આ ૧૦ આદતો વાળી યુવતીઓ જીવનભર રહી જાય છે સિંગલ, તમારામાં તો નથી ને આ આદતો

અમુક યુવતીઓને પોતાનું સુખ-દુઃખ વહેંચવા માટે કોઈ સાથીની જરૂરિયાત હોય છે તો અમુક યુવતીઓ પોતાના સિંગલ સ્ટેટસમાં જ ખુશ રહેતી હોય છે. સિંગલ યુવતીઓનું કમિટમેન્ટ પોતાનાથી હોય છે અને એ ગંભીરતાથી આ જવાબદારી નિભાવે પણ છે. અમુક યુવતીઓ પરફેક્ટ જીવનસાથી ના મળવાને કારણે સિંગલ રહેતી હોય છે તો અમુક પોતાની મરજીથી સિંગલ રહેતી હોય છે. સિંગલ યુવતીઓની પાસે સિંગલ રહેવાના ઘણા કારણો હોય છે. જો તમે પણ વિચારી રહ્યા હોય કે તમે કે તમારી કોઈ મિત્ર હજુ સુધી સિંગલ શા માટે છે, તો આજનો આ લેખ તમારા માટે છે. આ લેખના માધ્યમથી અમે તમને તે કારણોના વિશે જાણવામાં થોડી હદ સુધી તમને મદદ કરીશું.

આખરે શા માટે યુવતીઓ સિંગલ રહેવાનું પસંદ કરે છે

  • ઘણીવાર અમુક યુવતીઓ શરૂઆતથી જ યુવતીઓની વચ્ચે રહેતી હોય છે, જેના લીધે તેમને યુવતીઓની વચ્ચે રહેવાની આદત પડી જતી હોય છે. તેમને યુવકોનો સાથ પસંદ હોતો નથી અને યુવકો તેમને પોતાની તરફ આકર્ષિત પણ કરી શકતા નથી. ગર્લ્સ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરવો તેનું મુખ્ય કારણ પણ હોઈ શકે છે.
  • અમુક યુવતીઓ તો દરેક યુવકો પ્રત્યે ખોટી ભાવના પણ રાખતી હોય છે. તેમને લાગે છે કે દુનિયાનો દરેક યુવક ખરાબ છે અથવા તો તેમને ખોટી ભાવનાથી જુએ છે. તેમને એવું જ લાગે છે કે દરેક યુવક તેમની સાથે કંઇક ખોટું કરવાની રાહમાં રહે છે. જેના લીધે તે યુવકોથી અંતર બનાવીને રાખે છે.

  • ઘણીવાર એટીટ્યુડ પણ મિત્રતા કે પ્રેમમાં અડચણરૂપ બને છે. જે યુવતીઓ એવું વિચારે છે કે તે સૌથી શ્રેષ્ઠ છે અને તેમનાથી શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ નથી તે જ યુવતીઓ સિંગલ રહી જતી હોય છે.
  • ઘણી યુવતીઓમાં એવી આદત હોય છે કે તે દરેક કામને પોતાના હિસાબથી કરવા માંગતી હોય છે. ભલે સામેવાળાને પરેશાની કેમ ના થાય પરંતુ તે પોતાનું દરેક કામ પોતાના હિસાબથી કરવા માંગતી હોય છે. જે યુવતીઓનો સ્વભાવ આવો હોય છે એ પણ ઘણીવાર સિંગલ રહી જતી હોય છે.

  • ઘણીવાર ભૂતકાળમાં થયેલા અમુક ખરાબ અનુભવોનાં લીધે પણ યુવતીઓનો યુવકો પરથી વિશ્વાસ ઊઠી જતો હોય છે. તે ઈચ્છવા છતાં પણ કોઈ યુવક પર વિશ્વાસ કરી શકતી નથી. આ પ્રકારની યુવતીઓ પણ સિંગલ રહી જતી હોય છે.
  • ઘણીવાર કામ કે અભ્યાસનાં લીધે યુવતીઓને બહાર એકલા રહેવું પડતું હોય છે. પરિવારથી દૂર રહીને લાંબો સમય એકલા રહેવાથી પણ એકલા રહેવાની આદત પડી જતી હોય છે.

  • અમુક યુવતીઓ મોટી થવા છતાં પણ બાળકો જેવો વ્યવહાર કરતી હોય છે. આ યુવતીઓમાં મેચ્યોરિટી ઓછી હોય છે. તેમનામાં બાળપણ હોય છે, જેના લીધે મોટાભાગનાં યુવકો તેને સંભાળી શકતા નથી.
  • પોતાના પરિવારની ખૂબ જ નજીક રહેવા વાળી યુવતીઓને પણ યુવકો સાથે ડીલ કરવામાં મુશ્કેલી આવે છે. આવી યુવતીઓ હંમેશા પોતાના પાર્ટનરની તુલના પોતાના ઘરના યુવકો સાથે કરવા લાગે છે, જે કોઈપણ યુવકને પસંદ હોતું નથી.

  • વળી અમુક યુવતીઓને યુવકોની જગ્યાએ સરખી લિંગમાં જ રસ હોય છે. તેમને યુવકો પસંદ આવવાની જગ્યાએ યુવતીઓ પસંદ આવે છે. જેને આપણે લેસ્બિયન પણ કહીએ છીએ.
  • અમુક યુવતીઓ ફાઈનાન્સિયલ અને મેન્ટલી એટલી સ્ટેબલ અને સ્ટ્રોંગ હોય છે કે તેમને કોઈપણ ચીજ માટે કોઈ અન્ય વ્યક્તિની જરૂર પડતી નથી. આવી યુવતીઓના મિત્રો તો ખૂબ જ હોય છે પરંતુ તે બોયફ્રેન્ડ બનાવવાથી દૂર રહેતી હોય છે.