આ ૭ પ્રકારનાં ખાદ્ય પદાર્થોના સેવનથી રહી શકે છે કિડની સ્ટોનનું જોખમ, સંભાળીને સેવન કરવું

કિડનીમાં સ્ટોનની સમસ્યા આજે સામાન્ય થઈ ગઈ છે. ૨૫ થી ૪૫ વર્ષના લોકો જલ્દી તેના શિકાર બની રહ્યા છે. તેવામાં તેના થવાનાં ઘણા કારણ હોય છે. વધારે માત્રામાં પાણી ના પીવું અને ખાવા-પીવાની ખરાબ આદતો તેના માટે સૌથી વધારે જવાબદાર હોય છે. હકિકતમાં જીવનની ભાગદોડમાં આપણે આપણી ખાણી-પીણી પર ઉચિત ધ્યાન આપી શકતાં નથી. જેના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તેમાં કિડની સ્ટોનની સમસ્યા પણ એક છે. એટલે કે દરરોજ ભોજનમાં એવા અમુક ખાદ્ય પદાર્થ સામેલ હોય છે, જેનું વધારે પડતું સેવન કિડની સ્ટોનનું કારણ બની શકે છે. આજે અમે તમને એવા જ ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યા છે.

હકિકતમાં એવા ખાદ્ય પદાર્થોમાં ઓક્સલેટની માત્રા ઘણી વધારે હોય છે અને તે ઓક્સલેટ  યુરીનમાં રહેલ કેલ્શિયમની સાથે ભળીને પથરી બનાવે છે. જ્યારે અમુક ફૂડ સારી રીતે પચી શકતા નથી અને ધીરે-ધીરે કિડનીમાં જમા થવા લાગે છે, જે બાદમાં પથરીના રૂપમાં સામે આવે છે. તેવામાં જો રોજિંદી ખાણી-પીણી પર વધારે ધ્યાન આપવામાં આવે તો કિડની સ્ટોનનાં જોખમને ઘણા હદ સુધી ઓછું કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ એવા અમુક ફુડ્સ વિશે જેમનું સીમિત માત્રામાં સેવન કરવાથી કિડની સ્ટોન જેવી ગંભીર સમસ્યાથી બચી શકાય છે.

જી હા, પાલક અને ભીંડા જેવા પૌષ્ટિક શાકભાજીથી કિડની સ્ટોન જેવી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. હકિકતમાં તેમાં ઓકસેલેટ ઘણી વધારે માત્રામાં હોય છે, જે કેલ્શિયમને જમા કરે છે અને તેને યુરિનમાં જવા દેતા નથી. ધીરે-ધીરે ભેગા થઈને આ કેલ્શિયમ કિડનીમાં પથરીનું સ્વરુપ લઈ લે છે. તેવામાં કિડની સ્ટોનની સમસ્યાથી બચવા ઇચ્છતા હોય તો પાલક અને ભીંડીનું સેવન સીમિત રૂપમાં જ કરવું.

ટામેટાંનું વધારે સેવન પણ પથરીનું કારણ બની શકે છે. હકિકતમાં તેમાં ઓકસેલેટ હોય છે, જેનાથી પથરી બને છે. જ્યારે તેના બીજ પણ સારી રીતે ડાઈજેસ્ટ થતા નથી અને બાદમાં તે પથરીનું કારણ બને છે. તેવામાં ટામેટાનું સેવન નિયમિત રૂપથી કરવું જ યોગ્ય રહે છે.

આમ તો મીઠું આપણા ભોજનમાં અનિવાર્ય રૂપથી સામેલ હોય છે, પરંતુ મીઠું જરૂરિયાતથી વધારે ભોજનમાં સામેલ કરવામાં આવે છે તો તેનાથી સ્ટોનનું જોખમ વધી જાય છે કારણ કે તેમાં સોડિયમ હોય છે, જે પેટમાં જઈને કેલ્શિયમનાં રૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને ધીરે-ધીરે પથરીનુ સ્વરુપ લઈ લે છે.

ચોકલેટ તો બાળકો, યુવાન બધાને ખૂબ જ પસંદ છે પરંતુ હંમેશા લોકો પોતાના નુકશાનને જાણી શકતા નથી, સારી સ્વાદવાળી ચોકલેટમાં પણ ઓકસેલેટ ઘણી વધારે માત્રામાં હોય છે. તેવામાં તેના વધારે પડતાં સેવનથી કિડની સ્ટોનનું જોખમ રહે છે એટલા માટે સ્ટોનની સમસ્યામાંથી બચવા માંગતા હોય તો ચોકલેટથી અંતર રાખવું જરૂરી હોય છે.

વધારે પડતું ચા નું સેવન તો આમ પણ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને જન્મ આપે છે, વળી તે પથરીનું પણ કારણ બને છે. તેથી તમને જો પહેલાથી જ સ્ટોનની સમસ્યા હોય તો ચા નું સેવન ઓછામાં ઓછું કરવું કારણ કે તે પથરીની સાઇઝ વધારી શકે છે.

નોનવેજ ના વધારે સેવનથી પણ સ્ટોનનું જોખમ રહે છે. હકિકતમાં માંસ, માછલી અને ઈંડામાં ખૂબ જ વધારે માત્રામાં પ્રોટીન હોય છે, જે કિડનીમાં પથરીની માત્રાને વધારે છે. કિડનીમાં પ્યુરીનની માત્રા વધવાથી યુરિક એસિડનું  સ્તર વધે છે, જેનાથી પથરી બને છે. એટલા માટે નોનવેજના શોખ રાખનારા લોકોએ તેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.

સામાન્ય રીતે બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જરૂરિયાતથી વધારે કોઈપણ વસ્તુનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે, તે જ પરિસ્થિતિ બીટની પણ છે. તેનું વધારે સેવન કિડની સ્ટોનનું કારણ બને છે.