૪૦ વર્ષથી પોતાની આ તસ્વીરને શોધી રહી હતી હેમા માલિની, હવે મળી તો જોઈને થઈ ગઈ ભાવુક

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની હવે ફિલ્મોમાં નજર આવતી નથી. જોકે સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. હેમા એ પોતાના કરિયરની શરૂઆત ૧૯૬૮માં રાજ કપૂરની ફિલ્મ “સપનો કા સોદાગર” થી કરી હતી. જોકે તેના પહેલા તે એક તામિલ મેગેઝીન માટે ફોટોશૂટ પણ  કરાવી ચૂકી હતી. ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષની હતી. આ તસ્વીરને હેમા માલિની પોતાની બાયોગ્રાફીમાં એડ કરવા માંગતી હતી પરંતુ ત્યારે તેમને આ ફોટો મળ્યો નહોતો.

હવે હાલમાં જ ૪૦ વર્ષ જૂની આ તસ્વીર તેમને મળી ગઈ છે. તેવામાં તેમણે સોશિયલ મીડિયા પર તેને શેર કરીને ફેન્સને જાણકારી આપી છે. આ ફોટોમાં તે દેવી માં ના અવતારમાં જોવા મળી રહી છે. આ જૂની તસ્વીરની સાથે હેમા માલિનીએ એક લાંબુ લખાણ પણ લખ્યું છે જે આ પ્રકારે છે.

હેમાએ લખ્યું કે, હું પાછલા ઘણા વર્ષોથી મારી આ વિશેષ તસ્વીરને શોધી રહી હતી. આ ફોટોશૂટ ખાસ કરીને એક તમિલ મેગેઝિન માટે કરવામાં આવ્યું હતું, જોકે મને તેમનું નામ યાદ નથી પરંતુ મને તે જરૂર યાદ છે કે તેમનું શુટ મારી હિન્દી ડેબ્યુ ફિલ્મ રાજ કપૂર સાહેબની “સપનો કે સોદાગર” ના પહેલા AVM સ્ટુડિયોમાં થયું હતું.

હેમા આગળ લખે છે કે, હું તે સમયે ૧૪ કે ૧૫ વર્ષની હતી. હું આ તસ્વીરને પોતાની બાયોગ્રાફી “Beyond The Dream Girl” માં જોડવા માંગતી હતી. ત્યારે લેખક રામ કમાલ મુખરજી તેમને લખી રહ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ ત્યારે મને આ ફોટો મળ્યો નહી. મને ખુશી છે કે હવે તે મને મળી ગયો છે. હું તેને તમારા બધાની સાથે શેર કરી રહી છું.

હેમાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કામની વાત કરીએ તો હેમા પાછલા ચાર દશકમાં ૧૫૦ થી વધારે ફિલ્મો કરી ચૂકી છે. જાન્યુઆરી ૨૦૨૦માં તેમની ફિલ્મ શીમલા મિર્ચી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમના સિવાય રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ હતા.