પત્નિ : સાંભળો છો, મારા મોઢામાં મચ્છર ચાલ્યું ગયું, હવે શું કરું? પતિ નો જવાબ સાંભળીને તમને પણ પેટમાં દુખવા લાગશે

જોક્સ
એક છોકરી અડધી રાત્રે રસ્તા પર એકલી જતી હતી. વચ્ચે બે છોકરાઓ મળ્યા અને એની છેડતી કરવા લાગ્યા.
તેમાંથી એક છોકરાએ છોકરીને પુછ્યું : રાત્રે એકલા બીક નથી લાગતી?.
છોકરીએ મગજ વાપર્યો અને કહ્યું : ના ભાઈ, જીવતી હતી ત્યારે લાગતી હતી. હવે તો…
ત્યાં તો છોકરાઓ ઉભા રોડે ભાગ્યા.

જોક્સ
ટેસ્લા કાર કંપની એ ડ્રાઈવર વગરની કાર બનાવી છે.
એમાં એટલા ફીચર છે કે એકાદ હપ્તો ચુકી જાઓ ને તો કાર પોતે જ બેન્ક માં જતી રે.

જોક્સ
પતિ : (ગુસ્સામાં) આવું તે કંઈ દુધ હોતું હશે.
પત્નિ : કેસર ખાલી થઈ ગયું હતું તો મે તમારી વિમલ તોડીને નાખી દીધી. એમાં લખેલું હતું, “દાને દાને મે કેસર કા દમ”.
અત્યારે પેલો ભાઈ અજય દેવગનને ગોતે છે.

જોક્સ
દુકાનદાર ગ્રાહકને : આ “બોરી” પર બેસતા નહીં, નહિતર ફાટી જશે.
ગ્રાહક : કેમ અંદર ફુગ્ગા છે??
દુકાનદાર : ના, ખીલા છે.

જોક્સ
એક છોકરીએ મોડી રાત્રે ફેસબુકમાં પોસ્ટ મુકી.
“મને ઉંઘ નથી આવતી”.
બસ આટલું પોસ્ટ કરીને સુઈ ગઈ.
સવાર સુધી છોકરાઓ ઉંઘ આવવાનાં ઉપાય કોમેન્ટ કરતાં રહ્યા.
અમુક નમુનાઓએ તો લોરી પણ ગાઈ.

જોક્સ
પત્નિ : સાંભળો છો.?. મને માળિયા ઉપરથી આ સમાન ઉતારી આપો ને. મારો હાથ ત્યાં સુધી નથી પહોંચતો.
પતિ થી અચાનક બોલાઈ ગયું : તો જીભડી ટ્રાય કર ને.
અત્યારે પતિની તલાશ ચાલુ છે.

જોક્સ
જસ્ટ વેઇટ ફોર ધી તાંડવ.
સાગર શનિવારે નખ કાપતો હતો તે જોઈને દાદાએ કહ્યું : દિકરા, શનિવારે નખ ના કપાય.
સાગર : હું કોઈ અંધશ્રદ્ધાળુ વ્યક્તિ નથી. હું આવી વાતોમાં માનતો નથી.
દાદા : આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ વ્યવહારિક સગવડ માટે બનાવેલ નિયમ છે. શનિવારે નખ કાપવાથી શનિવાર અને રવિવારની રાત્રે બિયરનાં ડબ્બા ખોલવામાં મુશ્કેલી પડે છે અને ચેવડા ચકલીની વેફરનાં પેકેટ સરળતાથી ખોલી શકાતા નથી.
સાગર : દાદાજી, મને આ જ્ઞાનામૃત આપવા બદલ હું તમારા ચરણોમાં નમન કરું છું.

જોક્સ
પત્નિ : સાંભળો મારા મોઢામાં મચ્છર ચાલ્યું ગયું છે હવે હું શું કરું?
પતિ : અરે વ્હાલી… ઓલ આઉટ પી લે. ૬ સેકન્ડમાં કામ શરૂ.
(પતિ લાપતા છે)

જોક્સ
ઘરમાં જો ભુલથી લાઈટને બદલે પંખાની સ્વિચ દબાઈ જાય અને પાખીયું જરાક ફરે તો આખું ઘર તમારી સામે એવી રીતે જુએ કે જાણે તમે કોઈ મોટો કાંડ કરી નાખ્યો હોય. એવી ટાઈઢ છે બોલો.

જોક્સ ૧૦
છગન : કેમ ભાઈ તું આજકાલ કોઈ કવિતા નથી લખતો? શું થયું કંઈ?.
કવિ : ભાઈ જે છોકરી માટે હું કવિતા લખતો હતો, તેનાં લગ્ન થઇ ગયા.
છગન : તો તો… વિરહ રસ માં કવિતા વધારે સારી બનશે ને ભાઈ.
કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ, તેના લગ્ન મારી સાથે જ થયા છે.

જોક્સ ૧૧
શું તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવવા માંગો છો ?.
જો તમારી હા છે તો…
.
.
.
.
.
.
.
.
બંને ડિલીટ કરો અને કામ ધંધે લાગી જાઓ.

જોક્સ ૧૨
જજ – તમે શું ગુન્હો કર્યો છે?.
ભુરો – મેં વહેલું શોપીંગ કરી લીધું હતું.
જજ – એ તો કોઈ ગુન્હો નથી, વહેલું એટલે કેટલું વહેલું?.
ભુરો – દુકાન ખુલે એ પહેલા.

જોક્સ ૧૩
બીડીનાં બંધાણીનો એક્સ-રે જોઈને ડોક્ટરે કીધું.
તમારા ફેફસામાં તો કાણું છે.
બીડીનો બંધાણી : કાણું ફેફ્સામાં નથી, એક્સ-રે માં બીડી અડી ગઈ છે.

જોક્સ ૧૪
દિકરો : મમ્મી, બોલ… તું મારી સામે ખોટું કેમ બોલી?.
મમ્મી : બેટા, હું ક્યાં કંઈ ખોટું બોલી છું?.
દિકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં તેને બાલ્કનીમાંથી ફેંકી તો તે ઉડી નહીં, પરી હોય તો તે તરત ઉડવા માંડે ને?.

જોક્સ ૧૫
બોસ : મેં તને થોડીવાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નિએ ફોન રિસીવ કર્યો હતો. તેણે કહ્યું કે, તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી તે મને ફોન કેમ ના કર્યો?.
એમ્પ્લોયી : સર, મેં તમને ફોન કર્યો હતો પણ તમારી પત્નિએ ફોન રિસીવ કરીને કહ્યું કે, “તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં ફોન મુકી દીધો”.

જોક્સ ૧૬
શાકભાજી વાળો ક્યારનો ભીંડા માથે પાણી છાંટતો હતો.
ઘરાક ઉભો ઉભો કંટાળી ગ્યો.
૧૦ મિનીટ પછી શાકવાળો બોલ્યો : બોલો સાહેબ શું આપુ?.
ઘરાક : ભીંડો ભાનમાં આવી ગયો હોય તો ૧ કિલો આપી દે.

જોક્સ ૧૭
ગ્રાહક : તમે આ તબલા અને બંદુક વહેંચો છો, આ તે વળી કેવો મેળ છે ?.
દુકાનદાર : જે તબલા લઈ જાય છે, એનો પાડોશી બે દિવસ પછી બંદુક લઈ જાય છે.