(૭૦ વર્ષની એક મહિલાએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી.) જજે વૃદ્ધ મહિલાને પુછ્યું : તમે આ ઉંમરે કેમ છુટાછેડા લેવા માંગો છો?. મહિલા : જજ સાહેબ, મારા પતિ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જજ : કેવી રીતે?. મહિલા : જ્યારે પણ તેઓ ઈચ્છે છે, તેઓ મને ખરું-ખોટું સાંભળાવી દે છે અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારે તે…

Posted by

જોક્સ
એક બહેન કાર ની બેટરી બદલાવવા ગેરેજ વાળા પાસે આવ્યા.
ગેરેજ વાળો : બહેનજી, એક્સાઇડ (Exide) ની લગાવી દઉં?.
બહેનજી (થોડો વિચાર કરીને) : ઘડી-ઘડી કોણ ધક્કા ખાય. એમ કરો ને બંને સાઈડની લગાવી દો ને.

જોક્સ
પાડોશમાં રહેતી ભાભીને જોવા માટે પપ્પુ ઝાડ પર ચડ્યો,
તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.
સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?.
પપ્પુ : હું તો જલપરી જોવા ચડ્યો હતો પણ નાગણ દેખાઈ ગઈ.
પછી પપ્પુને ઝાડ પરથી ઉતારીને વગર પાવડરે તેની ધોલાઈ કરી નાખી.

જોક્સ
એક માણસ કુંભનાં મેળામાં પ્રાર્થના કરી રહ્યો હતો.
હે પ્રભુ ન્યાય કરો… હે પ્રભુ ન્યાય કરો…
હંમેશા કુંભના મેળામાં ભાઇ-ભાઇને જ જુદા પાડો છો, ક્યારેક પતિ-પત્નિ પર પણ તે ટ્રાય કરો.

જોક્સ
૭૦ વર્ષની એક મહિલાએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી.
જજે વૃદ્ધ મહિલાને પુછ્યું : તમે આ ઉંમરે કેમ છુટાછેડા લેવા માંગો છો?.
મહિલા : જજ સાહેબ, મારા પતિ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે.
જજ : કેવી રીતે?.
મહિલા : જ્યારે પણ તેઓ ઈચ્છે છે, તેઓ મને ખરું-ખોટું સાંભળાવી દે છે અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારે તે કાનનું મશીન કાઢી નાખે છે.

જોક્સ
એક બાપ અને તેમનો ૧૫ વર્ષનો દિકરો હોટલમાં ગયા.
બાપ : વેઇટર એક બિયર અને એક આઇસ્કીમ લઇ આવ.
દિકરો : પપ્પા આઈસ્ક્રીમ કેમ?. તમે પણ બિયર પીવો ને.
પછી તો દે ચપ્પલ… દે ચપ્પલ…

જોક્સ
પત્નિએ પોતાનાં પતિને થોડાક રૂપિયા આપીને કહ્યું,
બજારમાંથી મારા માટે કોઇ એવી વસ્તુ લઇ આવો, જેનાથી હું સુંદર દેખાવ.
પતિ દારૂની બોટલ લઇને ઘરે આવ્યો.

જોક્સ
મનુ : વાળ ભીના થયા અને તારી યાદ આવી, વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી, વરસાદનાં એક-એક ટીપા સાથે મને તારી યાદ આવી.
છગન : હા, યાદ છે મને… તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે. કાલે આપી જઈશ અધુરીયા જીવના.

જોક્સ
ટીચર : સેમેસ્ટર સિસ્ટમથી શું ફાયદો થયો છે તે જણાવો.
પપ્પુ : ફાયદો તો ખબર નથી પણ હવે રિઝલ્ટને લીધે અપમાન વર્ષમાં બે વાર થાય છે.

જોક્સ
પત્નિ : જાનુ, તમે જો મેસેજ હોત ને તો હું તમને હંમેશા માટે મારી પાસે સેવ કરીને રાખત.
પતિ : કંજુસ, ખાલી સેવ જ કરત?, તારી કોઇ બહેનપણીને ફોરવર્ડ ના કરત?.

 જોક્સ ૧૦
મારા સાસુમા દરરોજ સવાર-સવારમાં મને ફોન કરીને પુછે છે,
હેલો જમાઈ રાજા, કેમ છો?. મારૂં ફુલ કેમ છે? શું કરે છે, મારૂં ફુલ?.
આજે તો મેં ગુસ્સામાં કહી જ દીધું : માજી, મારા લગ્ન થયા ત્યારે તમારા ફુલની ઉંમર ૨૦ વર્ષની હતી અને એનું વજન ૪૫ કિલો હતું પણ હવે તમારા ફુલની ઉંમર ૪૦ થઈ ગઈ છે અને હવે એ ફુલ નથી રહ્યું. ૮૦ કિલોનું “ફુલાવર” બની ગઈ છે.

જોક્સ ૧૧
ટીચર : હું તમને ભુતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનું એક ઉદાહરણ આપીશ, પછી બીજું ઉદાહરણ તું મને આપજે.
પિન્ટુ : ઓકે મેડમ.
ટીચર : હું સુંદર હતી, સુંદર છું અને સુંદર રહીશ.
પિન્ટુ : મેડમ, એ તમારો વહેમ હતો, વહેમ છે અને વહેમ જ રહેશે.
પછી શું… દે ફુટપટ્ટી… દે ફુટપટ્ટી… દે ફુટપટ્ટી…

જોક્સ ૧૨
કર્મચારી : સર, તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ નોકરી પર કેમ રાખો છો?.
સાહેબ : કારણ કે તેમને અપમાન સહન કરવાની આદત હોય છે અને તેમને ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.

જોક્સ ૧૩
પતિ-પત્નિ બસમાં મુસાફરી કરી રહ્યા હતાં.
પત્નિ : મારા બાપા ડાયા અરજણનું નામ ઠેર-ઠેર લખેલું છે કેટલા મહાન હશે મારા બાપા.
પતિ : એ ડોબી.. એ ડાયા અરજણ નથી, ડાયવર્જન લખેલું છે ઠોઠડી.

જોક્સ ૧૪
ઇન્સ્પેકટર : આટલો બધો દારૂ કેમ પીધો છે?.
રાજુ : મજબુરી છે સર.
ઇન્સ્પેકટર : કેવી મજબુરી?.
રાજુ : બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું.

જોક્સ ૧૫
પત્નિ : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?.
પતિ : કંઇ નહિ… એક ભાઇની ૧૦૦૦ રૂપિયાની નોટ ગુમ થઇ ગઇ હતી.
પત્નિ : તો શું તમે તે નોટ શોધવામાં એની મદદ કરતા હતાં?.
પતિ : ના… ના… હું તો તે નોટ પર ઉભો હતો.

જોક્સ ૧૬
છોકરો : તને મારી અંદર સૌથી સારી વાત કઈ લાગે છે?.
છોકરી : લોકો સમય સાથે બદલાય જાય છે પણ તું નથી બદલાયો.
છોકરો : કઈ રીતે?.
છોકરી : જ્યારે તું મને મળ્યો હતો ત્યારે પણ બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર છે.

જોક્સ ૧૭
સેલ્સમેન : મેડમ, મારી પાસે એક ચોપડી છે, જેમાં પતિઓનાં મોડી રાત્રે ઘરની બહાર રહેવાના ૧૦૦ બહાના જણાવ્યા છે, શું તમે તે ચોપડી ખરીદશો?.
મહિલા : તને એવું કેમ લાગ્યું કે હું આ ચોપડી ખરીદીશ?.
સેલ્સમેન : મેડમ, કારણ કે આ ચોપડી મેં આજે સવારે જ તમારા પતિ ને વેચી છે.