૩૦ વર્ષની થઈ ગઈ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી રાઉત, બિગ બોસ-૮ માં આ કાંડ કરીને આવી હતી ચર્ચામાં

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ સોનાલી રાઉત એ પોતાનો ૩૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો. સોનાલી રાઉતનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૯૦ ના રોજ માયાનગરી મુંબઈમાં થયો હતો. હજુ સુધી જો તમે સોનાલી રાઉતને ઓળખી શક્યા નથી તો તમને જણાવી દઈએ કે તે તેજ મહિલા છે, જેમણે બિગ બોસ-૮ માં કન્ટેસ્ટન્ટનાં રૂપમાં ભાગ લીધો હતો અને આ સીઝનમાં તેમના ગુસ્સાનું ભયાનક રૂપ જોવા મળ્યું હતું.

સોનાલીએ તે સીઝનમાં ઘરના એક કન્ટેસ્ટન્ટ અલી કુલી મિર્ઝાને થપ્પડ મારી દીધી હતી. હકીકતમાં અલીએ સોનાલી ઉપર એક આપત્તિજનક કોમેન્ટ કરી હતી. ત્યારબાદ સોનાલીએ પોતાના મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેમણે અલીને જોરદાર થપ્પડ મારી દીધી હતી.

સોનાલી પોતાના સુંદર અંદાજ અને ગ્લેમરસ લુકનાં કારણે પણ લાઈમ-લાઈટમાં રહે છે. સોનાલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમની સુંદર તસ્વીરોથી ભરેલું રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હાલના દિવસોમાં પણ તે પોતાની સુંદર તસ્વીરોને પોસ્ટ કરતી રહે છે.

સોનાલીએ નાની ઉંમરમાં જ મોટું નામ બનાવી લીધું હતું. જ્યાં યુવતીઓ કિંગફિશરની કેલેન્ડર ગર્લ બનવા માટે તરસતી હોય છે, વળી સોનાલી માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં જ કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની ગઈ હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સોનાલી રાઉત સુપરમોડલ ઉજ્જવલા રાઉતની બહેન છે. હાલમાં જ ઉજ્જવલા રાઉત MTV નાં શો “ઇન્ડિયાઝ ટોપ મોડલ” માં નજર આવી હતી. આ શો માં તે યુવતીઓને મોડલિંગ વિશે શીખવતી નજર આવી હતી.

સોનાલી રાઉતનાં પિતા પોલીસમાં ડેપ્યુટી કમિશનર છે. અભિનેતા રણવીર સિંહની સાથે સોનાલીનું એક ફોટોશૂટ ખૂબ જ ફેમસ થયું હતું. આ ફોટોશૂટમાં બંનેનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. એક નામચીન મેગેઝિન માટે આ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું.

સોનાલી વર્ષ ૨૦૧૪માં હિમેશ રેશમિયાની સાથે ફિલ્મ “એક્સપોઝ” માં નજર આવી હતી. આ ફિલ્મમાં સોનાલી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

હાલમાં જ સોનાલી બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુની સાથે વિક્રમ ભટ્ટની “ડેન્જરસ” નામની એક વેબસીરીઝમાં પણ જોવા મળી હતી.

એટલું જ નહી હાલમાં જ એક્ટ્રેસ બોલિવૂડના મશહૂર સિંગર શાનની સાથે એક મ્યુઝિક વિડિયોમાં પણ નજર આવી હતી. આ મ્યુઝિક વિડીયોનું નામ “સ્નાઈપર” છે.

મીડિયા રિપોર્ટના અનુસાર સોનાલી રાઉતને ફિલ્મ હેટ સ્ટોરી-૩ માટે એપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ફિલ્મની ઓફરને રિજેક્ટ કરી દીધી હતી.