આ LIC ની સૌથી બેસ્ટ પોલીસી છે, ૭ હજાર કરતાં પણ ઓછા રૂપિયા ભરીને ૫૦ લાખ સુધીની રકમ મેળવી શકો છો

Posted by

LIC ની સૌથી સારી પોલીસી એલઆઇસી ટેક ટર્મ પ્લાન નંબર ૮૫૪ ને માનવામાં આવે છે. LIC ની બધી ટર્મ પોલિસીમાં તેને સૌથી સસ્તી પોલિસી માનવામાં આવે છે. ૧૮ વર્ષથી લઈને ૬૫ વર્ષ સુધીનાં લોકો આ પોલીસી ખરીદી શકે છે. આ પ્લાનમાં ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનાં વિમાની પોલીસી લેવી પડે છે. તેનાથી ઓછી નથી લઈ શકાતી. કોઈ વ્યક્તિને ૮૦ વર્ષ થવા સુધી આ પોલીસી કામ કરશે. ત્યારબાદ નહી. ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધારેમાં વધારે ૪૦ વર્ષ માટે આ પોલિસી લઈ શકાય છે. આ પોલિસી માત્ર તે લોકોને મળે છે, જેની પોતાની આવક હોય છે.

આ પોલિસીમાં પ્રીમિયમ ચુકવવાનાં ત્રણ વિકલ્પ મળે છે. તેમાં પહેલો છે રેગ્યુલર પ્રીમિયમ એટલે કે જેટલા વર્ષની પોલિસી હશે એટલા વર્ષ સુધી પ્રીમિયમ ચુકવવું પડશે. લિમિટેડ પ્રીમિયમ ટર્મની અંદર પોલિસીનો કુલ સમયગાળો પાંચ વર્ષ કે ૧૦ વર્ષ સુધી પ્રીમિયમ ચુકવી શકાય છે. ત્રીજો વિકલ્પ છે સિંગલ પ્રીમિયમ એટલે કે પોલિસી લેતા સમયે એકસાથે કુલ પ્રીમિયમ ચુકવવું પડે છે.

કેટલા વર્ષની હોય છે પોલિસી

આ પોલિસીની સૌથી મોટી ખાસિયત ડેથ બેનિફિટ છે. તેમાં ત્રણ રીતે પૈસા મેળવવાની સુવિધા મળે છે. વીમા ઘારકનાં મૃ-ત્યુ બાદ નોમિની ને એકવારમાં પુરા પૈસા મળી શકે છે. બીજી રીત ઇન્સ્ટોલમેન્ટ છે. જેમાં નોમિની ને ૫ વર્ષ, ૧૦ કે ૧૫ વર્ષ સુધી હપ્તાનાં રૂપમાં પૈસા મળે છે. ત્રીજો વિકલ્પ રાશિ લમસમ રકમ અને હપ્તાનો હોય છે. તેમાં થોડો ભાગ લમસમ અને થોડો ભાગ ૫ વર્ષ, ૧૦ વર્ષ કે ૧૫ વર્ષ પર આપવામાં આવે છે. વીમાધારક પોલીસી લેતા સમયે આ ૩ માંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકે છે. આ પોલિસીમાં ધુમ્રપાન ના કરવા વાળા લોકોને ઓછું પ્રીમિયમ ચુકવવાની સુવિધા મળે છે. જો આ પોલિસી કોઈ મહિલા લે છે તો તેને પણ પ્રીમિયમ પર છુટ મળે છે.

કેટલું આપવું પડશે પ્રીમિયમ

આ પોલિસીમાં અલગ-અલગ ઉંમરનાં લોકો માટે અલગ-અલગ પ્રીમિયમ નક્કી કરેલ છે. કોઈ ૨૧ વર્ષનો વ્યક્તિ જો ૨૦ વર્ષની પોલીસી લે છે તો તેણે દર વર્ષે ૬૪૩૮ રૂપિયા જમા કરાવવા પડશે. ૪૦ વર્ષની પોલિસી માટે ૮૮૨૬ રૂપિયા આપવા પડશે. આ રીતે કોઈ ૪૦ વર્ષનો વ્યક્તિ ૨૦ વર્ષ માટે LIC ની આ પોલિસી લે છે તો તેણે ૧૬૨૪૯ રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. ૪૦ વર્ષ માટે આ પ્રીમિયમ ૨૮,૮૮૬ રૂપિયા હશે.

આ એક ઓનલાઇન પોલિસી છે, જેને માત્ર ઓનલાઈન જ લઈ શકાય છે. LIC ની વેબસાઈટ પર જઈને આ પોલિસી ખરીદી શકાય છે. આ પોલિસી એક ટર્મ ઇનસ્યોરન્સની પોલિસી છે, જેની અંદર વીમાધારકનું મૃ-ત્યુ થઈ જાય છે તો તેને સમ એસ્યોર્ડનાં પૈસા મળે છે. તેમાં અન્ય પોલીસીની જેમ જ કોઈ મેચ્યોરીટીનાં પૈસા નથી મળતા. પોલિસી પિરિયડનાં અંત સુધી વીમા ધારક જો જીવિત રહે છે તો તેને કોઈ પૈસા મળતા નથી.

ડેથ બેનિફિટની સુવિધા

પોલીસી દરમિયાન મૃ-ત્યુ થઈ જાય છે તો તેના નોમિની ને ઘણી બધી સુવિધા આપવામાં આવે છે. લિમિટેડ પ્રીમિયમ અને રેગ્યુલર પ્રીમિયમ પ્લાનની સુવિધા છે. જોકે સિંગલ પ્લાનમાં થોડું અંતર છે. જો વીમાધારકનું મૃ-ત્યુ થાય છે તો તેને વર્ષની આવકથી ૭ ગણા  વધારે નોમિની ને મળશે. જે તારીખે વીમાધારકનું મૃ-ત્યુ થાય છે તો તે તારીખ સુધી કુલ પ્રીમિયમનાં ૧૦૫ ટકા નોમિની ને મળશે. નોમિની ને સમ એસ્યોર્ડની પુરી રકમ આપવામાં આવે છે.

સિંગલ પ્રીમિયમ નો નિયમ

  • વીમાધારકનું મૃ-ત્યુ થવા પર સિંગલ પ્રીમિયમનો ૧૨૫% નોમિની ને મળે છે.
  • મૃ-ત્યુ થવા પણ સમ એસ્યોર્ડની પુરી રકમ નોમિની ને આપવામાં આવે છે.
  • આ પોલીસી ટર્મ પ્લાન છે એટલા માટે વીમાધારકને કોઈપણ મેચ્યોરીટી એમાઉન્ટ નથી મળતું.