ભારતમાં એક સ્ત્રીનાં ચાર નામ હોય છે. ઇન્સ્ટાગ્રામમાં ક્યુટ બેબી, ફેસબુકમાં એન્જલ, ટ્વિટરમાં શેરની અને આધારકાર્ડમાં…

Posted by

જોક્સ
પપ્પા : સારું ભણીશ, વ્યવસ્થિત ભણીશ તો મોટો થઈને સુંદર અને સુશીલ પત્નિ મળશે.
છોકરો : તમારા ટાઈમમાં આવી સ્કીમ નહોતી?.
મમ્મી એ એવો ઢીબેડી કાઢ્યો, એવો ઢીબેડી નાખ્યો કે ના પુછો વાત.

જોક્સ
નોકરાણી : શેઠાણી, જલ્દી ઘરે આવો, તમારું બાળક મચ્છર ખાઈ ગયો.
શેઠાણી : અરે જલ્દી ડોક્ટરને બોલાવ.
નોકરાણી : શેઠાણી ગભરાવાની કોઈ જરૂર નથી. મેં બાળકને ઓલઆઉટ પીવડાવી દીધું છે.

જોક્સ
પત્નિ એ પતિ ને ફોન કર્યો.
પતિ : હું ઓફિસમાં છું, બહુ બિઝી છું, શું કામ છે બોલ?.
પત્નિ : હું મેકડોનાલ્ડમાં તમારી પાછળ જ બેઠી છું અને બાળકો પુછી રહ્યા છે કે પપ્પા આ ક્યાં ફઇબા સાથે બેઠા છે?. શું કહું?.

જોક્સ
પત્નિ : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પુનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ.
પતિ : એમાં શું થઈ ગયું?.
પત્નિ : તમે શું રહો છો, બોલો.
પતિ : હું રહું છું એ તું ના રહી શકે.
પત્નિ : એવું તો તમે શું રહો છો, જે હું ના રહી શકું, બોલો.?
પતિ : હું મુંગો રહું છું.

જોક્સ
છોકરા એ વેલેન્ટાઈન-ડેનાં દિવસે શેઠની છોકરીને પ્રપોઝ કર્યું.
તે છોકરી તેને પોતાના પપ્પા પાસે લઇ ગઈ.
શેઠ : કેટલું કમાય છે બચ્ચા?.
છોકરો : મહિનાનાં ૧૭૦૦૦ રૂપિયા.
શેઠ : બસ, અરે હું મારી દિકરીને મહિને ૧૫૦૦૦ રૂપિયા તો પોકેટ મની આપું છું.
છોકરો : અંકલજી, હું તેને ઉમેરીને જ કહું છું.
પછી શેઠે તેને ઉઘાડા પડે જ ભગાડી દીધો.

જોક્સ
સંતા : મને લગ્નમાં BMW મળી.
બંતા : પણ તારી પાસે તો કોઇ કાર નથી.
સંતા : અરે BMW એટલે “બહુ મોટી વાઇફ”.

જોક્સ
પતિ : હું આજે યુ-ટ્યુબ પરથી ઓપરેશન કરતાં શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કિડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હું કરી આપીશ.
પત્નિ : એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો.
પતિ : તો તું શેનો કુકિંગ શો જોઈને રોજ મંડાણી હોય છે?.

જોક્સ
રમેશ દરજી પાસે ગયો અને તેને પુછ્યું : પેન્ટની સિલાઈ કેટલી છે?.
દરજી : ૩૦૦ રૂપિયા.
રમેશ : અને ચડ્ડીની?.
દરજી : ૧૦૦ રૂપિયા.
રમેશ (થોડીવાર વિચારીને) : તો પછી ખાલી ચડ્ડી સીવી દો, લંબાઈ બસ પગ સુધી કરી દેજો.

જોક્સ
બકો છોકરી જોવા ગયો.
છોકરી : તમે શું કરો છો?.
બકો : ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.
છોકરી : (ખુશ થઇને) તમે શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?.
બકો : ફેસબુક, ટ્વિટર પરથી પોસ્ટ ઇમ્પોર્ટ કરીને વોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું.

જોક્સ ૧૦
શિક્ષક : કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે?.
વિદ્યાર્થી : પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તે કવિતા લાગે છે અને મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.

જોક્સ ૧૧
પત્નિ : મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું તો પણ શું બિમારી છે ખબર જ નથી પડતી.
પતિ : હવે તો એક જ ઉપાય છે, “પોસ્ટમોર્ટમ” કરાવી લે.

જોક્સ ૧૨
પત્નિ : માની લો કે હું તમારી વાત એક જ વારમાં માની લઉં અને તમારી બધી વાતમાં “હા” પાડું તો?.
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા બોલ્યો : અરે હું તો આવું માની પણ નથી શકતો.

જોક્સ ૧૩
પત્નિ : સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા?. બહેન હતી કે ગર્લફ્રેન્ડ?.
પતિ નો નિર્દોષ જવાબ : “એણે” હજુ કંઇ કીધું નથી.

જોક્સ ૧૪
ચોર : તારા ખિસ્સામાં જે પણ છે તે ફટાફટ મને કાઢીને મને આપી દે.
છગન : ભાઇ, રહેમ કર, આવું ના કર, મારી પત્નિ મારું ખાલી ખિસ્સુ જોઇને મને મારી નાખશે.
ચોર : તો તને શું લાગે મારું ખાલી ખિસ્સુ જોઇને મારી પત્નિ મારી આરતી ઉતારશે?.

જોક્સ ૧૫
એક મેડમનું નામ નમ્રતા હતું.
તેના પતિ એને લાડથી “નમુ” કઈને બોલાવતા અને હંમેશા કે’તા કે “નમુ” મારી છે અને હું નમુનો છું.

જોક્સ ૧૬
ભારતમાં એક સ્ત્રીનાં ચાર નામ હોય છે.
ઇન્સ્ટાગ્રામમાં ક્યુટ બેબી,
ફેસબુકમાં એન્જલ,
ટ્વિટરમાં શેરની,
અને આધારકાર્ડમાં જેઠીબેન.

જોક્સ ૧૭
બાજુવાળા બેન : ભાભી ઘરમાં છે?.
પતિ : હા, છે પણ “ચાર્જિંગ” માં છે.
બાજુ વાળા બેન : એટલે?. સમજાયું નહી.
પતિ : એના મમ્મી સાથે વાત કરે છે.

જોક્સ ૧૮
પત્નિ : જયારે તમે વોકિંગ કરવા જાવ છો તો મને કેમ તમારી સાથે નથી લઈ જતાં?.
પતિ : ડોક્ટરે કેલેરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે, લોહી બાળવા માટે નહી.