નવા જમાનામાં એક નવી ફેશન નીકળી છે. જેમનાં લગ્ન થવાનાં હોય એ વર:કન્યા પોતાનાં સ્ટેટ્સમાં લખે. 6 Days to Go… 5 Days to Go… તો મારી પત્નિએ પણ લખ્યું, 4 Days to Go… 3 Days to Go… 2 Days to Go… તો એની બહેનપણીએ કીધું, પારૂલ તારા તો લગ્ન થઈ ગયા છે. કોઈ સંબંધીનાં લગ્ન છે?. તો મારી પત્નિએ કહ્યું, ના બેન ના…

Posted by

જોક્સ : ૧
પતિ : ડોક્ટરે મોળી “ચા” પીવાનું કહ્યું છે.
પત્નિ : અલગ-અલગ ચા બનાવીશ નહીં. લાડુ ખાઈને “ચા” પી લેજો એટલે મોળી લાગશે.
પતિ હજુ પણ બેભાન છે.

જોક્સ
ડોક્ટર (દર્દીને) : જો તું મારી ટ્રીટમેન્ટથી સાજો થઇ જાય તો મને શું ઇનામ આપીશ?.
દર્દી : સાહેબ, હું તો ગરીબ માણસ છું, કબર ખોદવાનું કામ કરું છું. તમારી કબર મફતમાં ખોદી આપીશ.

જોક્સ
પપ્પુ દરિયા કિનારે આરામ કરી રહ્યો હતો, એટલામાં એક વિદેશી તેની પાસે આવ્યો.
વિદેશી : આર યુ રિલેક્સિંગ?.
પપ્પુ : નો ડિયર, માય સેલ્ફ પપ્પુ.
થોડીવાર પછી બીજો એક વિદેશી આવ્યો.
તેણે પપ્પુને જોયો અને પુછ્યું
વિદેશી : આર યુ રિલેક્સિંગ?.
પપ્પુ : ના ડોબા, મી પપ્પુ, નો રિલેક્સિંગ.
ત્યારપછી પપ્પુને ખુબ જ ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી ઉભો થઇને બીજી તરફ ચાલી નીકળ્યો. જ્યાં દરિયાની બીજી સાઇડ એક સુંદર વિદેશી યુવતિ સુતી હતી.
પપ્પુ : આર યુ રિલેક્સિંગ?.
વિદેશી યુવતિ : યસ, આઇ એમ રિલેક્સિંગ.
પપ્પુ : સાલી તું અહીં સુતી છો અને તારું આખું ઘર તને અહીં-તહીં શોધી રહ્યું છે.

જોક્સ
બજારમાં એક નવું ડિવાઇસ આવ્યું છે. તે મગજનાં વિચારોને વાચા આપે છે.
જેનું નામ છે “દારૂ”.
જોકે આ સિવાય એક અન્ય પણ વસ્તુ છે, જે તમારી બોલતી બંધ કરી શકે છે.
જેનું નામ છે “બૈરુ”.

જોક્સ
પતિ-પત્નિએ મુવી જોવા જવાનું હતું. લાંબા સમયથી પતિ ઘરની બહાર રાહ જોઈ રહ્યો હતો.
પતિ (બુમ પાડીને) : અરે હજુ કેટલો વધારે ટાઈમ લગાડીશ?.
પત્નિ (ગુસ્સામાં) : રાડો શા માટે પાડો છો?. એક કલાકથી તો કહી રહી છું કે પાંચ મિનિટમાં આવું છું. તમને સમજમાં નથી આવતું.

જોક્સ
પત્નિ : તમે સ્વાર્થી છો.
પતિ : મેં એવું શું કર્યું કે તું મને સ્વાર્થી કહે છે?.
પત્નિ : તમારા લેપટોપમાં એક ફોલ્ડર છે તેનું નામ માય ફોલ્ડર છે એટલે ફક્ત તમારા એકલાનું. તમે તેનું નામ અવર ડોક્યુમેન્ટ્સ રાખવું જોઈતું હતું.
પતિ એ માઈક્રોસોફ્ટ વાળાને સિસ્ટમમાં ફેરફાર કરવા ઈ-મેઇલ કર્યો છે.

જોક્સ
એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અને એક પટાવાળો વાતચીત કરી રહ્યા હતાં.
એન્જીનિયરીંગનો વિદ્યાર્થી : મારી પાસે સ્કિલ છે, ડિગ્રી છે, સમાજમાં ઇજ્જત છે, તારી પાસે શું છે?.
પટ્ટાવાળો : મારી પાસે નોકરી છે.

જોક્સ
એન્જીનિયરીંગ પછી
અંકલ : શું બેટા, શું કરી રહ્યો છે આજકાલ?.
એન્જીનિયર : બસ અંકલ, આ સવાલથી જ બચવાનો પ્રયાસ કરી રહ્યો છું.

જોક્સ
ટીચર : ૭ રીંગણાને ૧૦ લોકો વચ્ચે કેવી રીતે વહેચશો?.
છોકરો માથું ખંજવાળતા બોલ્યો : ઓળો બનાવીને.

જોક્સ ૧૦
પત્નિ જોરથી બોલી : આજે સાંજે જલ્દી ઘરે આવી જજો.
પતિ : કોઈ ખાસ કામ છે કે શું?.
પત્નિ : પિયરથી મારા સંબંધીઓ આવી રહ્યા છે.
પતિ : મારું મગજ ખરાબ ના કરીશ, હું વ્યસ્ત છું, કોણ-કોણ આવી રહ્યું છે?.
પત્નિ : મારી બંને નાની બહેનો આવી રહી છે.
પતિ (ખુશ થઈને) : અરે ડાર્લિંગ, તારા સંબંધી એટલે મારા સંબંધી. હું ટાઈમ પર આવી જઈશ.

જોક્સ ૧૧
સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.
જ્યારે તેણે ૩૫ રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતાર્યુ, બેટ ઉંચું કરીને સ્ટેડિયમની સામે જોયું અને આકાશ સામે જોઇને આભાર વ્યક્ત કર્યો.
તેના પાર્ટનર આવી પુછ્યું : “શું થયું ભાઇ, હજી તો ૩૫ જ થયા છે ૫૦ નહિ.
સંતા : પાગલ તું નહીં સમજે, આ વાત ખાલી ૩૫ ટકે બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા લોકો જ સમજશે”.

જોક્સ ૧૨
એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતાં.
પ્રોફેસર: ચીંટૂ, તારી બાજુમાં સુતા તારા મિત્રને જગાડ.
ચિંટુ : સર, તમે જ તેને સુવડાવ્યો છે તો તમે જ તેને ઉઠાડો.

જોક્સ ૧૩
છગન : ભાઈ કાલે સર્કસ જોવા જઈશું.
મગન : હું મારી પત્નિને પણ સાથે લાવીશ.
છગન : ઠીક છે, પણ જો તારી પત્નિ અને સાળી સિંહના પિંજરામાં પડી જાય તો તું કોને બચાવીશ?.
મગન : ભાઈ હું તો સિંહને બચાવીશ, દુનિયામાં સિંહ ઘણા ઓછા વધ્યા છે.

જોક્સ ૧૪
પતિ-પત્નિ બગીચામાં હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતાં.
તે સમયે એક મસ્તીખોર બાળક તેની પાસેથી પસાર થયો અને બોલ્યો : અંકલ, ગઈકાલ વાળી આંટી વધારે મસ્ત હતી.
પતિ ૪ દિવસથી ભુખ્યા પેટે બગીચામાં તે બાળકને શોધી રહ્યો છે.

જોક્સ ૧૫
ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે છે?.
રાજુ : હું મંદિરમાં જાઉં છું.
ડોક્ટર : ખુબ સરસ. ત્યાં બેસીને ધ્યાન કરતો હશે, બરાબર ને?.
દર્દી : ના, હું ત્યાં લોકોનાં ચપ્પલ મિક્સ કરી દઉં છું અને સાઈડ પર બેસીને તેમને જોતો રહું છું. તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.

જોક્સ ૧૬
નવા જમાનામાં એક નવી ફેશન નીકળી છે.
જેમનાં લગ્ન થવાનાં હોય એ વર-કન્યા પોતાનાં સ્ટેટ્સમાં લખે.
6 Days to Go…
5 Days to Go…
તો મારી પત્નિએ પણ લખ્યું,
4 Days to Go…
3 Days to Go…
2 Days to Go…
તો એની બહેનપણીએ કીધું, પારૂલ તારા તો લગ્ન થઈ ગયા છે. કોઈ સંબંધીનાં લગ્ન છે?.
તો મારી પત્નિએ કહ્યું, ના બેન ના… છુંદાનું તપેલું તડકે મુક્યું છે. ઇ લેવાનું ભુલાઈ ના જાય એટલે લખું છું.