જોક્સ – ૧
પત્નિ : પાડોશમાં એક ડોક્ટર રહેવા આવ્યાં છે. આપણે તેની સાથે મિત્રતા વધારવી જોઈએ, ક્યારેક તો કામ લાગશે.
પતિ : પણ તે ફક્ત પોસ્ટમોર્ટમ જ કરે છે.
જોક્સ – ૨
બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલા એક હેન્ડસમ છોકરાને i love u કહ્યું,
છોકરાએ છોકરીને માથા પર દુપટ્ટો ઓઢાડીને કહ્યું,
દિકરી ગીતાના શ્લોક વાંચ્યા કર અને દરરોજ ભગવાનનું નામ લે, આ પ્રેમમાં કંઈ નથી, આ ગીત હું કાગળ પર લખીને આપું છું, એને દરરોજ સુતા પહેલા વાંચીને ઉંઘજે.
(બસ આવી અને છોકરો ચાલ્યો ગયો).
છોકરીને કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું,
ગાંડી… પાછળ મારી પત્નિ ઉભી હતી, આ મારો મોબાઈલ નંબર છે રાત્રે ફોન કરજે અને હા… I love u too.
જોક્સ – ૩
દિકરો : પપ્પા… તમે એન્જિનિયર કેવી રીતે બન્યા?.
પપ્પા : દિકરા… તેના માટે ઘણી મહેનત કરવી પડે છે અને ખુબ જ તેજ મગજ હોવું જોઈએ તો જ એન્જીનીયર બની શકાય.
દિકરો : એટલે જ પુછું છું કે તમે એન્જિનિયર કેવી રીતે બન્યા.
જોક્સ – ૪
પાડોશી : તમારા હાર્મોનિયમ અને તબલા આપો ને.
ઘરધણી : કેમ આજે તમારે ગાવું છે?.
પાડોશી : ના… આજે અમારે નિરાંતે સુવું છે.
જોક્સ – ૫
પ્રેમિકા : આજે તને ખબર છે, પપ્પાએ મને તારી સાથે મોટરસાયકલ પર ફરતા જોઈ લીધી.
પ્રેમી (ડરીને) : પછી શું થયું?.
પ્રેમિકા : કંઈ નહી… તને તો ખબર જ છે, એ કેટલા કડક છે, એણે મને આપેલા આજનાં બસનું ભાડું પાછું લઈ લીધું.
જોક્સ – ૬
છોકરી સામે રાખેલ કોલ્ડડ્રિંક પી ને પપ્પુ બોલ્યો : તું આટલી ઉદાસ કેમ બેઠી છે યાર?.
છોકરી : આજનો દિવસ ખુબ જ ખરાબ છે, સવારે બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો, રસ્તામાં કાર ખરાબ થઇ ગઈ, જ્યારે હું ઓફિસ મોડી પહોંચી ત્યારે બોસે મને નોકરીમાંથી કાઢી મુકી. હવે જીવન ટુંકાવવા માટે કોલ્ડડ્રિંકમાં ઝેર નાખ્યું હતું, એ પણ તે પી લીધું.
જોક્સ – ૭
કાર માંથી એક કપલ પંડિતજી ને સમસ્યાનાં નિવારણ અર્થે મળવા ઉતર્યું.
પત્નિ : પંડિતજી… આ અમારા એ સાવ નાસ્તિક છે, જીવનમાં ક્યારેય ભગવાનનું નામ લીધું નથી. કોઈ ઉપાય બતાવો જેથી કરીને તે ઈશ્વરનું નામ લેતા થાય.
પંડિતજી : ઘરે પાછા જતાં સમયે ડ્રાઈવિંગ સીટ પર પતિ ને બદલે તમે પોતે ડ્રાઈવિંગ કરજો. સૌ સારા વાના થઇ જશે.
જોક્સ – ૮
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે.
કાલે મેં મજાકમાં કીધું,
કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ.
હવે એ અડધી સેલેરી માંગી રહી છે
આવું કોણ કરે ભાઈ…
જોક્સ – ૯
ન્યાયાધીશ : તારે છુટાછેડા કેમ જોઈએ છે?.
પતિ : ન્યાયાધીશ સાહેબ… મારી પત્નિ મારી પાસે લસણ છોલાવે છે, ડુંગળી કપાવે છે અને વાસણો ઘસાવે છે.
ન્યાયાધીશ : એમાં શું વાંધો છે?. લસણને થોડું ગરમ કર એટલે તે સહેલાથી છોલાઈ જશે, ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝમાં રાખજે તો તે કાપતી વખતે આંખો બળશે નહીં, વાસણ ધોવાના ૧૦ મિનિટ પહેલા તેને આખા ભરેલા ટબમાં મુકી દો તો તે સરળતાથી સાફ થઈ જશે.
પતિ : સમજી ગયો નામદાર. મારી અરજી પાછી આપી દો.
જોક્સ – ૧૦
સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.
બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.
કારણ કે બેન્કમાં લખ્યું હતું કે, “હમ આપકે સપનો કો હકિકત મે બદલ દેતે હૈ”.
જોક્સ – ૧૧
પીયર ગયેલી પત્નિ ફોન પર : તમારા વગર જી નહી લાગતું.
પતિ : અરે ગાંડી… Zee ના લાગે તો સ્ટાર પ્લસ અને સોની જોઈ લે… એ પણ સારી જ ચેનલ છે.
જોક્સ – ૧૨
ટ્રેનમાં એક મહિલા પોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે દિકરા જલ્દી ખીર ખાઈ લે નહીંતર સામે બેસેલા કાકા ને આપી દઈશ.
કાકા થી રહેવાયું નહિ એટલે છેવટે બોલ્યા : બહેન… જલ્દી કરો, તમારી ખીરના ચક્કરમાં હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.