આ ૬ ખેલાડીઓ પર થશે ધન વર્ષા, કપ્તાન કોહલીનાં બરાબર મળશે તેમને સેલરી, કોહલી મળે છે આટલા કરોડ રૂપિયા

Posted by

ભારતીય ક્રિકેટ બોર્ડ દર વર્ષે પોતાના ખેલાડીઓ માટે વાર્ષિક કરારનું લિસ્ટ જાહેર કરે છે. તેમાં અલગ-અલગ ખેલાડીઓને તેમના પ્રદર્શનનાં આધારે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. આ તમામ ગ્રુપની એક નક્કી સેલેરી સીમા હોય છે. જેના અનુસાર જ ખેલાડીઓને બીસીસીઆઇ તરફથી સેલરી આપવામાં આવે છે. આ લિસ્ટમાં ગ્રેડ-એ પ્લસને સૌથી સારી માનવામાં આવે છે. જેમાં સમાવેશ થતાં ખેલાડીને વર્ષના ૭ કરોડ રૂપિયા મળે છે. આ પ્રકારે જ એ, બી અને સી ગ્રુપ પણ છે, જેમની પોતપોતાની સેલરી સીમા હોય છે.

હાલમાં તો એ-પ્લસ ગ્રેડમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનું નામ સામેલ છે, જેમને દર વર્ષે બીસીસીઆઇ તરફથી ૭ કરોડ રૂપિયાની સેલરી મળે છે. પરંતુ આ વર્ષે વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યારબાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે ઘણા ખેલાડીઓને એ-પ્લસ ગ્રુપમાં જગ્યા મળી જશે. તો ચાલો જાણી લઈએ આખરે આ ગ્રુપમાં ક્યાં-ક્યાં ખેલાડી જગ્યા લઇ શકે છે.

કે.એલ રાહુલ

ભારતીય ટીમના આક્રમક બેટ્સમેન કે.એલ.રાહુલે પાછલા એક વર્ષમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ટીમની જરૂરીયાતના હિસાબથી અલગ-અલગ ક્રમમાં બેટિંગ કરવાની સાથે જ વિકેટકીપિંગની પણ જવાબદારી સંભાળી છે. રાહુલે પોતાની બેટિંગથી ઘણી શાનદાર મેચ જીતાડવા વાળી ઇનિંગ્સ રમી છે, ત્યારબાદથી જ તે ટીમના પસંદગીના ખેલાડીઓમાં સામેલ થઇ ચુક્યા છે. તેવામાં હવે તેમને એ-ગ્રેડમાંથી કાઢીને એ-પ્લસ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

રવિન્દ્ર જાડેજા

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ચૂક્યા છે. તેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભલે પછી તે બેટિંગ, બોલિંગ કે પછી ફિલ્ડિંગ હોય, આ ત્રણેય જગ્યાએ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. હાલમાં જ તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

અજિંક્ય રહાણે

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં તેમની કેપ્ટનશીપ સંભાળનાર અજિંક્ય રહાણેએ ટેસ્ટ સીરીઝમાં શાનદાર રમતથી દરેક લોકોનું દિલ જીતી લીધું છે. તેમણે મેલબોર્નમાં સેન્ચ્યુરી ફટકારવાની સાથે સાથે ભારતને જીત અપાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન અને પ્રમુખ ખેલાડીઓમાંથી એક રહાણેને જો એ-પ્લસ ગ્રેડમાં સામેલ કરવામાં આવે તો તે આશ્ચર્યની વાત હશે નહી પરંતુ જો તેમને સામેલ કરવામાં ના આવે તો જરૂર આશ્ચર્ય થશે.

મોહમ્મદ સામી

ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં મોહમ્મદ સામીએ જે પ્રકારે ભારતીય બોલિંગ આક્રમણને ધાર આપી છે, તેનાથી દરેક લોકો પ્રભાવિત થયા છે. સામી પાછલા થોડા વર્ષોમાં વર્લ્ડકપથી લઈને અલગ-અલગ સિરીઝનાં ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત બોલિંગ કરી છે. તે હવે ટીમના પ્રમુખ બોલર હોવાની સાથે ટીમનો મહત્વનો ભાગ પણ બની ગયાં છે. સામી હાલમાં તો એ-ગ્રેડમાં સામેલ છે પરંતુ નવા કોન્ટ્રાક્ટમાં તેમનું પ્રમોશન થવાની આશા રાખવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યા

ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડયાને પાછલા કોન્ટ્રાકટમાં બી-ગ્રેડમાં રાખવામાં આવ્યા હતાં. તે સમયે હાર્દિક વધારે મેચ રમી શક્યા ના હતાં, જેના કારણે તેમની સેલરી ઓછી થઈ ગઈ હતી પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જે રીતે તેમનું પ્રદર્શન રહ્યું છે અને ટી-૨૦ સિરીઝમાં “મેન ઓફ ધ સીરીઝ” રહ્યા છે ત્યારબાદ તેમનું પ્રમોશન થવું લગભગ નક્કી છે.

રવિચંદ્રન અશ્વિન

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનું સ્પિન બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવા વાળા રવિચંદ્રન અશ્વિન હાલમાં તો ગ્રેડ-એ માં રહેલા છે પરંતુ જે રીતે તેમણે ખૂબ જ લાંબા સમય પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વાપસી કરી અને શાનદાર બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા, તેને જોતાં તેમનું પણ પ્રમોશન થવાના અણસાર આવી રહ્યા છે. અશ્વિને સિડની ટેસ્ટમાં તો બોલિંગની સાથે-સાથે પોતાની બેટિંગથી પણ બધાનું દિલ જીતી લીધું હતું અને આ મેચને ડ્રો કરાવવામાં તેમનો મોટો ફાળો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *