૫૦ ના દશકમાં બોલિવૂડમાં આવી રીતે કપડા ઉતારીને થતા હતા ઓડિશન, સામે આવી અંદરની તસવીરો

બોલિવૂડમાં જ્યારે પણ કોઈ ફિલ્મ માટે હિરોઈનને લેવામાં આવે છે તો પહેલા તેમની કાસ્ટિંગ થાય છે. આ દરમિયાન ડાયરેક્ટર યુવતીની એક્ટિંગ અને અન્ય બોડી ફિચર્સને જોઈને ફિલ્મના પાત્રનાં હિસાબથી યુવતી ફાઇનલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી આવે છે. આજે અમે તમને ૫૦ના દશકમાં થનાર બોલીવુડ ઓડિશનની અમુક દુર્લભ તસવીરો બતાવીશું.

આ તસવીરો ૫૦ ના દશકનાં ફેમસ ડાયરેક્ટર અબ્દુલ રસીદ કરદારની ઓફિસની છે. તેમણે પોતાના કરિયરમાં ૪૦ થી વધારે ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. દુલારી, દિલ્લગી, શાહજહાં, દિલ દિયા દર્દ લિયા તેમની આ અમુક હિટ ફિલ્મો છે.

૧૯૫૧માં અબ્દુલ રસીદ કરદારની ઓફિસમાં અમુક ઓડિશન થયા હતા, જેમના ફોટો James Burke નામના એક ફોટોગ્રાફરે કેપ્ચર કરી લીધા હતા. આ તસવીરોને લાઈફ મેગેઝીનમાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

જ્યારે આ તસવીરો સામે આવી તો કોઈએ મહિલાઓનું શોષણ અને કાસ્ટિંગ કાઉચ જણાવ્યું તો વળી અમુક લોકોએ પ્રોફેશનલ રીતથી કરવામાં આવેલ કાસ્ટિંગ જણાવ્યું. હવે તમે પણ આ તસવીરોને ધ્યાનથી જુઓ અને જણાવો કે તે કાસ્ટિંગ કાઉચ હતું કે પ્રોફેશનલ રીતથી કરવામાં આવેલ ઓડિશન હતું.

તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે અબ્દુલ રસીદ ઓડિશન આપવા આવેલી બંને યુવતીઓને સાડીથી લઈને સ્વીમસ્યૂટ સુધી અલગ-અલગ ડ્રેસમાં જુએ છે. જોકે જણાવી દઈએ કે ઓડિશનની આ રીત આજે પણ જળવાઈ રહેલી છે. ફિલ્મના પાત્રને ધ્યાનમાં રાખતા એક્ટ્રેસને પોતાની બોડી અલગ-અલગ ટાઈપનાં કપડામાં બતાવવાં પડે છે.

જો કે અહીંયા બંને યુવતીઓ બધાની સામે જ કપડા બદલાવી રહી છે. જ્યારે તેમના માટે જો કોઇ ચેન્જીંગ રૂમ હોય તો તે વધારે સારું હતું. જોકે જણાવી દઈએ કે ઓફિસમાં બધાની હાજરીમાં આ રીતે બોડી બતાવવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય વાત છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ડાયરેક્ટર કોઈ અભિનેત્રીને પોતાના ઘરે બોલાવે છે અને તેમને ખોટી રીતે સ્પર્શ કરે છે.

જોકે એક વાત જો તમે આ તસવીરોમાં નોટીસ કરી હોય તો ડાયરેક્ટરે ઓડિશન આપવા આવેલી બંને યુવતીઓની સાથે બિલકુલ એક જ રીતે સ્ક્રીન ટેસ્ટ કર્યો હતો. તેમના પોઝ અને ટ્રાય કરવા વાળા કપડાઓની સ્ટાઇલ પણ એક જેવી જ હતી. હવે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તે તેમના કામનો જ એક ભાગ હતો.

જોકે હવે તે તમારા ઉપર છે કે તમે આ તસવીરોને જોઈને ક્યાં નિષ્કર્ષ પર પહોંચ્યા છો. શું તે કાસ્ટિંગ કાઉચ હતું કે પછી સિમ્પલ પ્રોફેશનલ રીતથી લેવામાં આવેલ ઓડિશન હતું એ હવે તમારે અમને જણાવવાનું રહેશે.