૬ વર્ષ પછી અક્ષય કુમારે સ્વીકારી પોતાના કરિયરની એક સૌથી મોટી ભૂલ, એક ફિલ્મ જે બદલાવી શકતું હતું નસીબ

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મનો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે દરેક વખતે એવો જ પ્રયત્ન કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. ગયા વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ ગોલ્ડ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી પણ કરી હતી. અક્ષય આજકાલ સામાજિક મુદ્દા પર વધારે ફિલ્મ બનાવી રહ્યા છે. આ વર્ષમાં ૨૧ માર્ચના રોજ અક્ષય કુમારની ફિલ્મ “કેસરી” રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી.

આ ફિલ્મને છોડવાનો થાય છે પસ્તાવો

તે વાતમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમાર આજે બોલિવૂડના સુપરસ્ટાર છે અને તેમણે પોતાના કરિયરમાં એક થી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. પરંતુ અક્ષયનું નામ તે લોકોમાં સામેલ થાય છે જેમણે પોતાના હાથમાંથી અમુક ખૂબ જ સારા રોલ ગુમાવ્યા છે. એવી જ એક મોટી ભૂલ અક્ષય કુમાર “ભાગ મિલ્ખા ભાગ” ફિલ્મને છોડીને કરી હતી. પોતાની આ ભૂલ વિશે અક્ષયકુમારે ૬ વર્ષ પછી ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે તેનો ખુલાસો અક્ષયે HT સ્ટાઈલ એવોર્ડ દરમિયાન કર્યો. તેમણે કહ્યું કે “ભાગ મિલ્ખા ભાગ” ફિલ્મ કરવી નહી તે મારા કરિયરની સૌથી મોટી ભૂલ હતી. મને જ્યારે આ ફિલ્મની ઓફર મળી ત્યારે હું બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો. જણાવી દઈએ કે બોલિવૂડમાં અમીર અભિનેતાઓની વાત કરવામાં આવે તો અક્ષયનું નામ સૌથી ઉપર આવે છે. તે એક સ્ટ્રિક્ટ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે અને ખોટા ખર્ચાઓ કરવામાં બિલકુલ પણ વિશ્વાસ કરતા નથી.

બોલીવૂડના સૌથી અમીર એક્ટર છે અક્ષય કુમાર

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર પોતાની સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે ૧૭ જાન્યુઆરી ૨૦૦૧ માં લગ્ન કર્યા હતાં. આજે અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રિય સુપરસ્ટાર છે. અક્ષય કુમારની એક વર્ષમાં ઘણી ફિલ્મો રિલીઝ થાય છે અને તેમની મોટા ભાગની ફિલ્મો હિટ જાય છે. ફિલ્મમાંથી તે ખૂબ જ સારી કમાણી કરી લે છે. અક્ષયની ગણતરી બોલીવૂડના સૌથી અમીર એક્ટરમાં કરવામાં આવે છે.

નથી કરતા બિનજરૂરી ખર્ચા

જ્યારે એક એક્ટર મહેનત કરીને પૈસા કમાય છે તો તે પોતાની બધી ઈચ્છાઓને પૂરી કરવા માંગતા હોય છે અને આ ઈચ્છાઓને પૂરી કરવાના ચક્કરમાં ઘણીવાર તે ખોટા ખર્ચ પણ કરતા હોય છે પરંતુ અક્ષયની સાથે એવું કંઈ જ નથી. હકીકતમાં અક્ષયની જરૂરિયાતો ખૂબ જ ઓછી છે અને તે બિનજરૂરી ખર્ચા કરવામાં માનતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષયની એક મિનિટની કમાણી ૧૮૬૯ રૂપિયા છે તેમ છતાં પણ તે પૈસાને ખૂબ જ સંભાળીને ખર્ચ કરે છે. જણાવી દઈએ કે આટલા મોટા એક્ટર હોવા છતાં પણ અક્ષય કુમાર એક મહિનામાં ફક્ત ૩૦૦૦ રૂપિયા ખર્ચ કરે છે. આટલા રૂપિયા તો એક સામાન્ય માણસ પોતાના બાળકોને પોકેટ મની આપતા હોય છે.