૬૨ કરોડ રૂપિયાનાં ઘરેણા રાખનાર બચ્ચન પરિવારની કમાણી કેટલી છે, જાણો તેમની કુલ સંપત્તિની કિંમત

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલીવૂડના સૌથી લોકપ્રિય મેરીડ કપલ છે. તે બંને વર્ષ ૨૦૦૭માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતાં. અભિષેકનું બોલિવૂડ કરિયર સામાન્ય જ રહ્યું છે. તેમને પોતાના પિતા અમિતાભ, માતા જયા કે પત્ની ઐશ્વર્યા જેવી ખ્યાતિ પ્રાપ્ત થઇ શકી નથી. જોકે તેનો મતલબ એવો નથી કે અભિષેક કમાણીના મામલામાં પાછળ છે. બોલીવુડ ફિલ્મો, વિજ્ઞાપન કે તેના સિવાય અભિષેક સ્પોર્ટ્સમાં પણ એક્ટિવ રહે છે. અભિષેક પ્રો-કબડ્ડી, લીગ ફ્રેન્ચાઇઝ ટીમ, જયપુર પિંક પેન્થર્સનાં માલિક છે. તેના સિવાય તે લીગ ફૂટબોલ ટીમ, Chennaiyin F.C. ના સહમાલિક પણ છે. રિપબ્લિક વર્લ્ડના અનુસાર અભિષેકની કુલ સંપત્તિ ૨૦૦ કરોડની આસપાસ છે. વળી finapp.co.in ના અનુસાર જુનિયર બચ્ચનની કુલ સંપત્તિ ૨૦૬ કરોડ જ્યારે વર્ષ ઇન્કમ ૨૦ કરોડ છે. આ બધા જ રિપોર્ટ્સ ૨૦૧૯નાં સ્ટેટસના અનુસાર છે. અભિષેકની પાસે ઘણી લગ્ઝરી કાર અને બાંદ્રા (મુંબઈ) માં એક એપાર્ટમેન્ટ પણ છે.

અભિષેકની પત્નિ ઐશ્વર્યાની વાત કરવામાં આવે તો તેમની કમાણી પણ અઢળક છે. ઐશ્વર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તે ૧૯૯૪માં મિસવર્લ્ડનો ખિતાબ પણ જીતી ચૂકી છે. ઐશ્વર્યાનો બોલિવૂડ કરિયર ખૂબ જ સારું રહ્યું છે. તે ફિલ્મો સિવાય વિજ્ઞાપન અને ઇવેન્ટસ વગેરેમાં પણ ખૂબ જ પૈસા કમાય છે. ટાઈમ્સ નાઉ નાં એક રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ ૨૫૮ કરોડ રૂપિયા છે અને તેમની વાર્ષિક આવક ૧૫ કરોડ રૂપિયા છે. ઐશ્વર્યાની પાસે મુંબઈ અને દુબઈમાં એક એપાર્ટમેન્ટ છે. તે ઘણી લગ્ઝરી કારોની માલિક છે, એટલું જ નહી ઐશ્વર્યા રાય એ પોતાની પાસે ૭૦ લાખ રૂપિયાની એક વીંટી પણ રાખેલી છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિને જોડવામાં આવે તો તે લગભગ ૫૦૦ કરોડની આસપાસ થાય છે. હવે આ તો આપણે ફક્ત એશ અને અભીની વાત કરી. જયા અને અમિતાભની કમાણી તો અલગ જ છે. એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે તેમની પ્રોપર્ટી દિકરા અભિષેક અને દિકરી શ્વેતા નંદામાં બરાબર વહેંચવામાં આવશે. ઘણા મીડિયા સૂત્રોના અનુસાર અમિતાભ બચ્ચનની પાસે કુલ ૪૦૦ મિલિયન ડોલર એટલે કે ૨૮,૬૬,૧૬,૦૦,૦૦૦ રૂપિયાની સંપત્તિ છે.

જયા બચ્ચન પણ પૈસા છાપવામાં પાછળ રહી નથી. બોલિવૂડમાં કરિયર સમાપ્ત કર્યા બાદ જયાએ રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો. સૂત્રોનું માનીએ તો જયાની પાસે ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જોકે તેમની આ રકમમાં તેમના પતિ અમિતાભની પણ ભાગીદારી છે. આ બતાવવામાં આવેલી રકમમાં તેમની પાસે ૬૨ કરોડની તો જ્વેલરી પણ છે. તેના સિવાય ૪૬૦ કરોડની સ્થાયી જ્યારે ૫૪૦ કરોડની અસ્થાયી સંપતિ છે.

અમિતાભ અને જયાની પાસે ભારતના ઘણા ભાગમાં પ્રોપર્ટી પણ છે. તેમની એક પ્રોપર્ટી ફ્રાન્સમાં પણ છે. તેના સિવાય બંનેની પાસે ઘણી લગ્ઝરી કાર પણ છે. હવે આ બધા પરથી જ તમે અંદાજો લગાવી શકો છો કે બોલિવૂડમાં બચ્ચન પરિવાર કેટલો અમીર છે. તેનું એક કારણ એ પણ છે કે તેમના પરિવારમાં દરેક વ્યક્તિ કમાય છે. જોકે આ બધામાં અમિતાભ બચ્ચનની કમાણી સૌથી વધારે છે, તે જાણીને  કોઈને આશ્ચર્ય પણ થશે નહી કારણકે અમિતાભ બચ્ચન ૭૬ વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ કામ કરી રહ્યા છે. તેવામાં તેમની પાસે આટલી રકમ હોવી તે વ્યાજબી વાત છે.