર ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. તે એ જ ફિલ્મ છે જેમણે શાહરૂખ ખાનને કિંગ ઓફ રોમાન્સનું બિરુદ આપ્યું છે. વળી કાજોલ આ ફિલ્મના લીધે એક નવા સ્થાન પર પહોંચી ગઈ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મની ૨૫મી એનિવર્સરી ૨૦ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. જી હા, ૨૦ ઓક્ટોબર ૧૯૯૫ નાં રોજ આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. પરંતુ ૨૫ વર્ષ પસાર થયા બાદ પણ આ ફિલ્મનો જાદુ હજુ સુધી લોકોમાં ઓછો થયો નથી.

જણાવી દઈએ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મના બધા જ કિરદાર આજે પણ લોકોને યાદ છે. ભલે તે બાબુજીના રોલમાં અમરીશ પુરી હોય, રાજ નાં રોલમાં શાહરુખ ખાન હોય, સીમરન ના રોલમાં કાજોલ હોય કે પછી કુલ ડેડ ના રોલમાં અનુપમ ખેર હોય, આ બધા જ કિરદાર આજે પણ લોકોને યાદ છે. તેના સિવાય આ ફિલ્મનું વધારે એક યાદગાર પાત્ર છૂટકી છે. જી હા, સીમરનની નાની બહેન છૂટકી. ડીડીએલજે નો ઉલ્લેખ હોય અને સીમરની નાની બહેન છૂટકીની વાત ના થાય તો તે અન્યાય હશે.

ડીડીએલજે ની વાત થતાં જ બાકી કિરદારોની સાથે સાથે છૂટકીની યાદો પણ લોકોના મગજમાં જરૂર તાજી થઈ જાય છે. યાદ અપાવી દઇએ કે છૂટકી જ તે કિરદાર હતી, જેમણે રાજ-સિમરનને એક કર્યા હતાં. શું તમે જાણો છો હવે તે છૂટકી ક્યાં છે ? શું કરે છે અને કેવી દેખાય છે ? જો નહી તો ચાલો અમે તમને જણાવી દઈએ છુટકી નાં વિશે.

છૂટકી ની તસ્વીરો જોઇને થઇ જશો ફિદા

“દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” માં માસુમ દેખાવા વાળી છૂટકી હવે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિસ થઈ ગઈ છે. જણાવી દઈએ કે ફિલ્મમાં છૂટકીનુ પાત્ર ભજવવા વાળી એક્ટ્રેસ પૂજા રૂપારેલ હવે ૩૯ની થઈ ચૂકી છે. ડીડીએલજે ફિલ્મ એ તેમને ખૂબ જ ફેમસ કરી દીધી હતી અને આ ફિલ્મ બાદથી તેમને લોકો છૂટકીનાં નામથી જ જાણતા હતા.

જોકે પૂજાએ પાછલા ઘણા લાંબા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સતત પોતાના ફોટોઝ અને વિડિયોઝ પોતાના ફેન્સની સાથે શેર કરતી રહે છે.

જાણો હવે શું કરે છે ડીડીએલજે ની છૂટકી

જાણવા મળ્યું હતું કે પૂજા એક્ટિંગની જગ્યાએ સિંગગ અને સ્ટેન્ડ-અપ કોમેડિનાં ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું અને પોતાની અલગ ઓળખાણ બનાવી છે. જણાવી દઈએ કે પૂજા રૂપારેલ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સિંગર સ્ટેન્ડ-અપ કોમેડિયન હોવાની સાથે-સાથે સ્ક્રીપ્ટ રાઈટીંગનું પણ કામ કરે છે. તેના સિવાય તેમણે આઇકોડો માર્શલ આર્ટસની ટ્રેનિંગ લીધી છે અને હવે પ્રોફેશનલ રીતે બાળકોને માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પૂજા રૂપારેલ સોનાક્ષી સિંહાની કઝિન સિસ્ટર છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ ૧૯૯૧માં રીલિઝ થયેલી ફિલ્મ કિંગ અંકલ થી બોલિવૂડની દુનિયામાં પગલું માંડ્યું હતું પરંતુ આ ફિલ્મથી તેમને કોઈ ખાસ ઓળખ મળી શકી નહી. તેમને ઓળખ મળી વર્ષ ૧૯૯૫ માં રિલીઝ થયેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થી. આ ફિલ્મમાં તેમના છૂટકીના પાત્રને ખુબ જ પ્રશંસા મળી હતી.

એકવાર ઇન્ટરવ્યૂમાં તેમણે ખૂબ જ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. પૂજાએ કહ્યું હતું કે લગભગ ૧૩ વર્ષની ઉંમરમાં જ તેમને લગ્ન માટે પ્રપોઝલ મળવા લાગ્યા હતા. સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે તે દિવસોમાં તેમનું ઈ-મેલ બોક્સ લગ્નના પ્રપોઝલથી ભરાયેલું રહેતું હતું. જોકે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ બાદ તેમણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું અને ૨૦ વર્ષ પછી વર્ષ ૨૦૧૫ માં તેમની ફિલ્મ “X: Past Is Present” રિલીઝ થઈ હતી પરંતુ તે ફ્લોપ રહી. પૂજા કહે છે કે તેમણે ક્યારેય પણ ફિલ્મી દુનિયાથી લગાવ રહ્યો નથી તેથી તેમણે એક્ટિંગની દુનિયાથી દુર પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.

જો ડીડીએલજે હાલના સમયમાં બનત તો આટલી કમાણી કરી હોત

આદિત્ય ચોપડા નિર્દેશક આ ફિલ્મ ૧૦ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. આ ફિલ્મને બનાવવામાં ૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમણે પુરા દેશમાં ૮૯ કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. સાથે જ ઓવરસીઝ માર્કેટમાં આ ફિલ્મે ૧૩.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ ૧૯૯૫માં આ ફિલ્મ એ કુલ ૧૦૨ કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી. જો આ ફિલ્મ આજના સમયમાં બનતી તો તેમનું કુલ કલેક્શન ૫૨૪ કરોડ રૂપિયા હોત.