૮ હસ્તીઓ જેમના જીવન પર ફિલ્મ બની તો તેના બદલામાં લીધા આટલા રૂપિયા, ધોનીનો ચાર્જ હતો સૌથી વધુ

બોલીવુડમાં હાલના દિવસોમાં બાયોપિકનો ક્રેઝ ખૂબ જ ચાલી રહ્યો છે. બાયોપિક એટલે કે એક એવી ફિલ્મ જે કોઈ જીવિત કે મૃત વ્યક્તિના જીવન પર આધારિત હોય છે. આ પ્રકારની ફિલ્મો બન્યા બાદ તે લોકો પહેલા કરતા પણ વધારે લોકપ્રિય થઈ ગયા. તમને કદાચ એ વાતની જાણ નહીં હોય કે જે વ્યક્તિના જીવન પર કોઇ ફિલ્મ બને છે તો તે ફિલ્મને બનાવવાના અધિકાર આપવાના બદલામાં તે વ્યક્તિને એક નિશ્ચિત રોયલ્ટી (પૈસા) મળતા હોય છે. તેવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે લોકપ્રિય બાયોપિક ફિલ્મમાં આ હસ્તીઓએ કેટલા પૈસાનો ચાર્જ વસુલ કર્યો હતો.

મહાવીરસિંહ ફોગાટ – દંગલ

દંગલ બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાંથી એક હતી. તેણે બોક્સ ઓફિસ પર ૨૩૯.૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ મહાવીરસિંહ ફોગાટ અને તેમના પરિવારના વાસ્તવિક જીવન પર બની હતી. આ બાયોપિક ફિલ્મના બદલામાં મહાવીરસિંહ ફોગાટને ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા.

મીખા સિંહ – ભાગ મિલ્ખા ભાગ

ઘાવક મિલ્ક સિંહના જીવન પર “ભાગ મિલ્ખા ભાગ” નામની ફિલ્મ બની હતી. તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. રસપ્રદ વાત એ છે કે મિલહ સિંહ એ આ ફિલ્મને બનાવવાનો અધિકાર દેવાના બદલામા ફક્ત એક રૂપિયો ચાર્જ લીધો હતો.

મહેન્દ્રસિંહ ધોની – એમ.એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી

ભારતના શાનદાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર એમ.એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ધોનીએ પોતાના જીવન પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ દેવાના બદલામાં પુરા ૮૦ કરોડ રૂપિયા ચાર્જ વસુલ કર્યો હતો.

પાનસિંહ તોમર – પાનસિંહ તોમર

ડાકુ પાન સિંહ તોમરના જીવન પર તેમના નામની જ ફિલ્મ બની હતી. જેમાં ઈરફાન ખાને તેમનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મના બદલામાં પાનસિંહ તોમરનાં પરિવારને ૧૫ લાખ રૂપિયા મળ્યા હતા.

સચિન તેંડુલકર – સચિન: અ બિલીયન ડ્રીમ

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરના જીવન પર “સચિન: અ બિલીયન ડ્રીમ” નામની ફિલ્મ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિને આ ફિલ્મના બદલામાં પૂરા ૪૦ કરોડ રૂપિયા લીધા હતા.

સંજય દત્ત – સંજુ

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સંજયદત્તના જીવનમાં ઘણા જ ઉતાર ચઢાવ આવ્યા છે. તેમના પર રાજકુમાર હિરાની જેવા લોકપ્રિય ડાયરેક્ટર એ સંજુ નામની ફિલ્મ બનાવી હતી. રણબીર કપૂરે આ ફિલ્મમાં ખૂબ જ સારો અભિનય કરીને તેને સફળ બનાવી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ૪૩૮.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સંજય દત્તે આ ફિલ્મના બદલામાં ૯ થી ૧૦ કરોડ રૂપિયા લીધા હતા. તેના સિવાય ફિલ્મના નફામાં અમુક ટકા પણ ફિક્સ હતાં.

મોહમ્મદ અઝરુદ્દીન – અઝહર

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર અઝહર નામની ફિલ્મ બની હતી. જેમાં ઇમરાન હાશ્મીએ તેમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩.૩૦ કરોડ રૂપિયા કમાયા હતાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે મોહમ્મદ અઝહરુદ્દીને આ ફિલ્મ માટે શૂન્ય રૂપિયા એટલે કે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધો ના હતો.

મૈરી કોમ – મૈરી કોમ

લોકપ્રિય બોક્સર મૈરી કોમના જીવન પર તેમના નામની જ ફિલ્મ બની હતી. જેમાં પ્રિયંકા ચોપડાએ દમદાર અભિનય કર્યો હતો. તેના માટે મૈરી કોમે ૨૫ લાખ રૂપિયા ચાર્જ લીધો હતો.