થોડી જ ફિલ્મમાં કામ કરીને જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની જાણીતી એકટ્રેસ બની ગઈ છે. છેલ્લી વાર તે ફિલ્મ ડ્રાઈવમાં નજર આવી હતી. જેમાં તેમના હીરો સુશાંત સિંહ રાજપૂત હતાં. પોતાની ફિલ્મો સિવાય જેકલીન પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે.
આજની આ પોસ્ટમાં અમે જેકલીનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હાલમાં જ તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેકલીને પોતાનો ૩૫ મો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રીલંકાની બ્યુટી જેકલીનનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૮૫માં મનામાં બહરીનમાં થયો હતો. તેમના પિતા શ્રીલંકન તમિલિયન છે અને માતા મલેશિયન.
વાત કરીએ જેકલીનના અભ્યાસની તો તેમણે યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ જેકલીન શ્રીલંકાની ટીવી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરવા લાગી.
જ્યારે તે ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી તો ત્યાંના લોકોને તેમની સુંદરતા ખૂબ જ પ્રભાવિત કરતી હતી. જેકલીન શ્રીલંકાની સૌથી ગુડ લુકિંગ રિપોર્ટર હતી. પોતાના સારા દેખાવના કારણે જેકલીનને મોડલિંગની પણ ઓફર આવવા લાગી.
મોડલિંગ માંથી ઓફર આવ્યા બાદ જેકલીને આ ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવ્યો અને ગ્લેમરની દુનિયામાં આવી ગઈ. વર્ષ ૨૦૦૬ માં તેમણે મિસ શ્રીલંકા કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને આ કોન્ટેસ્ટને જીતીને તે મિસ શ્રીલંકા બની ગઈ. જેકલીનની બોલિવૂડમાં તેમનો પહેલો બ્રેક વર્ષ ૨૦૦૯ માં આવેલી ફિલ્મ અલાદિનથી મળ્યો.
જેકલીન મુંબઈના એક શાનદાર ફ્લેટમાં રહે છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જેકલીનનો સી ફેસિંગ એપાર્ટમેન્ટ છે. તેમાં જેકલીનનું ઘર ૧૭ માં માળ પર છે. જેકલીનના ઘરેથી દરિયાનો સુંદર નજારો પણ જોવા મળે છે.
જેકલીન ત્રણ બેડરૂમ ફ્લેટમાં રહે છે. જેનું ઇન્ટિરિયર આશિષ શાહે કર્યું છે. જેકલીને પોતાના ઘરને પર્શિયન ટચ આપવાની કોશિશ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આશિષ એ ફ્રી માં ઘરનું ઇન્ટિરિયર કર્યું છે. હકીકતમાં આશિષ અને જેકલીન એકબીજાના ખૂબ જ સારા મિત્રો છે.
જ્યારે જુડવા-૨ ના શૂટિંગ માટે જેકલીન લન્ડનમાં હતી ત્યારે તેમના મિત્ર આશિષએ તેમના ઘરને સજાવ્યું હતું. તેમણે એક્ટ્રેસને બર્થ ડે ગિફ્ટના રૂપમાં આ ઘર સજાવ્યું હતું. તેમણે જેકલીનને આ સરપ્રાઈઝ આપી હતી.
જેકલીનના લીવીંગરૂમમાં તમે એલ શેપમાં પીચ કલરનો સોફો જોઈ શકો છો. જેકલીનના ઘરની દિવાલો અને પડદાના રંગ સફેદ છે. લિવિંગરૂમમાં પુસ્તકો પણ જોઈ શકો છો.
જેકલીનને પિયાનો વગાડવાનો શોખ છે તેથી તેમણે પોતાના ઘરમાં એક સફેદ રંગનો પિયાનો પણ રાખ્યો છે. તેમના રૂમમાં તમે ગિટારને પણ જોઈ શકો છો. જેકલીન જ્યારે પણ ફ્રી હોય છે. પોતાના મ્યુઝિકના શોખને પૂરો કરે છે.
જેકલીનને ડાન્સ કરવા માટે તેમના ઘરમાં એક ખૂણામાં પોલ પણ છે. જેકલીનને પોલ ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે. મહત્વપૂર્ણ છે કે જેકલીન પોતાના ડાન્સ મુવ્સ માટે પણ જાણીતી છે.
જેકલીનના ફ્લેટના એક રૂમને ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં તેમના ડિઝાઇનર શુઝ, કપડા અને બેગ્સ રાખવામાં આવેલ છે.
જેકલીન પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરે છે. આ જ કારણ છે કે તેમણે પોતાના ઘરમાં એક નહીં પરંતુ બે બિલાડીઓ રાખી છે. તે ઘણીવાર પોતાની બિલાડીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.