આ ૪ રાશિઓ જીવનમાં સહન કરે છે સૌથી વધારે દુઃખ, ભાગ્ય પણ તેમને નથી આપતું સાથ

દુઃખ એક એવી જ હોય છે જેનાથી દરેક વ્યક્તિ પીછો છોડાવવા માંગતો હોય છે પરંતુ કિસ્મત જ કંઈક એવી હોય છે કે તે લાખ કોશિશો કરવા છતાં પણ આપણી સાથે જીવનમાં ઘણીવાર ટકરાઇ જાય છે. અમુક લોકોનો તો તેમની સાથે જન્મથી જ સંબંધ હોય છે. મતલબ કે આ લોકોના જીવનમાં અન્ય લોકોના મુકાબલામાં કંઈક વધારે જ દુઃખ લખેલા હોય છે. જ્યારે પણ તેમના જીવનમાં ખુશીઓનાં અવસર આવે છે તો તે વધારે દિવસો સુધી ટકી શકતા નથી. તેનું એક કારણ એ પણ હોય છે કે તેમની રાશિ અને તેની સાથે જોડાયેલ ગ્રહ-નક્ષત્ર હંમેશા કંઇક એવી પોઝિશનમાં રહેતા હોય છે, જે એક નેગેટીવ પ્રભાવ ઉત્પન્ન કરે છે. તે ભાગ્યને કમજોર અને દુર્ભાગ્યને પ્રબળ કરતા હોય છે. જો તમારી સાથે પણ કંઈક કેવું થઈ રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને તેનાથી બચવાના ઉપાયો પણ જણાવીશું.

મેષ રાશિ

આ રાશિનાં જાતકોની ખુશીઓ ક્યારેય પણ વધારે દિવસો સુધી ટકી શકતી નથી. દુઃખ તેમની રાશિમાં બેઠું રહેતું હોય છે. તેમની એક સમસ્યાનો ઉકેલ આવતો નથી કે સામે બીજી સમસ્યા આવીને ઊભી રહી જાય છે. પરિસ્થિતિ એવી હોય છે કે આ રાશિના અમુક લોકોને તો દુઃખમાં રહેવાની આદત પડી જાય છે. આ દુઃખને દૂર કરવા માટે તમારે દર બુધવારે ગણેશજીને પ્રસાદ ચઢાવવો જોઈએ. આ પ્રસાદી તમારે સ્વયં તો ગ્રહણ કરવી જ પરંતુ સાથે સાથે અન્ય લોકોને પણ દિલ ખોલીને વહેંચવી. તેનાથી તમારૂ ભાગ્ય ઉદય થશે.

કર્ક રાશિ

આ રાશિના લોકો પણ પોતાની ફૂટેલી કિસ્મતથી પરેશાન રહેતા હોય છે. તેમને જે વાતનો ભય લાગતો હોય છે, હંમેશા તે પરેશાની જ તેમની સામે આવી જતી હોય છે. તેમના દરેક કામમાં દુર્ભાગ્ય અડચણ ઉત્પન્ન કરી દે છે. તેમને જીવનમાં ટેન્શન ફ્રી રહેવાના ખૂબ જ ઓછા અવસર નસીબમાં હોય છે. આ રાશિના લોકોએ દર શનિવારે બજરંગબલીને તેલનો દિવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી તેમના જીવનમાં મંડરાઇ રહેલા દુઃખના વાદળો હટી જશે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોના જીવનમાં પણ દુઃખોનો ભંડાર હોય છે. જીવન તેમને ખૂબ જ નાચ નચાવે છે. આ લોકો પોતાના જીવનમાં ખુશ રહેવાની ઘણી કોશિશ કરે છે પરંતુ પરિસ્થિતિ જ કંઈક એવી બની જતી હોય છે કે સ્થિતિ કંટ્રોલથી બહાર થઈ જાય છે. પોતાના જીવનને સુખી બનાવવા માટે તેમણે પ્રત્યેક ગુરૂવાર ગાયને ઘી ચોપડેલી રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં અચાનક આવતી પરેશાનીઓ ઓછી થઈ જશે.

મીન રાશિ

આ રાશિના લોકો પોતાના જીવનમાં ક્યારેય પણ રાહતનો શ્વાસ લઈ શકતા નથી. તેમના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક એવું થતું રહે છે, જે તેમને શાંતિથી એક ક્ષણ પણ આરામ કરવા દેતું નથી. ઘણીવાર તો તેમને પોતાના જીવનથી જ નફરત થવા લાગે છે. આ લોકોએ શાંતિ પ્રાપ્ત કરવા માટે દર સોમવારે શિવજીને જળ ચઢાવવું જોઈએ અને તેમના નામનું વ્રત પણ રાખવું જોઈએ.

જો તમને અમારી જાણકારી પસંદ આવી હોય તો તેને અન્ય લોકોને પણ જણાવવી, જેથી કરીને તે પણ આ ઉપાયોને અજમાવીને પોતાના જીવનમાંથી દુઃખ-દર્દ ઓછા કરી શકે.