વિજ્ઞાનની સમજથી પણ બહાર હતું ૮૮ વર્ષીય પ્રહલાદ જાનીનું જીવન, કંઈપણ ખાધા-પીધા વગર જીવન પસાર કર્યું હતું, લોકો તેમને “ચુંદડી વાળા માતાજી” ના નામથી પણ ઓળખતા હતાં

Posted by

યોગી પ્રહલાદ જાની એક જાણીતા બાબા હતાં, જેમણે વૈજ્ઞાનિકો ને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતાં. હકિકતમાં યોગી પ્રહલાદ જાનીએ ઘણા વર્ષોથી અનાજનો ત્યાગી કરી દીધો હતો અને કંઈપણ ખાધા-પીધા વગર પણ તેમની ઉર્જા ઓછી નહોતી થતી અને તે સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતાં. આખરે કેવી રીતે કોઈ વ્યક્તિ આટલા વર્ષો સુધી કંઈ ખાધા અને પીધા વગર રહી શકે છે. આ સવાલ ઘણા વૈજ્ઞાનિકોના મનમાં ઉઠ્યો હતો અને આ સવાલનો જવાબ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ ગુજરાતના યોગી પ્રહલાદ જાની ની તપાસ કરી હતી.

ત્યારબાદ પરિણામ એવી મળ્યું કે દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં કારણ કે યોગી પ્રહલાદ જાની નો ખાધા-પીધા વગર રહેવાનો દાવો સત્ય સાબિત થયો હતો. પ્રહલાદ જાની ની ખબર બીસીસી અને અલજજીરા સહિત તમામ વિદેશી મીડિયામાં પણ બતાવવામાં આવી હતી. વળી પ્રહલાદ જાની નાં ઘણા વર્ષો સુધી ભુખ્યા રહેવાના દાવા ની તપાસ કરવા માટે રક્ષા કેન્દ્રમાં કામ કરવાવાળી જાણીતી સંસ્થા ડીઆરડીઓના વૈજ્ઞાનિક ટીમ એ તેમને પોતાની દેખરેખમાં રાખ્યા હતાં. યોગી પ્રહલાદ જાની પર ૨૪ કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી.

૧૫ દિવસ સુધી વૈજ્ઞાનિકોએ તેના પર નજર રાખી હતી અને આ દરમિયાન યોગી પ્રહલાદ જાનીએ કોઈપણ વસ્તુનું ના તો સેવન કર્યું અને ના તો પાણી પીધું. વળી જ્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો તો જોવા મળ્યું કે તેમના શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ૧૦-૧૨ ની વચ્ચે જળવાય રહી હતી, જેનાથી દરેક લોકોને આશ્ચર્ય થયું હતું કારણકે ખાધા-પીધા વગર પણ તેમના શરીરમાં લોહીની માત્રા એકદમ બરાબર હતી. ત્યાં સુધી કે તેમના આશ્રમમાં ઝાડ-છોડનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશના રક્ષા અને વિકાસ અનુસંધાન તરફથી બાબા જાની પર કરેલા રિસર્ચનું કોઈપણ પરિણામ સામે ના આવ્યું.

તે કેવી રીતે અનાજનો ત્યાગ કરીને એકદમ ફીટ રહેતા હતાં, તે આજે પણ રહસ્ય છે. પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડોક્ટર સુધીર શાહે તેમની બે વાર તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે જોયું કે ના તો તેમણે કંઈપણ ખાધું અને ના તો કંઈક પીધું. ત્યાં સુધી કે તેમણે મુત્ર અને સૌચ પણ નથી કર્યું. તેમનું કહેવાનું હતું કે આટલા વર્ષોમાં તેમનું શારીરિક ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે. ડોક્ટર એન્ટર લુંગર મેટાબોલિક એક્સપર્ટ અનુસાર તે તેમની કલ્પનાની પણ બહાર છે. ડોકટર વુલ્ફગેંગ મોર્કેલ એક ન્યુટ્રીશન એક્સપર્ટ છે. તેને પણ આ વસ્તુથી આશ્ચર્ય થયું હતું કે આટલા વર્ષો સુધી ખાધા વગર, પાણી પીધા વગર અને ઉર્જા વગર જીવવું અસંભવ છે.

તેમને લોકો ચુંદડીવાળા માતાજીનાં નામથી પણ બોલાવતા હતાં. એવું કહેવામાં આવે છે કે તેમના મોઢા પર ત્રણ કન્યાઓએ આંગળી રાખી દીધી હતી ત્યારબાદથી તેમની ભુખ અને તરસ બંને જ સમાપ્ત થઈ ગયા હતાં. ઘણી બધી રાજનીતિ હસ્તીઓએ યોગી પ્રહલાદ જાનીની મુલાકાત લીધી હતી અને પી.એમ. મોદી પણ તેમના આશ્રમ જઈ ચુક્યા છે. પુર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તેમની જીવનશૈલીનાં રહસ્યને લઈને ખુબ જ ઉત્સુક હતાં. બાબા જાનીનો એ દાવો હતો કે તેમની પાસે એઇડ્સ એચઆઈવી જેવા ગંભીર ઈલાજ બિમારીની પણ સારવાર છે અને આ બિમારીને એક ફળથી સારી કરી શકાય છે.

સાથે જ નિ:સંતાન વ્યક્તિની પણ સારવાર કરવાનો દાવો તેમણે કર્યો હતો. પ્રહલાદ જાનીનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૨૯ માં થયો હતો. તેમના કુલ પાંચ ભાઈ અને એક બહેન હતાં. ૧૦ વર્ષની નાની ઉંમરમાં તેમણે આધ્યાત્મિક જીવન પસંદ કર્યું હતું અને તેમણે મહાબળેશ્વર સહિત ઘણી બધી જગ્યાઓ પર જઈને તપસ્યા પણ કરી હતી. તેને “મા અંબે” માં ખુબ જ શ્રદ્ધા હતી અને સાડી, સિંદુર અને નાકમાં નથ પહેરતા હતાં. ૫૦ વર્ષોથી તે અંબાજી મંદિરનાં શેષનાગનાં આકારવાળી ગુફાની પાસે રહેતા હતાં. વળી ૮૮ વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.