એક સાહેબ કહી રહ્યા હતાં કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ગીતા નો ઉપદેશ નિયમિત રીતે સાંભળી રહ્યા છે અને એના પ્રમાણે જ જીવન જીવી રહ્યા છે. મારા મનમાં એના પ્રત્યે સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. ત્યાં જ બાજુમાં બેસેલા એક માણસે કહ્યું કે…

જોક્સ
એક સાહેબ કહી રહ્યા હતાં કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ગીતા નો ઉપદેશ નિયમિત રીતે સાંભળી રહ્યા છે અને એના પ્રમાણે જ જીવન જીવી રહ્યા છે. મારા મનમાં એના પ્રત્યે સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. ત્યાં જ બાજુમાં બેસેલા એક માણસે કહ્યું કે, “ગીતા” એની પત્નિનું નામ છે.

જોક્સ
પત્નિએ પતિ ને પુછ્યું : સારું, ચાલો મને જણાવો કે તમે મુર્ખ છો કે હું?.
પતિ (શાંત મનથી) : પ્રિય, એ વાત તો બધા જ લોકો જાણે છે કે તું અત્યંત તિવ્ર બુદ્ધિની સ્વામી છો એટલા માટે એવું ક્યારેય પણ બની શકે નહીં કે તું કોઈ મુર્ખ વ્યક્તિ સાથે લગ્ન કરે.

જોક્સ
એક મિત્ર બીજા મિત્રને : તો પછી તે સાચે જ એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બીજો મિત્ર (નિરાશ થઈને) : હા યાર, શું કરું મજબુરી છે.
પહેલો મિત્ર : કેમ, મજબુરી શેની?.
બીજો મિત્ર : અરે યાર… હવે તે એટલી જાડી થઈ ગઈ છે કે સગાઈની વીંટી પણ એના હાથમાંથી નીકળતિ નથી.

જોક્સ
એક ગુજરાતી ભાઈ એ હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા.
લગ્નના બીજા દિવસે પત્નિ એ પતિ ને કહ્યું : “સુનતે હો, ડિબ્બે મેં આટા નહિ હૈ”.
ગુજરાતી : ડોબી ડબ્બા માં આંટા ના આવે, સીધે સીધો ખોલી નાખ.

જોક્સ
પપ્પુ એ રસ્તા પર ચાલી રહેલી એક યુવતિને આંખ મારી દીધી.
યુવતિ બોલી : ઓય… શું કરી રહ્યો છે?. હું તને જેવી તેવી દેખાઈ રહી છું?.
પપ્પુ : તમારી વાત બિલકુલ સાચી છે મેડમ પરંતુ ચેક કરવું અમારી ફરજ છે.

જોક્સ
હું ભાડાના કમાનમાં રહેતો હતો.
એક દિવસ મેં મારા મકાન માલિકને શેર માર્કેટ વિષે જણાવ્યું.
હવે અમે બંને ભાડાના મકાનમાં રહીએ છીએ.

જોક્સ
પત્નિ : (ન્યુઝ પેપરમાં કોયડો ભરતા ભરતા) : એજી… સાંભળો છો.
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય?.
પતિ : વાંઢો.

જોક્સ
બેંક લુંટી લીધા પછી ડાકુ એ ક્લાર્કને કહ્યું : તે મને જોયો હતો?.
કલાર્ક : હા.
ડાકુ એ કલાર્ક ને ગોળી મારીને બીજા વ્યક્તિને પુછ્યું : તે કંઈ જોયું?.
વ્યક્તિ : ના… પરંતુ મારી પત્નિ એ જોયું છે અને તે એવું પણ કહી રહી છે કે તે પોલીસને પણ કહી દેશે.

જોક્સ
એક ડોકટરે પોતાનું નવું કલીનીક ખોલ્યું અને થોડી વાર પછી એક માણસ આવ્યો.
ડોક્ટરે પોતાને વ્યસ્ત દેખાડવા માટે ટેલીફોન ઉપાડ્યો અને એપોઇન્ટમેન્ટની વાતો કરવા લાગ્યો.
થોડીવાર પછી ડોક્ટર (પેલા માણસને) : હા જણાવો, શું થયું છે?.
માણસ : હું BSNL માંથી આવ્યો છું. વાત પુરી થઈ ગઈ હોય તો ટેલીફોનને એક્ટિવેટ કરી દઉં.

જોક્સ ૧૦
જ્યારે તમને એમ લાગે કે તમારી પત્નિ તમને ખુબ જ પ્રેમ કરે છે ત્યારે જમીને એની હાજરીમાં જ પડદાથી હાથ લુંછવા તમારો બધો જ વહેમ દુર થઈ જશે.

જોક્સ ૧૧
વહુ પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે : માં કાલે રાત્રે મારો તેમની સાથે ઝઘડો થઈ ગયો.
સાસુ : કંઈ વાંધો નહીં દરેક પતિ-પત્નિમાં આવું થતું હોય છે.
વહુ : એ તો મને ખબર છે પરંતુ હવે મને જણાવો કે આ લાશ નું શું કરવાનું છે?.

જોક્સ ૧૨
પત્નિ : મારે એક કુતરો ખરીદવો છે.
પતિ : પણ તારે કુતરાની શું જરૂર છે?.
પત્નિ : તમારા ઓફિસે ગયા પછી કોઈ મારી પાછળ પુંછડી હલાવતું ફર્યા કરે એવું કોઈ જોઈએ છે.

જોક્સ ૧૩
એકવાર હું બહાર જતો હતો, તે વખતે મારી પત્નિ ને ઉધરસ ચઢી.
મેં કીધું તારા ગળા માટે કંઈ લાવવુ છે?.
પત્નિ કહે : દોઢેક તોલાનુ મંગળસુત્ર લેતા આવજો.
(પછી મને ઉધરસ ચઢી)

જોક્સ ૧૪
એક સ્ત્રી અને એક પુરુષ કે જેઓ એકબીજાને કદી મળ્યા નહોતા, તેઓ એક ટ્રેનમાં સાથે જઇ રહ્યા હતાં. પુરુષ ટ્રેનનાં અપર બર્થમાં હતો અને સ્ત્રી તેનાથી નીચેના બર્થમા હતી. લાંબી મુસાફરી હતી અને રાત્રિનો સમય હતો.
રાત્રિના ૨ વાગ્યે પુરુષ તે સ્ત્રી સામે ઝુકીને હળવેકથી પુછે છે : “સોરી, તમને થોડી તકલીફ આપુ છું, શું તમે બાજુના ટેબલ પરથી એક બ્લેન્કેટ મને આપી શકો?. અત્યારે ભયંકર ઠંડી છે અને મારાથી ઠંડીમાં રહેવાતું નથી”.
પેલી સ્ત્રી કહે : મારી પાસે બીજો એક સારો આઇડિયા છે. માત્ર આજની રાત માટે આપણે પરણેલા હાઇએ તેવું નાટક કરીએ.
પુરુષે ઉતેજના સાથે જવાબ આપ્યો : “ગ્રેટ આઇડિયા મેડમ”.
સ્ત્રીએ જવાબ આપ્યો : “તો પછી ઉભો થા અને જાતે લઇ લે”.