૮ વર્ષની ઉંમરમાં જ ઘરનો તમામ ખર્ચ ઉઠાવે છે આ બાળકી, કમાઈ ચૂકી છે ૨૮ કરોડ

બોલિવૂડની સાથે-સાથે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા કલાકારો રહેલા છે, જે સખત મહેનત કરીને આજે સફળતાના શિખરે પહોંચી ચૂક્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માટે ઘણા કલાકારો નીકળ્યા પરંતુ જો વાત કિડ્સની કરવામાં આવે તો તે પણ કોઈથી પાછળ રહ્યા નથી. ફિલ્મોની સાથે-સાથે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા સ્ટાર કિડ્સ રહેલા છે, જે પોતાના શાનદાર અભિનયથી સાથે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

પરંતુ આજે અમે તમને જણાવીશું તે બાળકીના વિશે જે ૮ વર્ષની નાની ઉંમરમાં કરોડો રૂપિયા કમાય છે. તે કોઈ સ્ટાર કિડ્ઝ નથી પરંતુ તેમ છતાં પણ પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ પર રાજ કરે છે. તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ માયરા સિંહના વિશે, જેમણે પોતાના સ્ટાર પ્લસના પોપ્યુલર શો “કુલ્ફી કુમાર બાજેવાલા” માં મુખ્ય ભૂમિકા નિભાવતા નજર આવ્યા હશે.

કુલ્ફી કુમાર બાજેવાલા થી થઈ પોપ્યુલર

૬ જુલાઈ ૨૦૧૧ના રોજ દિલ્હીમાં જન્મેલી માયરા સિંહને તો હવે કોણ ઓળખતું નહી હોય. સ્ટાર પ્લસની પોપ્યુલર ધારાવાહિક કુલ્ફી કુમાર બાજેવાલા થી ફેમસ થયેલી માયરા સિંહ નાની ઉંમરમાં ઘણા બધા પૈસા કમાઈને કરોડો રૂપિયાની માલિક બની ચૂકી છે. એટલું જ નહીં પરંતુ માયરા સિંહ આટલી નાની ઉંમરમાં જ પોતાના પુરા પરિવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. ફક્ત ૮ વર્ષની માયરા સિંહ દર્શકોના દિલ પર પોતાની ક્યુટનેસનો જાદુ ચલાવી ચૂકી છે.

લગભગ જ તમને એ વાતની જાણ હશે કે અત્યાર સુધીમાં માયરા સિંહ પોતાની નાની ઉંમરમાં ૨૮ કરોડ રૂપિયા કમાઇ ચૂકી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કુલ્ફી કુમાર બાજેવાલા માં માયરા સિંહ એક દિવસનાં ૨૫૦૦૦ રૂપિયા કમાય છે. તેના સિવાય માયરા ઘણી એડ અને પ્રમોશનથી પણ સારી એવી કમાણી કરે છે. માયરા એ નાની ઉંમરમાં જ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે તે બીજા ઘણા બાળ કલાકારો માટે પણ નાની ઉંમરમાં પોતાની પ્રતિભા બતાવનાર બાળકીના રૂપમાં પ્રેરણા બની છે. માયરાને જોઈને આજે દરેક બાળકો તેની જેમ જ આગળ વધવા અને કંઈક કરી બતાવવાનું સપનું જોવા લાગ્યા છે.

નાની ઉંમરમાં જ બધાની ફેવરિટ

માયરા સિંહ કુલ્ફી કુમાર બાજેવાલા પોતાના કિરદારથી બધાની ફેવરિટ બની ચૂકી છે. માયરાનું કિરદાર આ શો માં પ્રશંસાપાત્ર છે. ખાસ વાત તો એ છે કે આ શો નાં કારણે જ માયરાનું નસીબ ચમક્યું છે અને તે રાતોરાત કરોડપતિ બની ચૂકી છે. કુલ્ફી કુમાર બાજેવાલા અમાયરાનુ કિરદાર નિભાવીને મશહૂર થયેલી માયરા બીજા ઘણા શો માં નજર આવી ચૂકી છે.

હાલમાં તો માયરા સિંહનું અમાયરા કિરદાર દર્શકોનું સૌથી પસંદગીનું પાત્ર છે. જેમાં પોતાની ક્યુટનેસ અને શરારતથી માયરા બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. નાની ઉંમરમાં જ માયરા સિંહ પોતાના જેવા ઘણા બાળકો માટે જીવનમાં કંઈક કરવા માટેનું સૌથી મોટી પ્રેરણા બની ચૂકી છે. આ શો સિવાય પણ દર્શકોમાં માયરાનો ક્યૂટ ફેસ અને તેને શો માં જોવા માટે ઉત્સુક રહે છે.