૨૫૦૦ બાળકોના પિતા બનવા માંગે છે આ વ્યક્તિ, અત્યાર સુધીમાં ૧૫૦ મહિલાઓને કરી દીધી છે પ્રેગ્નેન્ટ

જીવનમાં દરેક વ્યક્તિનો પોતાનો એક અલગ ટાર્ગેટ હોય છે. જેમ કે કોઈ વિશેષ કરિયરમાં સફળતા મેળવવા માંગે છે, કોઈ દુનિયા ફરવા માંગે છે તો કોઈ નામ અને પૈસા કમાવવાનો ટાર્ગેટ રાખે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવી શું જેમના જીવન નો ટાર્ગેટ ૨૫૦૦ બાળકોના પિતા બનવાનો છે. રસપ્રદ વાત એ છે કે આ વ્યક્તિ એ અત્યાર સુધીમાં ૧૫૦ મહિલાઓને પ્રેગ્નેન્ટ પણ કરી ચૂક્યો છે.

હકીકતમાં અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છે તે એક સ્પર્મ ડોનર છે. ૪૯ વર્ષીય આ વ્યક્તિનું નામ જોએ છે, જે અમેરિકાના વર્માટમાં રહે છે. જોએ ને તે મહિલાઓને પ્રેગ્નેન્ટ કરીને ખુશી મળે છે જે માં બનવા માંગતી હોય છે. મહિલાઓને માં બનાવવા માટે જોએ ની પાસે બે રીતો હોય છે.

પહેલાં તે તેમને પર્સનલી મળીને તેમને માં બનાવી દે છે તો બીજી રીતમાં તે ફક્ત પોતાનો સ્પર્મ ડોનેટ કરે છે અને બાદમાં મહિલા મેડિકલ ટેકનિકની સહાયતાથી તે સ્પર્મને પોતાની અંદર નાખે છે અને ગર્ભવતી બની જાય છે.

પોતાના ૨૫૦૦ બાળકોના ટાર્ગેટને પૂરા કરવા માટે જોએ દર સપ્તાહે પાંચ મહિલાઓને મળે છે. તે પોતાના સ્તર પર તો કોશિશ કરે જ છે પરંતુ ઘણી મહિલાઓ પણ તેમનો ઓનલાઇન સંપર્ક કરતી હોય છે. તે આ કામ માટે વિદેશ પણ જાય છે. લોકડાઉનમાં પણ તેમણે ૬ બાળકોના પિતા બનવાનો એક અનોખો રેકોર્ડ પણ બનાવી લીધો છે.

૧૫૦ બાળકોના પિતા બન્યા બાદ જોએ બાદમાં આ બાળકોને મળવા પણ જાય છે. સૌથી સારી વાત એ છે કે તે આ કામ માટે કોઈ પૈસા ચાર્જ કરતા નથી. બસ ફક્ત ટ્રાવેલ કરવાનો ખર્ચો જ લે છે. તે ફક્ત તે મહિલાઓના ચહેરા પર સ્મિત જોવા માંગે છે જે કોઈ કારણવશ પોતાના પતિ દ્વારા તેમના બાળકોની માં બની શકતી નથી.

૨૦૨૦ સમાપ્ત થયા પહેલા તે વધારે ૧૦ મહિલાઓને ગર્ભવતી કરવા માંગે છે. ૪૯ વર્ષીય જોએ હાલમાં તો પોતાના ૨૫૦૦ ના ટાર્ગેટથી ખૂબ જ પાછળ ચાલી રહ્યા છે પરંતુ તેમને આશા છે કે તે આ ટાર્ગેટને એકદિવસ જરૂર મેળવી લેશે.

યાદ અપાવી દઇએ કે સ્પર્મ ડોનરની ઉપર બોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચૂકી છે. “વિકી ડોનર” નામવાળી આ ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાના સ્પર્મ ડોનરનો રોલ પ્લે કરી ચૂક્યા છે. જોએ  તો વાસ્તવિક જીવનમાં આવું કામ કરે છે. બસ ફરક એટલો જ છે કે તે આ કામ માટે પૈસા લેતા નથી.