૩૩ વર્ષની ઉંમરમાં ૩૮ વર્ષના અક્ષયની માં બની હતી આ એક્ટ્રેસ, વર્ષો બાદ પોતે જ ખોલ્યું રહસ્ય

હિન્દી સિનેમા એક્ટ્રેસ શેફાલી શાહને પોતાનાં શ્રેષ્ઠ અભિનય માટે જાણવામાં આવે છે. તે વાત સત્ય છે કે તે ફિલ્મોમાં ખૂબ જ ઓછી નજર આવી છે. જોકે તેમની ચર્ચાઓ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ થતી રહે છે. શેફાલી શાહે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શેફાલી શાહ પોતાના ફિલ્મી કરિયરમાં હિન્દી સિનેમાના બે દિગ્ગજ સિતારાઓ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે પણ કામ કરી ચૂકી છે.

ખાસ વાત એ છે કે શેફાલી શાહે બંને કલાકારોની સાથે એક જ ફિલ્મમાં કામ કર્યું છે અને અમિતાભ તેમજ અક્ષયની સાથે ફિલ્મમાં તેમનું પાત્ર ખૂબ જ ક્લોઝ હતું. શેફાલી શાહની એક ખૂબી એ પણ છે કે નાની ઉંમરમાં જ તેમણે વધારે ઉંમરની વ્યક્તિનું પાત્ર પણ નિભાવ્યું છે. તેમનું જ એક પ્રમુખ ઉદાહરણ ફિલ્મ “વક્ત: દ રેસ અગેંસ્ટ ટાઈમ” છે.

શેફાલી શાહને ફિલ્મોમાં વધારે ઉંમરના વ્યક્તિનું પાત્ર નિભાવવા માટે જાણવામાં આવે છે. તે ફિલ્મ “વક્ત” માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પત્નિ બની હતી જ્યારે આ ફિલ્મમાં તે બોલિવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમારના માં ના રોલમાં નજર આવી હતી.

ફિલ્મ “વક્ત” વર્ષ ૨૦૦૫ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દરમિયાન શેફાલીની ઉંમર ફક્ત ૩૩ વર્ષની હતી. ૩૩ વર્ષની ઉંમરમાં તેમણે પોતાનાથી ૫ વર્ષ મોટા અભિનેતા અક્ષય કુમારની માં નું પાત્ર ભજવ્યું હતું. વળી તે પોતાનાથી ઉંમરમાં ૩૦ વર્ષ મોટા અમિતાભ બચ્ચનની પત્નિનાં કિરદારમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જાણીતી અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ કામ કર્યું હતું.

શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી ઉંમરથી જ માં નું પાત્ર ભજવી રહી છે. જણાવી દઈએ કે તેમણે પોપ્યુલર શો “હસરતે” થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેમની ઉંમર ૨૦ વર્ષ હતી. તે પાછલા ૨૮ વર્ષોથી ફેન્સનું મનોરંજન કરી રહી છે. તે જણાવે છે કે ઓછી ઉંમરમાં જ માં ના પાત્ર માટે તેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવી હતી.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ શેફાલીએ જણાવ્યું કે, હું ખૂબ જ નાની ઉંમરમાં જ માં ના રોલ માટે ટાઈપકાસ્ટ થઈ ગઈ હતી. હું તે નિશ્ચિત ઉંમર સુધી પહોંચી પણ ના હતી. મેં એક શો કર્યો હતો. જેમાં મેં ૨૦ વર્ષની ઉંમરમાં ૧૫ વર્ષના બાળકની માં નું પાત્ર ભજવ્યું હતું અને ત્યારબાદ જ્યારે હું ૨૮ થી ૩૦ વર્ષની હતી ત્યારે મેં અક્ષય કુમારની માં નું પાત્ર ભજવ્યું હતું. તે આગળ મજાકના અંદાજમાં કહે છે કે સ્ક્રીન ટાઈમનાં હિસાબથી હું ૧૩૩ વર્ષની થઇ ચૂકી છું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શેફાલી ૪૮ વર્ષની ઉંમરમાં પણ એક્ટિવ છે. ૧૯ જુલાઇ ૧૯૭૨નાં રોજ તેનો જન્મ માયાનગરી મુંબઈમાં થયો હતો. પાછલા દિવસોમાં તે નિર્ભયા ઘટના પર બનેલી વેબસીરીઝ “ક્રાઈમ” માં જોવા મળી હતી. તે ડીસીપી વર્તિકા ચતુર્વેદીનાં મહત્વના પાત્રમાં જોવા મળી હતી.

આ વેબસીરીઝ વર્ષ ૨૦૧૨માં થયેલી દર્દનાક નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના પર આધારિત હતી. શેફાલીએ પોતાનો રોલ ડીસીપી વર્તિકા ચતુર્વેદીથી ખુબ જ પ્રશંસા મેળવી હતી. પાછલા દિવસોમાં આ વેબસીરીઝને બેસ્ટ ડ્રામા સિરીઝ માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ પણ મળ્યો હતો.