આ વર્ષે દિવાળીનો તહેવાર શનિવારનાં દિવસે આવી રહ્યો છે. શનિવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે. તેવામાં શનિવારનાં દિવસે ચિત્રા-નક્ષત્ર અને અમાવસ્યા એવો મહાસંયોગ પુરા ૩૭ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગનો પૂર્ણ લાભ ભક્તોને મળશે. તે માં લક્ષ્મીની અપાર કૃપાના પાત્ર બની શકે છે. સાથે જ માં મહાકાળી ની પૂજા કરવાથી પણ ઘણા લાભ મળશે. આ વર્ષે દિવાળી શનિવારનાં દિવસે આવી રહી છે. શાસ્ત્રોનું માનીએ તો દિવાળી પર દિવા પ્રગટાવવા અનિવાર્ય હોય છે. દિવડાઓ વગર દિવાળી અધૂરી રહે છે. દિવાળી પર અમુક ખાસ કાર્ય કરીને તમે માં લક્ષ્મીને પ્રસન્ન પણ કરી શકો છો.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના હેતુથી કરો આ કામ
દિવાળી પર ઘરની પૂર્ણ સાફ-સફાઈ હોવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને માં લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર વિશેષ સાફ સફાઇ હોવી જોઈએ. દરવાજાની સામે તમારે બુટ-ચપ્પલ રાખવા ના જોઇએ. સાથે જ ઘરની બહાર રંગોળી પણ અવશ્ય બનાવો. દિવાળીનાં દિવસે ઘરના દરવાજા પર હળદર વાળા પાણીનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં ખરાબ શક્તિઓ આવતી નથી અને સાથે જ પોઝિટિવ એનર્જી ફેલાવે છે. દિવાળીનાં દિવસે ઘરના રસોઈઘરમાં એઠા વાસણો છોડવા નહી, તેનાથી દરિદ્રતા આવે છે સાથે જ રસોઈઘરની અંદર પણ એક દિવો અવશ્ય પ્રજવલિત કરવો જોઈએ તેનાથી અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે.
જો તમે ઈચ્છો તો માં અન્નપૂર્ણાની પૂજા પણ કરી શકો છો તેની સાથે જ દિવાળી પર માં લક્ષ્મીની સામે ઓછામાં ઓછા ૫ પ્રકારના ફળ અવશ્ય રાખવા જોઈએ. તેના સિવાય કોઈ મીઠી ચીજ જેવી કે મીઠાઈ, લાડુ વગેરે પણ રાખી શકાય છે. દિવાળીના દિવસે આપણે બધાએ જ પોતાના ઘરમાં રાખેલા ધન અને ઘરેણાની પૂજા પણ કરવી જોઈએ. તેનાથી દિવસભર ઘરમાં બરકત જળવાઈ રહે છે. માં લક્ષ્મીને કમળનું ફૂલ અને ગણેશજીને ધૂપ અવશ્ય ચઢાવવી.
દિવાળી પર આ કામ ભૂલમાં પણ ના કરો
દિવાળીનાં દિવસે ઘરમાં ગંદકી ના ફેલાવવી જોઇએ. તેનાથી નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે અને માં લક્ષ્મી તમારા ઘરે પધારતા નથી. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે દિવાળી પર પરિવારનાં લોકોની વચ્ચે કોઈ લડાઈ-ઝઘડા ના થાય. આ લડાઈઓ પણ એક રીતે નકારાત્મકતા ફેલાવે છે અને આમ પણ તમારે માં લક્ષ્મીનું પૂજન સાફ અને શાંત મનથી કરવાનું છે. આ દિવસે ઘરની મહિલાઓ અને દિકરીઓ સાથે કોઈપણ પ્રકારનો ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ. તે ઘરની લક્ષ્મી કહેવાય છે. સાથે જ દિવાળી પર લોકોને પૈસા ઉધાર આપવાથી પણ બચવું જોઈએ.