૫૮ વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહેશે તેની અસર

Posted by

આ વર્ષે ૧૭ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને આ વખતે નવરાત્રિમાં ખૂબ જ ખાસ યોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ નવરાત્રિ ખૂબ જ ખાસ હશે. પંડિતોના અનુસાર આ વર્ષે નવરાત્રિ દરમિયાન શનિ મકર રાશિ અને બૃહસ્પતિ ધન રાશિમાં રહેશે અને આ યોગ ૫૮ વર્ષ પછી બની રહ્યો છે. જ્યારે આ બંને ગ્રહ પોતાની રાશિમાં હશે ત્યારે આ યોગની અસર ૧૨ રાશિઓ પર પણ જોવા મળશે અને મોટાભાગની રાશિઓ પર તેમનો શુભ પ્રભાવ જ પડશે.

પહેલાં દિવસે થશે સૂર્ય પરિવર્તન

નવરાત્રિના પહેલા દિવસે જ સૂર્યનું રાશિ પરિવર્તન થનાર છે અને સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં વક્રી બુધ પણ રહેશે. તેને બુધ આદિત્ય યોગ કહેવામાં આવે છે. બૃહસ્પતિ અને શનિ ગ્રહનો આ દુર્લભ યોગ છે. આ દુર્લભ યોગની અસર પણ રાશિઓ પર પડશે. તો ચાલો જાણી લઈએ આ બંને યોગની તમારા જીવન પર કેવી અસર જોવા મળશે.

મેષ રાશિ : આ રાશિના જાતકો પર આ યોગની સારી અસર પડશે. મેષ રાશિના જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, તેમના વિવાહના યોગ બની રહ્યા છે. સાથે જ જૂના રોગમાંથી પણ છુટકારો મળી જશે.

વૃષભ રાશિ : શત્રુઓથી મુક્તિ મળી જશે અને નવા મિત્રો પણ બનશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે અને ઘરમાં સુખોનું આગમન થશે.

મિથુન રાશિ : મિથુન રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં આર્થિક લાભ મળશે. જ્યારે નોકરી કરનાર લોકોની આવકમાં વધારો થશે.

કર્ક રાશિ : પરિવારના સદસ્યોની સાથે સંબંધમાં સુધારો આવશે અને માતા તરફથી સુખની પ્રાપ્તિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. તેથી કોઈ નવું કાર્ય શરૂ કરવા પર જો તમે વિચાર કરી રહ્યા હોય તો તેને તરત જ શરૂ કરી દેવું જોઈએ.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો પર હાલના દિવસોમાં આ યોગનો શુભ પ્રભાવ પડશે. તેથી કોઈપણ કાર્યને શરૂ કરવા માટે હાલનો સમય ઉત્તમ છે. પરિવારના લોકો તરફથી સહયોગ મળશે અને ધન લાભ પણ થશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકોને ધન લાભ થશે. સંપત્તિ સાથે જોડાયેલ નિર્ણય લેવાથી ઉત્તમ ફળ મળશે.

તુલા રાશિ : તુલા રાશિના લોકોને તેમની મહેનતનું ફળ જરૂર મળશે અને તે જે પણ કાર્ય કરી રહ્યા છે તે અવશ્ય પૂરા થશે સાથે જ વિવાહના યોગ પણ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને પરિવારની સાથે વિવાદ પણ થઈ શકે છે. ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે. પરંતુ ધન વધારે સમય સુધી ટકી શકશે નહી. પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.

ધન રાશિ : તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને નવા અવસરની પ્રાપ્તિ થશે. આર્થિક યોગ પણ બની રહ્યા છે, તેથી ધન લાભ થઈ શકે છે. કોઈપણ કાર્યને સમજી-વિચારીને કરશો તો વધારે સારું રહેશે.

મકર રાશિ : આ રાશિના લોકોએ થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે. કામને લઈને ઘણી પરેશાનીઓ આવી શકે છે અને લડાઈ પણ થઈ શકે છે.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને નવા અવસરની પ્રાપ્તિ થશે. મિત્રો તરફથી સહયોગ મળશે અને જીવનસાથીની સાથે સંબંધો મધુર બનશે.

મીન રાશિ : આ રાશિના લોકોએ વાહન ખરીદવાથી બચવું. વાહન ખરીદવું હાનિકારક સાબિત થઈ શકે છે અને દુર્ઘટનાની આશંકા થઈ શકે છે. તમારા દુશ્મન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.

આ વર્ષે મોડી શરૂ થઇ રહી છે નવરાત્રી

મહત્વપૂર્ણ છે કે આ વર્ષે નવરાત્રી એક મહિનો મોડી શરૂ થઇ રહી છે. હકીકતમાં દર વર્ષે પિતૃ-પક્ષ પૂરું થતાં જ નવરાત્રી શરૂ થઈ જતી હતી. પરંતુ આ વર્ષે પિતૃ-પક્ષ સંપન્ન થયાના એક મહિના બાદ નવરાત્રિ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *