૮૨ વર્ષની માતાએ ઘર પર વધાર્યું દિકરાનું ઓકસીજન લેવલ, તમે પણ જાણી લો આ ટેકનિક, જુઓ વિડિયો

Posted by

કોરોના વાયરસનાં કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકો હવે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કરે છે. દરેકને ડર છે કે આ વાયરસ તેમને પોતાની ઝપેટમાં ના લઈ લે. આ ડરનું એક કારણ એ પણ છે કે હાલનાં દિવસોમાં હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ છે. દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાનાં દર્દીઓ સામે આવવાનાં કારણે હોસ્પિટલમાં  બેડ અને ઓક્સિજનની ઉણપ થવા લાગી છે. એક રીતે દેશમાં ઓક્સિજન ક્રાઇસિસ થઈ ગયું છે. ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. ૧૦ હજારમાં મળવા વાળો ઓક્સિજન સિલિન્ડર હવે ૫૫ હજાર સુધીમાં વેચાઈ રહ્યો છે.

તેની વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રોનિંગ થેરાપી ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેના દ્વારા ઘર પર જ બોડીનું ઓક્સિજન લેવલ વધારી શકાય છે. આ પ્રોનિંગ થેરાપી શું છે અને ઘર પર કેવી રીતે કરી શકાય છે, તેને લઈને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો આઇપીએસ ઓફિસર દિપાંશુ કાબરાએ શેર કર્યો છે. તે આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા લખે છે કે, “યુપીમાં ૮૨ વર્ષીય મહિલાએ ઓક્સિજન લેવલ ઓછું થવા પર ડિકરાને #Proning થેરાપી આપી. જેનાથી ૪ દિવસમાં જ તેનું ઓક્સિજન લેવલ ૮૯ માંથી ૯૭ થઈ ગયું. આ એક ખૂબ જ કામની ટેકનીક છે. તમે પણ શીખો અને પ્રયોગ કરો.

૧ મિનિટ ૪૦ સેકન્ડનાં આ વીડિયોમાં એક મહિલા ડોક્ટર લોકોને સમજાવે છે કે કેવી રીતે ઘર પર જ પ્રોનિંગ થેરાપીનાં માધ્યમથી પોતાના શરીરમાં ઓક્સિજન સ્તર વધારી શકાય છે. તેના માટે તમારે ત્રણ તકિયાની જરૂર રહશે. વીડિયોમાં બતાવ્યા અનુસાર ઉંધુ સૂવાનું છે. આ રીત ખૂબ જ કારગર સાબિત થાય છે. તેના માધ્યમથી તમે તમારા શરીરનું ઓક્સિજન લેવલ સરળતાથી વધારી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. કૃપયા કરીને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. જેથી કરીને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ તેનો લાભ લઈ શકે. આ કોરોના કાળમાં તમે જેટલા લોકોની મદદ કરી શકો, એટલી કરવી. પ્રયત્ન કરવા કે તમે ઘર પર જ રહો અને કોરોના વાયરસથી બચી શકો, તેમાં જ તમારી અને તમારા પરિવારની ભલાઈ છે.