૫૦ ની ઉંમર પાર કરવા છતાં પણ ખૂબ જ સુંદર લાગે છે આ અભિનેત્રીઓ, નવી હિરોઈનોને પણ સુંદરતામાં રાખી દે છે પાછળ

Posted by

સ્ટાઈલ હોય કે પછી ફેશન સેન્સ તેને લઈને બધાની જ નજર સૌથી પહેલા બોલીવુડ કલાકારો પર જ અટકે છે. સ્ટાઇલ અને ફેશન સેન્સને લઈને હંમેશા નવો ટ્રેન્ડ તેમને જોઈને જ શરૂ થાય છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ છે જેમની ફેશન અને સ્ટાઇલને જોઇને એવું લાગે છે કે જેમ કે તેમની ઉંમર આગળ વધી રહી નથી. સૌથી મોટી વાત એ છે કે આ અભિનેત્રીઓની ઉંમર ૫૦ ને પણ પાર થઈ ચૂકી છે પરંતુ તે હજુ પણ આજકાલની અભિનેત્રીઓને પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સને લઈને સારી ટક્કર આપતી નજર આવે છે.

નીના ગુપ્તા

નીના ગુપ્તા બોલિવૂડની સૌથી મશહૂર અદાકારોમાંથી એક રહી છે. તે વચ્ચે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી પરંતુ ફરી એકવાર તેમણે બોલિવૂડમાં પોતાની બીજી ઇનિંગ્સની શરૂઆત ફિલ્મ “બધાઈ હો” થી કરી છે. આ ફિલ્મમાં નીના ગુપ્તાની ભૂમિકાની ખુબ જ પ્રશંસા થઇ હતી. તે ઘણી વેબ સીરીઝમાં પણ કામ કરી ચૂકી છે. નીના ગુપ્તા હવે ૬૧ વર્ષની થઇ ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેમનો સ્ટાઇલિશ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

તબ્બુ

તબ્બુની ઉંમર ૫૦ વર્ષની થઇ ચૂકી છે. તે બોલિવૂડની એ અભિનેત્રીઓમાંથી એક છે, જેમણે પોતાના દમદાર અભિનયનાં દમ પર દરેક વ્યક્તિને પોતાના દિવાના બનાવી દીધા છે. તબ્બુને પોતાની ભૂમિકાઓ સાથે પ્રયોગ કરવા માટે પણ જાણવામાં આવે છે. તેમને પોતાની ફક્ત એક્ટિંગથી જ નહી પરંતુ પોતાની સ્ટાઇલથી પણ તબ્બુને હંમેશા પ્રશંસા મળતી રહે છે. ભલે પછી તે ભારતીય પહેરવેશ હોય કે વેસ્ટન ડ્રેસ તે બધું જ તબ્બુ પર ખૂબ જ સુંદર લાગે છે.

માધુરી દિક્ષિત

બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતની જેટલી લોકપ્રિયતા ૯૦નાં દશકમાં જોવા મળતી હતી તેવી જ લોકપ્રિયતા આજે પણ જળવાયેલી છે. બોલીવુડની ધક-ધકનાં નામથી માધુરી દિક્ષિતને ઓળખવામાં આવે છે. માધુરી દિક્ષિતને જોઈને તો એવું જ પ્રતીત થાય છે કે તેમની ઉંમર આગળ વધી રહી જ નથી. માધુરી દિક્ષિત હવે ૫૩ વર્ષની થઇ ચૂકી છે પરંતુ તેમની ફેશન સેન્સ ખૂબ જ ગજબની છે. માધુરી દિક્ષિત જે ફેશન કરે છે તેના લીધે તે આજકાલની અભિનેત્રીઓને પણ સારી એવી ટક્કર આપે છે. જજ ના રૂપમાં તે ડાન્સ શો માં પણ પહોંચી જાય છે. તેવામાં અહીંયા તેમનો લુક હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને છે.

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ હતી. આ ફિલ્મમાં તેમને સલમાન ખાનની સાથે જોવામાં આવી હતી. જો કે પોતાની આ ડેબ્યૂ ફિલ્મને કર્યા બાદ ખૂબ જ ઓછી ફિલ્મોમાં ભાગ્યશ્રી નજર આવી છે. ભાગ્યશ્રી હાલના સમયમાં ૫૧ વર્ષની થઇ ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય નજર આવે છે. જે પણ ફિલ્મો ભાગ્યશ્રી એ કરી છે, તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં તે સાડી કે સલવાર સુટ પહેરતા જોવા મળી છે. પરંતુ સોશિયલ મીડિયામાં તે જે તસ્વીરો શેર કરે છે, તેમાં તે મોટાભાગે વેસ્ટર્ન કપડામાં જ જોવા મળે છે.

રેખા

બોલિવૂડમાં જ્યારે સ્ટાઇલ અને ફેશન સેન્સની વાત થાય છે તો આ મામલામાં રેખાનું નામ સૌથી ઉપર આવે છે. તેમની ઉંમર ૬૬ વર્ષ થઈ ચૂકી છે પરંતુ કાંજીવરમ સાડીમાં જ્યારે તેમને કોઇ કાર્યક્રમમાં જોવામાં આવે છે તો દરેક લોકોની નજર તેમના પર આવીને જ અટકી જાય છે. રેખા ને જોઈને કોઈપણ તેમની ઉંમરનો અંદાજો લગભગ જ લગાવી શકે છે. ભલે પછી તેમની સાડીઓ હોય કે પછી તેમની જ્વેલરી અને તેમનો મેકઅપ, આ બધામાં રેખાનો એકદમ અલગ જ લુક જોવા મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *