૩ લોકોને પ્રેમ કર્યા બાદ પણ હજુ કુંવારી છે આ અભિનેત્રી, અજય દેવગનનાં કારણે ના થઈ શક્યાં લગ્ન

અભિનેત્રી તબસ્સુમ ફાતિમા હાશમી એટલે કે તબ્બુએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે. ૯૦ નાં દશકમાં તબ્બુને બોલિવૂડમાં એક ખાસ ઓળખ મળી હતી અને તે દરમિયાન તેમણે ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તબ્બુનો જન્મ ૪ નવેમ્બર ૧૯૭૧ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમનો સંબંધ એક મુસ્લિમ પરિવાર સાથે છે. તે સબાના આઝમીની ભત્રીજી અને ફરાહ નાઝની બહેન છે.

નાનપણથી જ કરી રહી છે ફિલ્મોમાં કામ

તબ્બુએ બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૦ માં કરી હતી અને તે ફિલ્મ “બાઝાર” માં નજર આવી હતી, જોકે આ ફિલ્મમાં તેમનો રોલ કંઈ ખાસ હતો નહી. ત્યારબાદ તબુ “હમ નૌજવાન” ફિલ્મમાં નજર આવી હતી, જેમાં તે દેવાનંદની દિકરી બની હતી. આ ફિલ્મ દરમિયાન તબ્બુની ઉંમર ૧૪ વર્ષની હતી. આ ફિલ્મમાં તબ્બુનાં પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને ધીમે ધીમે તેમને બોલિવૂડમાં ઓળખ મળવા લાગી હતી.

લીડ એક્ટ્રેસ તરીકે તેમણે “પહેલા પહેલા પ્યાર” ફિલ્મમાં કામ કર્યું હતું, ત્યારબાદ તેમણે ઘણી બધી ફિલ્મો કરી. “માચીસ” ફિલ્મમાં તબ્બુનાં પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તબ્બુએ કાલાપાની, અસ્તિત્વ, ચાંદની બાર, મકબુલ અને હૈદર જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને ઘણા બધા પુરસ્કાર પોતાના નામે કર્યા. જોકે આટલી સફળ થવા છતાં પણ ૪૯ વર્ષની તબ્બુ હજુ પણ એકલી છે. તબ્બુએ ઘણા બધા હીરોને ડેટ કર્યા હતા પરંતુ પ્રેમમાં તેમના નસીબે તેમને સાથ આપ્યો નહી.

ફિલ્મોમાં કામ કરવા દરમિયાન તબ્બુએ અભિનેતા સંજય કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ થોડા સમય બાદ જ તે બંને અલગ થઈ ગયા. સંજય કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ તબ્બુએ પોતાનું બધું જ ધ્યાન પોતાના કરિયરમાં લગાવવાનું શરૂ કરી દીધું, વળી તે દરમિયાન તેમના જીવનમાં સાજિદ નડિયાદવાલા આવ્યા. તબ્બુને નિર્દેશક-નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે પ્રેમ થઈ ગયો અને તે બંને એકબીજાની સાથે ઘણો સમય પસાર કરતા હતા.

કહેવામાં આવે છે કે તે બંનેનું અફેર તે સમયે શરૂ થયું હતું જ્યારે સાજીદની પત્નિ દિવ્યા ભારતીનું મૃત્યુ થયું હતું. તબ્બુએ સાજીદને દિવ્યા ભારતીનાં મૃત્યુનાં શોકમાંથી બહાર લાવવા માટે ખૂબ જ મદદ કરી હતી અને આ દરમિયાન તે બંને એકબીજાની નજીક આવી ગયા હતા પરંતુ થોડા સમય બાદ સાજીદ અને તબ્બુએ એકબીજાથી અંતર બનાવી લીધું.

તબ્બુએ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનને લગભગ ૧૦ વર્ષથી વધારે સમય સુધી ડેટ કર્યું હતું જો કે જ્યારે તે બન્ને રિલેશનશિપમાં હતાં તે સમયે નાગાર્જુન પરણિત હતાં પરંતુ તેમ છતાં પણ તબ્બુએ નાગાર્જુનની સાથે પ્રેમ કરવાની હિંમત બતાવી અને ૧૦ વર્ષથી વધારે સમય સુધી તેમનું અફેર ચાલ્યું. તબ્બુને લાગ્યું કે કદાચ નાગાર્જુન પોતાની પત્નીને છોડીને તેની સાથે લગ્ન કરી લેશે પરંતુ નાગાર્જુન પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમણે પોતાના લગ્નજીવનને જાળવી રાખવાનો નિર્ણય કર્યો, જેના લીધે તબ્બુ પાછળ હટી ગઈ. તેમને સમજાઈ ગયું કે નાગાર્જુન તેની સાથે લગ્ન કરશે નહી. આ રીતે તબ્બુ ત્રીજીવાર પણ પ્રેમમાં નિષ્ફળ રહી.

જે સમયે તબ્બુની લવ લાઈફ ખરાબ ચાલી રહી હતી, તે સમયે તેમની ફિલ્મો ખૂબ જ હિટ થઇ રહી હતી. તબ્બુએ અજય દેવગનની સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે ફિલ્મો હિટ રહી હતી. અજય દેવગણ અને તબુ એકબીજાના ખૂબ જ સારા મિત્રો છે.

તબુ એ એક ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તેમના લગ્ન અજય દેવગણનાં કારણે થઈ શક્યા નથી. હકીકતમાં અજય દેવગન તબ્બુને પહેલાથી જ જાણતા હતા અને તે એક જ પડોશમાં રહેતા હતા. તબ્બુનાં અનુસાર જ્યારે પણ કોઇ યુવક તેમને હેરાન કરે છે તો અજય દેવગન તેમને ધમકાવી દેતા હતા. તબુએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું અને અજય ૨૫ વર્ષથી એકબીજાને જાણીએ છીએ. હકીકતમાં અજય મારા કઝીન સમીર આર્યનાં પાડોશી અને ક્લોઝ ફ્રેન્ડ હતા. તે બંને મારા પર નજર રાખતા હતા. વળી જ્યારે પણ કોઈ યુવક મારી સાથે વાત કરતો, તો બંને તેમને મારતા હતા. જેના લીધે જ હું સિંગલ રહી ગઈ.

વળી એક ઇન્ટરવ્યૂમાં તબ્બુએ કહ્યું હતું કે અજય હવે ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉ. હું દરેક વખતે અજયને કહું છું કે મારા માટે યુવક શોધો. પરંતુ તે એક મજાક છે, તે આજે પણ ખૂબ જ પ્રોટેક્ટિવ છે. બધા જ અભિનેતાઓમાંથી મારા માટે ફક્ત અજય મહત્વ રાખે છે.

બાળકો માટે લગ્ન નથી જરૂરી

ભલે તબ્બુએ લગ્ન ના કર્યા હોય પરંતુ તે માં બનવાના સપના જરૂર જુએ છે. તબ્બુનાં અનુસાર દરેક મહિલાને માં બનવાનો હક છે, ભલે પછી તેમના લગ્ન થયા હોય કે ના થયા હોય. તબ્બુએ કહ્યું કે લગ્ન વગર જો  મારે બાળકો જોઈએ તો મને કોઈપણ આવું કરવાથી રોકી શકે નહી.