આ ૪ લોકો સાથે દુશ્મની કરવાની ભૂલ ના કરવી, પરિવાર અને જીવન થઈ જાય છે બરબાદ

આચાર્ય ચાણક્ય પોતાના જમાનાના સૌથી વિદ્વાન વ્યક્તિઓમાંથી એક હતાં. તેમણે લાઇફ મેનેજમેન્ટ સૂત્રનો ઉલ્લેખ પોતાની નીતિઓમાં કર્યો છે. તેવામાં તેમની એક નીતિમાં જણાવવામાં આવ્યું છે કે ૪ વિશેષ પ્રકારના લોકો સાથે ક્યારેય પણ દુશ્મની કરવી ના જોઈએ જો તમે આવું કરો છો તો તમારા જીવનું પણ જોખમ રહે છે. આચાર્ય ચાણક્ય એક શ્લોકમાં જણાવે છે કે વ્યક્તિએ ક્યા લોકો સાથે શત્રુતા કરવી ના જોઈએ. તો ચાલો જાણી લઈએ.

રાજા સાથે દુશ્મની

આચાર્ય ચાણક્યના અનુસાર આપણે રાજા કે સાશન પ્રશાસન સાથે દુશ્મની કરવાની ભૂલ ના કરવી જોઈએ. જો તમે શાસનનો વિરોધ કરો છો તો તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. રાજાની પાસે આપણાથી વધારે પાવર હોય છે, તેવામાં તેમની સાથે દુશ્મની કરવી સમજદારીની વાત નથી.

પોતાની આત્મા સાથે દુશ્મની

શાસ્ત્રોના અનુસાર એક વ્યક્તિ પોતે જ પોતાનો સૌથી મોટો મિત્ર અને શત્રુ હોય છે. તેથી જો તમે પોતાને પ્રેમ નહી કરો, પોતાની ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલનું ધ્યાન નહી રાખો તો તમારા પ્રાણ સંકટમાં પડી શકે છે.

બળવાન વ્યક્તિ સાથે દુશ્મની

આચાર્ય ચાણક્ય અનુસાર જો તમે બળવાન વ્યક્તિ સાથે દુશ્મની કરો છો તો તમારા ધનની તબાહી નિશ્ચિત થઈ જાય છે. શક્તિશાળી વ્યક્તિ કમજોર વ્યક્તિને ગમે ત્યારે પોતાના ફાયદા કે દુશ્મની માટે નષ્ટ કરી શકે છે, તેથી પોતાનાથી વધારે બળવાન લોકો સાથે દુશ્મની કરવાની ભૂલ ક્યારેય પણ ના કરવી જોઈએ.

બ્રાહ્મણ સાથે દુશ્મની

ચાણક્ય નીતિના અનુસાર કોઈ બ્રાહ્મણ કે વિદ્વાન વ્યક્તિ સાથે દુશ્મની કરવી બાકી બધાથી સૌથી વધારે ખતરનાક હોય છે. આવા લોકો સાથે શત્રુતા રાખવાથી પુરા કુળનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણનો શ્રાપ અને વિદ્વાન વ્યક્તિનો બદલો બંને મનુષ્ય માટે સૌથી વધારે ઘાતક હોય છે.

હવે તમે જાણી ચૂક્યા હશો કે પોતાના સુરક્ષિત અને સુખી જીવન માટે તમારે કયા કયા લોકો સાથે દુશ્મની કરવી ના જોઈએ. જ્યાં સુધી બની શકે એ લોકોની સાથે પ્રેમથી રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તમને પસંદ નથી કે તે તમારું ખરાબ કરે છે તો તેને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરો. મનમાં પેદા થયેલી બદલાની ભાવના તમારા અંગત જીવન માટે પણ નુકસાનદાયક હોય છે.