૩૦ થી વધારે ઉંમર થઈ ગઈ હોય તો આ ૫ ચીજોથી રહો દૂર, ખૂબ જ સારી રીતે પસાર થશે જીવન

Posted by

ઉંમર વધવાની સાથે-સાથે વ્યક્તિનું શરીર પણ બદલાતું રહે છે. વધતી ઉંમરની સાથે જવાબદારીઓ પણ વધતી હોય છે, જેના લીધે આપણે ઘણા કાર્યો કરવા પડતા હોય છે. જો કે આપણી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવવો એટલો પણ સરળ હોતો નથી, તેથી જે રીતે ચાલી રહ્યું હોય આપણે તેને તેવી રીતે જ ચાલવા દઈએ છીએ પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવું આપણા શરીર માટે યોગ્ય હોતું નથી.

હકીકતમાં વધતી ઉંમરની સાથે આપણી લાઈફ સ્ટાઈલમાં પણ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આપણી ઉંમરની અસર આપણા શરીર, સ્વાસ્થ્ય અને કૈપબિલિટી પર પણ પડે છે. વ્યક્તિના જીવનમાં ૩૦ વર્ષની ઉંમર પછી ઘણા બધા બદલાવ આવે છે સાથે જ આ એક એવી ઉંમર હોય છે જ્યારે વ્યક્તિ ઘણી બધી જવાબદારીઓથી ઘેરાયેલ હોય છે. તેઓમાં તેમની લાઈફ સ્ટાઈલની સાથે સાથે બાકીની ચીજો પણ બદલાઈ જતી હોય છે.

આ ઉંમરમાં કરિયર, ઘરની જવાબદારી પોતાની ચરમસીમા પર હોય છે. તેવામાં આ ઉંમર પછી કોઈપણ વ્યક્તિનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. આજની આ સ્ટોરીમાં અમે તમને અમુક એવા બદલાવના વિશે જણાવીશું જેને ૩૦ વર્ષની ઉમર પછી દરેક વ્યક્તિએ અપનાવી લેવા જોઈએ કારણ કે ભવિષ્યમાં તે એક સ્વસ્થ જીવનનો આનંદ લઈ શકે.

ખાવામાં આ ચીજોથી રહો દૂર

આપણી લાઈફ સ્ટાઈલની અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેવી આપણી લાઈફસ્ટાઈલ રહે છે તેવું આપણું સ્વાસ્થ્ય પણ રહે છે. બાળપણમાં આપણું શરીર ભોજનને સારી રીતે પચાવી લેતું હોય છે કારણ કે એક બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હોય છે વળી જ્યારે આપણે મોટા જઈએ છીએ તો રોગપ્રતિકારક શક્તિ કમજોર પડવા લાગે છે અને આ સ્થિતિમાં કંઈપણ ખાવું આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

તેથી વધતી ઉંમરની સાથે લાઇફ-સ્ટાઇલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. ૩૦ ની ઉંમર પછી ખાંડ, મેંદો, તળેલું ભોજન કે પછી બહારની ખાણી-પીણી જેટલું બની શકે તેટલું ઓછું કરી દેવું જોઈએ. જો તમે આવું કરો છો તો બિમારીઓ તમારાથી ખુબ જ દૂર રહે છે. ૩૦ની ઉંમર પછી ડાયટમાં લીલા શાકભાજી, દાળ અને ફ્રૂટનાં સેવન પર વધારે ભાર મૂકવો જોઈએ.

રાખો વજન પર નિયંત્રણ

ઘણા લોકોનું વજન ૩૦ ની ઉંમર સુધી પહોંચતા પહોંચતા ખૂબ જ વધી જતું હોય છે. વળી અમુક લોકોનું વજન ૩૦ ની ઉંમર પછી વધવાનું શરૂ થતું હોય છે. જોકે આ ૩૦ વર્ષની ઉંમર પછી વજન વધવા પર ઘણી બધી બીમારીઓનો સામનો પણ કરવો પડે છે તેથી ૩૦ની ઉંમર પછી વજન નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. બની શકે તો દરરોજ ૧ કલાકનું વર્કઆઉટ પોતાની લાઈફ સ્ટાઈલમાં સામેલ કરી લેવું જોઈએ.

સવારે જલ્દી ઉઠો

આમ તો સવારે જલ્દી ઉઠવાને હંમેશા જ સારું માનવામાં આવે છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે વહેલા ઉઠી નથી શકતા તો આ આદતને ખૂબ જ જલ્દી બદલી નાખો. સવારે જલ્દી ઉઠવાના ઘણા ફાયદાઓ હોય છે. સવારે વહેલા ઊઠીને શુદ્ધ હવા, ફ્રેશ વાતાવરણની મજા જ કંઈક અલગ હોય છે. તે તમને સંપૂર્ણ દિવસ તણાવ મુક્ત રાખે છે અને સવારનું પહેલું કિરણ તમને તરોતાજા કરી દે છે. સવારે વહેલા ઊઠો તો તમે પોતાના કાર્યની શરૂઆત પણ જલદી કરી શકશો. જો તમે સવારે વહેલા ઉઠવાની આદત પાડી દીધી તો જિંદગીભર તમને તેમના ફાયદા મળતા રહેશે.

સ્ટ્રેસને કરો મેનેજ

૩૦ વર્ષની ઉંમરમાં સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જ જરૂરી હોય છે. જો આ ઉંમરમાં તમે સ્ટ્રેસને મેનેજ કરવાનું શીખી લીધું તો આગળ જઈને તમને તેમના ઘણા બધા ફાયદા મળશે. સાથે જ સ્ટ્રેસ મેનેજમેન્ટથી તમારું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે. ૩૦ની ઉંમરમાં મોટાભાગના લોકો પોતાના પરિવાર અને ઘરની જવાબદારીઓ ઉઠાવતા હોય છે, જોકે જોવામાં આવે તો તણાવ જીવનનો એક ભાગ છે પરંતુ તેમને જેટલો ઓછો કરવામાં આવે તેટલું સારું રહે છે.

કૈફીન અને તળેલી ચીજોથી રહો દૂર

૩૦ વર્ષની ઉંમર બાદ વ્યક્તિને એવી બધી ડ્રિંક્સનું સેવન બંધ કરી દેવું જોઈએ જેમાં કેફીનની પ્રચુર માત્રા મળી આવે છે. કેફીન આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે સાથે સાથે તેનાથી આપણી ઊંઘ પણ પ્રભાવિત થાય છે. તેના સિવાય વધતી ઉંમરની સાથે તળેલી ચીજોનું પણ સેવન બંધ કરી દેવું જોઈએ. જો સંપૂર્ણ રીતે બંધ ના કરી શકીએ તો તેનું સેવન ખૂબ જ ઓછું કરી દેવું જોઈએ.

હકીકતમાં ઉંમર વધવાની સાથે બોડીની પાચનક્રિયા પણ કમજોર થવા લાગે છે. આ ઉંમર પછી લોકો એક્ટિવ પણ ઓછા રહે છે તેવામાં જેટલું બની શકે કેટલું તળેલું ખાવાથી કે જંકફૂડથી દૂર રહેવું જોઈએ. આ ખાવાની ચીજોની અસર તમારી ત્વચાની સાથે સાથે તમારા વાળ અને બોડીના ઘણા પાર્ટ્સ પર પણ દેખાવા લાગે છે, તેથી ૩૦ વર્ષની ઉંમર પછી સારી લાઈફસ્ટાઈલ માટે આ ચીજોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *