૪૫ વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે બે દિકરીઓની માં સુસ્મિતા સેન, ૧૬ વર્ષ નાના યુવક સાથે ચાલી રહ્યું છે અફેર

બોલીવુડથી લગભગ ૧૦ વર્ષ સુધી દૂર રહેવા છતાં પણ ૯૦નાં દશકની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી સુસ્મિતા સેનની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. આજે પણ તે પોતાના પ્રશંસકોની ચાહક છે. આજે ૪૫ વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી સુસ્મિતા સેન કુંવારી છે. જોકે હાલના દિવસોમાં એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ ની સાથે સંબંધને લઈને ચર્ચામાં રહે છે. ચાલો જાણી લઈએ તેમના અંગત જીવન સાથે જોડાયેલ અન્ય બાબતોના વિશે.

સુસ્મિતા સેનનો જન્મ ૧૯૭૫નાં રોજ હૈદરાબાદમાં વૈઘબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતા દુબઈ બેસ્ડ સ્ટોરમાં જ્વેલરી ડિઝાઇનર છે, જ્યારે તેમના પિતા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. સુસ્મિતા આજે પણ ૪૫ વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે. જો કે રિની (મોટી દિકરી) અને એલીશા (નાની દિકરી) નામની તેમની બે દિકરીઓ છે. રીનીને એક્ટ્રેસ એ વર્ષ ૨૦૦૦માં જ્યારે ૨૦૧૦માં એલિસાને દત્તક લીધી હતી.

લગ્નના સવાલ પર પિતાએ બંધ કરી દીધી હતી બધાની બોલતી

કુંવારી સુસ્મિતા સેને જ્યારે દિકરીને દત્તક લીધી તો તેના પર ઘણા પ્રકારના સવાલ પણ ઉભા થયા હતા. તેવામાં એકવાર એક્ટ્રેસના પિતાએ કહ્યું હતું કે, શું તમને લાગે છે કે મેં પોતાની દિકરીનું પાલનપોષણ એવી રીતે કર્યું છે કે તેમને બસ કોઈની પત્ની બનીને જ ઓળખવામાં આવે ? સુસ્મિતાના પિતાના આ નિવેદનના ઘણા મતલબ નીકળે છે.

૧૬ વર્ષ નાના રોહમનને કરી રહી છે ડેટ

૪૫ વર્ષની ઉંમર થવા છતાં પણ સુસ્મિતા સેને લગ્ન કર્યા નથી. જોકે તે તેમનાથી ૧૬ વર્ષ નાના રોહમન શોલ સાથે સંબંધને લઈને ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. જણાવી દઈએ કે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. હાલના દિવસોમાં રોહમન અને સુસ્મિતાની તસ્વીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. રોહમન પહેલા પણ સુસ્મિતા સેનનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ તે હાલમાં તો સંપૂર્ણ રીતે રોહમનના પ્રેમમાં કેદ થઈ ચૂકી છે.

સુસ્મિતા અને રોહમનનાં સંબંધને લઈને એક ખાસ વાત એ છે કે બંનેએ ક્યારેય પણ પોતાનો સંબંધ કોઈનાથી છૂપાવ્યો નથી. બંને સાર્વજનિક રૂપથી અને સોશિયલ મીડિયા પર ઘણીવાર એકબીજાના પ્રેમમાં કેદ થતા જોવા મળ્યા છે. જણાવવામાં આવે છે કે બંનેના સંબંધને લઇને બન્નેના પરિવારના લોકો પણ ખુશ છે. રોહમનને ઘણા અવસર પર સુસ્મિતાના પરિવારની સાથે જોવામાં આવ્યા છે. સુસ્મિતાનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ આ વર્ષે આવેલી વેબ સીરીઝ “આર્યા” માં જોવા મળી હતી.