૩૦ વર્ષ બાદ ભાગ્યશ્રીએ જણાવ્યું બોલીવુડ છોડવાનું કારણ, કહ્યું- તે મને લગ્ન કરીને દૂર લઈ ગયા અને…

Posted by

હિન્દી સિનેમામાં એવું ખૂબ જ ઓછું જોવા મળે છે જ્યારે કોઈ એક્ટર કે એક્ટ્રેસ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોને પોતાના દિવાના બનાવી લે છે. આ સૂચિમાં એક્ટ્રેસ ભાગ્યશ્રીનું નામ સામેલ થાય છે. ભાગ્યશ્રીએ પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં ખાસ ઓળખ બનાવી લીધી હતી. તેમની પહેલી ફિલ્મ હતી “મૈને પ્યાર કિયા”. આ ફિલ્મ વર્ષ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી. આજે પણ ભાગ્યશ્રીને આ ફિલ્મ દ્વારા ઓળખવામાં આવે છે.

બોલીવુડમાં ઘણા એવા કલાકારો પણ રહેલા છે, જે પહેલી ફિલ્મ કે પછી અમુક ફિલ્મો કર્યા બાદ બોલિવૂડથી દૂર થઈ ગયા હોય અથવા તો તે પહેલી ફિલ્મ જેવો જાદુ કરિયરમાં બીજીવાર બતાવી શક્યા ના હોય. ભાગ્યશ્રી પણ તેમનામાંથી એક છે. ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મ દરમિયાન જ લગ્ન કરી લીધા હતાં અને બાદમાં તે હિન્દી સિનેમાથી દૂર થઈ ગઈ.

દરેક લોકોને આશા હતી કે પહેલી જ ફિલ્મમાં શાનદાર અભિનય કરવા વાળી ભાગ્યશ્રી એક સફળ બોલિવૂડ કરિયરની હકદાર બનશે. જોકે લગ્ન કર્યા બાદ એવું થઈ શક્યું નહી. વર્ષ ૧૯૮૯માં તેમણે ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને વર્ષ ૧૯૯૦માં તેમણે હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા.

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીની સાથે આ ફિલ્મમાં સલમાન ખાને પણ કામ કર્યું હતું. ભાગ્યશ્રીની સાથે-સાથે તે સલમાનના કરિયરની પહેલી હિંદી ફિલ્મ હતી. તે બંનેની જોડી પડદા પર હિટ સાબિત થઈ હતી. સલમાન ખાન આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ટોપનાં અભિનેતા છે. જ્યારે ભાગ્યશ્રી પહેલી ફિલ્મ કર્યા બાદ જ ગાયબ થઈ ગઈ હતી.

એક્ટ્રેસ ભાગ્યશ્રીએ તેના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આખરે શા માટે તે પહેલી ફિલ્મ કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ, તેને લઈને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, બિચારા, તેમને તે બધા જ ફેન્સએ ખૂબ જ ખરાબ અપશબ્દો કહ્યાં હશે, જે એ વાતથી નારાજ હતા કે જે મારી સાથે લગ્ન કરીને બોલિવૂડથી મને દૂર લઈ ગયા. દરેક વ્યક્તિએ તેમને ખરાબ અપશબ્દો કહ્યાં હશે. મને લાગે છે કે તે સમયે ફક્ત હું જ હતી, જે તેમને પ્રેમ કરતી હતી. અમે બંને યુવાન હતાં અને એકબીજાને પ્રેમ કરતા હતાં. હવે મને સમજ આવે છે કે તેને ઈર્ષા તો થતી જ હશે કારણ કે કોઈપણ એવું ઇચ્છતું નહીં હોય કે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નિ બધાના દિલમાં રહેતી હોય.

“મૈને પ્યાર કિયા ફિલ્મ માટે રાજી ના હતી ભાગ્યશ્રી

એક ઇન્ટરવ્યૂમાં ભાગ્યશ્રીએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે ફિલ્મ “મૈને પ્યાર કિયા” માં કામ કરવા માંગતી ના હતી. તેમના અનુસાર તે આ ફિલ્મ કરવા માટે રાજી ના હતી પરંતુ ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યાનાં વારંવાર કહેવા પર તેમણે આ ફિલ્મો માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મની અપાર સફળતા બાદ તે હિન્દી સિનેમાથી દૂર થઈ ગઈ. તેમણે બાદમાં “લૌટ આઓ તૃષા” થી કમબેક કર્યું પરંતુ આ શો પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો.

સલમાન-સુરજ લગ્નમાં રહ્યા હતાં હાજર

જણાવી દઈએ કે હિમાલય અને ભાગ્યશ્રીએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતાં. લગ્નનાં સમયે ભાગ્યશ્રીની ઉંમર ફક્ત ૨૧-૨૨ વર્ષની હતી. ભાગ્યશ્રી અને હિમાલયે વર્ષ ૧૯૯૦માં મંદિરમાં સાત ફેરા ફર્યા હતાં. આ લગ્નમાં સલમાન ખાન અને સૂરજ બડજાત્યા પણ પહોંચ્યા હતા.

વર્ષો બાદ ફરી રહી છે પરત

ભાગ્યશ્રીનાં ફેન્સ માટે એક લાંબા સમય પછી સારા સમાચાર આવ્યા છે કે તે હિન્દી સિનેમામાં પરત ફરવાની તૈયારીમાં લાગી ગઇ છે. જાણકારીના અનુસાર ભાગ્યશ્રી ફિલ્મ “રાધેશ્યામ” માં ખૂબ જ જલ્દી જોવા મળશે. આ ફિલ્મમાં દમદાર અભિનેતા પ્રભાસ પણ હશે. વળી ભાગ્યશ્રી એક્ટ્રેસ કંગના રનૌતની સાથે પણ ફિલ્મ “થલાઈવી” માં પણ નજર આવશે. આ ફિલ્મ દક્ષિણ ભારતની પૂર્વ એક્ટ્રેસ અને તામિલનાડુની પૂર્વ સી.એમ. જયલલીતાનાં જીવન પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *