૩૭ વર્ષની નીશા કોઠારીને હવે ઓળખવી પણ થઈ ગઈ મુશ્કેલ, રામગોપાલ વર્માની ફિલ્મોથી થઈ હતી પોપ્યુલર

બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે ક્યારેય પણ કોઈપણનું નસીબ બદલી શકે છે. એક હિટ ફિલ્મ આપીને જ્યાં અમુક સિતારાઓ રાતોરાત સ્ટાર બની જાય છે, વળી એક ફ્લોપ ફિલ્મ આપીને અમુક સિતારાઓ એ રીતે ગાયબ થઈ જાય છે, જેની જાણ કોઈને પણ થતી નથી. એવું જ કંઈક બન્યું એક સમયમાં પોતાની સુંદરતાથી લોકોને ઘાયલ કરવા વાળી અભિનેત્રી નીશા કોઠારીની સાથે.

અમે તે નિશા કોઠારીની વાત કરી રહ્યા છીએ, જે ફિલ્મ જેમ્સમાં નજર આવી હતી. પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીતી લેવા વાળી અભિનેત્રી હવે ગુમનામ થઇ ચૂકી છે. નિશા બોલિવૂડની ઘણી ફિલ્મો જેવી કે શોલે, સરકાર, શિવા, ધ-કિલર, ડરના જરૂરી હૈ, આગ, અજ્ઞાત, ડાર્લિંગ અને બિન બુલાયે બારાતીમાં નજર તો આવી પરંતુ પોતાની અદાકારીથી દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહી.

હાલમાં જ નીશા કોઠારીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે હવે ૩૭ વર્ષની થઇ ચૂકી છે. નીશા કોઠારીનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૮૩નાં રોજ થયો હતો. નીશા કોઠારી રામગોપાલ વર્માની ફિલ્મમાં કામ કરીને ચર્ચામાં આવી હતી. ફિલ્મોમાં કામ કરવા દરમિયાન નીશા કોઠારી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી પરંતુ ફિલ્મોથી દૂર થતાં જ તેમના લુકમાં ખૂબ જ મોટો બદલાવ આવી ગયો છે.

હાલમાં દિલ્હીમાં થયેલા સેલિબ્રિટી સોકર મેચમાં જ્યારે નીશા કોઠારી જોવા મળી તો લોકો ઓળખી ના શક્યા કે તે એ અભિનેત્રી છે જેમણે પોતાની અદાઓથી એક સમયે લોકોને દિવાના બનાવી દીધા હતા. હકીકતમાં આ દરમિયાન નિશાનું વજન ખૂબ જ વધેલું જોવા મળ્યું હતું. તેમના વધેલા વજનના લીધે લોકો તેમને ઓળખી પણ શકતા ના હતા. જણાવી દઈએ કે નીશા કોઠારીને હવે અંજલી વર્માનાં નામથી જાણવામાં આવે છે.

જોકે આ પહેલીવાર નથી કે જ્યારે નિશાએ પોતાનું નામ બદલ્યું છે. નીશા કોઠારી પહેલા તેમનું નામ પ્રિયંકા કોઠારી હતું. સાઉથની ફિલ્મોમાં નિશા પ્રિયંકા કોઠારીનાં નામથી મશહૂર છે. વાત કરીએ નિશાનાં ફિલ્મી કરિયરની તો તેમનું ફિલ્મી સફર કંઈ ખાસ રહ્યું નહી. રામગોપાલ વર્માનાં લીધે તે ફેમસ થઈ ગઈ હતી. નીશા કોઠારી ક્યારેય પોતાની એક્ટીંગ માટે જાણીતી થઈ નહી.

તમને સુપરહિટ ગીત “ચડતી જવાની મેરી” તો યાદ જ હશે. જેમાં નિશાએ પોતાની સુંદરતાનો પરિચય આપ્યો હતો. વર્ષ ૨૦૦૨ નાં આ ગીત બાદ રામગોપાલ વર્માની નજર નીશા કોઠારી પર પડી હતી. આ વર્ષે તે તમિલ ફિલ્મ “જય જય” માં પણ નજર આવી હતી. વર્ષ ૨૦૦૫માં રામગોપાલ વર્માએ નિશા ને પોતાની ફિલ્મ “સરકાર” માટે સાઇન કરી હતી.

એ વાત અલગ છે કે લાંબા સમય સુધી નીશા કોઠારી બોલિવૂડમાં ટકી શકી નહી. રામગોપાલ વર્મા સિવાય તેને અન્ય કોઈ જાણીતા નિર્દેશકએ પોતાની ફિલ્મમાં કામ કરવાનો અવસર આપ્યો નહી, ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં નિશા દિલ્હીના બિઝનેસમેન ભાસ્કર પ્રકાશની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. હવે તે ફિલ્મી પડદાથી દુર છે પરંતુ તે ઇવેન્ટમાં ઘણીવાર નજર આવે છે.